તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 46 People Committed Suicide At The Golden Gate Bridge In 2013

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યારો બની ગયો આ વિશ્વપ્રસિદ્ધ બ્રિજ, લઈ રહ્યો છે માસૂમોનો ભોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કો સ્થિત ગોલ્ડનગ્રેટ બ્રિજથી કૂદીને 46 લોકોએ આત્મહત્યા કરી. એક મોનિટરીંગ ગ્રુપ, 'ધ બ્રિજ રેલ ફાઉન્ડેશન'એ તેમનાં રિપોર્ટમાં કહ્યું કે આ બ્રિજ ગયા વર્ષે આત્મહત્યાની દ્રષ્ટિએ ખૂબ જ કુખ્યાત રહ્યો છે. ગત વર્ષ 2013માં અહીં સૌથી વધું રેકોર્ડ આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે.

ગોલ્ડન ગ્રેટ બ્રિજની પ્રવક્તા મેરી ક્યૂરીએ સ્પષ્ટતા કરી છે કે ગયા વર્ષે પુલ પરથી કૂદી જઈને 46 લોકોએ આત્મહત્યા કરી છે, જે વર્ષ 2000થી અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. અધિકૃત સુત્રો પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે પુલના બન્ને છેડે સુરક્ષા જાળ લગાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેની પાછળ 6.6 કરોડ ડોલર એટલે કે ચાળીશ એક કરોડ રૂપિયા આસપાસનો ખર્ચ આવશે.

સમૂહની બોર્ડ સભ્ય દાન્યા વિટમનરે જણાવ્યું કે જે રીતે ગયા વર્ષે લોકોએ પુલ પરથી કૂદીને આત્મહત્યાઓ કરી છે, તેને ધ્યાનમાં લેતા સાવધાની રાખવાની જરૂર છે. તેમનો આશય બ્રિજ પર એક સુરક્ષા જાળ સેટ કરવાનો છે, કે જેથી કરીને અહીંથી લોકોને કૂદવાની તક ન મળે. તેમણે જણાવ્યું કે તેઓ જાણે છે કે આ થોડા સમયમાં નહીં થઈ શકે. સૌથી દુઃખદ વાત એ છે કે તેઓ 17 વર્ષનાં યુવાનોથી લઈને 86 વર્ષ સુધીનાં વૃદ્ધોને આ પુલ પર મરતા નથી જોવા માંગતા.

આગળની સ્લાઇડ્સમાં જાણીશું ગોલ્ડન ગેટઃ- એક નજરમાં-

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો