મળી આવી 2000 વર્ષ પુરાણી ઐતિહાસિક કળા, જે દટાયેલી હતી જમીનમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તુર્કીમાં મળેલુ 2000 વર્ષ પુરાણું ઐતિહાસિક આર્ટ)
ઈસ્તંબુલઃ તુર્કીના જેઉગમ શહેરમાં પુરથી બચવા માટે ડેમ બનાવવાનું કામ વર્ષ 2000થી થઈ રહ્યુ છે. આ દરમિયાન ખોદકામમાં 2000 વર્ષ પુરાણા ઐતિહાસિક આર્ટના નમુના મળ્યા છે, જે જમીનની અંદર દટાયેલા હતા. આ કળા પાણીમાં વહી ન જાય તે માટે તેને સંરક્ષિત કરવાનું કામ 2007થી આર્કિયોલોજીસ્ટની ટીમ દ્વારા કરાઈ રહ્યુ છે. ટીમે સંરક્ષણ દરમિયાન કરેલા સર્વેમાં જાણવા જોયુ કે આ ગ્રીક અને રોમન કળા છે, જેને ગ્લાસ મોઝેઈક આર્ટ કહે છે. આ કળામાં પૌરાણિક કથાઓના ચિત્ર જોઈ શકાય છે.
આર્કિયોલોજીસ્ટની ટીમે પરિક્ષણમાં જોયુ કે આ કલા હજારો વર્ષો પહેલા ચલણમાં હતી. ટીમ દ્વારા ત્યારથી આ કળાને સંરક્ષિત કરવાનું કામ કરાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ખોદકામના સ્થળ પર અંકારા યુનિવર્સિટીના પ્રો. કુલતમિસ ગ્રોકેના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ આર્કિયોલોજીકલ કમિટી કામ કરી રહી છે. કમિટી આ કળાને સંરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહી છે.
આ કળામાં પ્રાચીન ગ્રીકની પૌરાણિક કથાઓના પાત્રો અને ચિત્રો છે. આ ઉપરાંત ગ્રીક અને રોમન દેવતા ઓસિયેનસ અને ટેથિસના ચિત્ર, યુદ્ધ રથ પર સવાર સમુદ્ર દેવતાનું ચિત્ર સહિત અન્ય ચિત્ર જોઈ શકાય છે. મોઝેક આર્ટ નાના-નાના રંગીન ગ્લાસ, સ્ટોન અને અન્ય મટિરીયલથી બનાવાય છે. આ કળાનો ઉપયોગ ઈન્ટીરીયર ડેકોરેશનમાં કરાય છે.
આગળની સ્લાઈડમાં જૂઓ આ કળા સાથે સંબંધિત કેટલીક અન્ય તસવીરો...