ટૂરિસ્ટની કાર સામે એકાએક આવી ગયા આ પ્રાણી, ફોટોગ્રાફરને ભગાડી મુક્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સાઉથ આફ્રિકામાં કેટલાક ટૂરિસ્ટની કારની સામે એકાએક જ બે ગેંડા (રાઈનો) આવીને ઊભા થઈ ગયો. બંને રાઈનોએ આખો રસ્તો રોકી લીધો હતો. મળતી માહિતી મુજબ તો બંને રાઈનો અંદરોઅંદર ફાઈટ કરી રહ્યાં હતા. થોડીવારમાં તો એમણે ટૂરિસ્ટ તરફ ચાલવાનું શરૂ કર્યું.
ફોટોગ્રાફરને ભગાડી મુક્યો
ગાડીમાં બેઠેલા એક ટૂરિસ્ટ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતા. તે નજીકથી રાઈનોના ફોટો ક્લિક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. એમની સાથે એમની પત્ની પણ હતી. જો કે ફોટા પાડી રહેલા ફોટોગ્રાફરને રાઈનોએ ડરાવીને ભગાડી મુક્યાં. આ ઘટના સાઉથ આફ્રિકાના હલુહલુવે પાર્કમાં બની હતી. આ તમામ ફોટોઝ 68 વર્ષના પીટ વૈન સ્કૈલવીકે ક્લિક કર્યાં છે.
તેમણે કહ્યું કે રાઈનો તેમની કાર સામે આવીને ઉછળ-કૂદ કરી રહ્યાં હતા. જો કે વાઈલ્ડલાઇફના આવા અનુભવોમાંથી તેઓ પહેલા પણ પસાર થઈ ચૂક્યાં હોવાથી તેમને બીક નહોતી લાગી.
આગળની સ્લાઈડમાં જુઓ PHOTOS...
અન્ય સમાચારો પણ છે...