• Gujarati News
  • 15 Year Old Amelia Forman Is Real Life Mowgli Live Wild Animals

અમેરિકાની 'મોગલી ગર્લ', જંગલી પ્રાણીઓ સાથે ચોંકાવનારાં સંબંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૉશિંગ્ટન. ચિમ્પાન્જીઓ સાથે હાથ મળાવવા, હાથીઓની સૂંઢ ઉપર બેસી જવું, જિરાફ સાથે મસ્તી કરવી, કાંગાંરૂઓ વચ્ચે સુઈ જવું અને વાઘ-સિંહ જેવા ખુંખાર પ્રાણીઓનાં બચ્ચાઓ સાથે ધિંગામસ્તી કરવી, આ બધાં કઈ બાળકોનાં ખેલ નથી, પણ અમેરિકાની અમેલિયા ફોરમૈન માટે આ બધી વસ્તુઓમાં કઈંજ નવું નથી. તે ત્રણ વર્ષની હતી ત્યારથી જ તેને પ્રાણીઓ સાથે લાગણીનાં સંબંધો બંધાઈ ગયા.
માતા રૉબિન સ્વાર્જ નેશનલ જ્યોગ્રાફિકમાં ફોટોગ્રાફર છે. વધતી ઉંમર સાથે પ્રાણીઓ સાથે સંબંધ વધું ગાઢ બનતા ગયા. પહેલાં-પહેલાં તેની માતાને ચોક્કસ આ બધું વિચિત્ર લાગ્યું, પણ પછીથી તેમણે પ્રાણીઓ સાથેનાં આ સંબંધને કેમેરામાં કેદ કરવાનાં શરૂ કરી દીધા. આ એક પગલાંને કારણે અમેલિયાને આજે લોકો 'જંગલ ગર્લ'નાં નામે ઓળખે છે.
માતાએ પુસ્તક પણ પ્રકાશિત કર્યું:-
વર્ષ 2012 સુધી રૉબિન સ્વૉર્જ પાસે અમેલિયાની તસવીરોનું એક કલેક્શન ખાસ્સું મોટું અને શાનદાર વધી ગયું હતું. એટલે તેમણે આ કલેક્શનને અમેલિયા એન્ડ એનિમલ નામે એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. આટલું જ નહીં, અમેલિયા પર સિરિઝ બનાવવા માટે ન્યુયૉર્કની અપેરચર ફાઉન્ડેશન ફન્ડિંગ પણ કરી રહી છે.
ફેમિલી ટ્રેજડીએ બદલી નાખી લાઇફસ્ટાઇલઃ-
વર્ષ 2004માં અમેલિયાનાં ગ્રાન્ડ પેરેન્ટ્સનું મૃત્યુ થયું. ત્યારબાદ રૉબિનને સમજાઈ નહોંતુ રહ્યું કે કે તે પોતાનું કામ કરે કે અમેલિયાની દેખરેખ કરે. ત્યારે અમેલિયાની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. ત્યારે પ્રાણીઓ સાથે અમેલિયાનો પ્રેમ જોઈને રૉબિને તેને પોતાની સાથે જ કામ પર લઈ જવાનું શરૂ કરી લીધું.

અમેરિકન ગર્લ અમેલિયાની પ્રાણીઓ સાથે આ ગાઢ મિત્રતાની કેટલીક તસવીરો તમે અહીં જોઈ શકશો, ક્લિક કરો આગળની સ્લાઇડ..