તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી આજ આવતી કાલને ઉજાળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે મારી મીટિંગ કેન્સલ થયા બાદ હું ઘરે પાછો ફરી રહ્યો હતો અને મુંબઈના જુહૂ બીચ પર બપોરના સાડા ત્રણ વાગ્યે ભીડ ન દેખાઈ માટે થોડો સમય દરિયાના મોજાં સાથે વિતાવવાનું નક્કી કર્યું, ગરમી હતી પણ બહુ વધારે ન હતી. કાર પાર્ક કરી, શૂઝ ઉતાર્યા અને મોજાંને અનુભવવા પાણીમાં ચાલ્યો ગયો. આ ઉંમરમાં આમ કરવું મને ઘણું સારું લાગ્યું.
જેવો હું જેવો તેની નજીક ગયો મેં તેને કહેતા સાંભળ્યો, ‘કબડ્ડી કબડ્ડી!’ તે એકલો ગલીઓમાં રમાતી તે લોકપ્રિય રમત રમી રહ્યો હતો, પોતાની વિરોધી ટીમ સાથે, જેમાં લહેરો સિવાય કશું જ ન હતું. જ્યારે લહેર પાછળ જાય ત્યારે તે દોડીને જાય અને તેને પકડે અને જ્યારે લહેરો ફરી તેના પર ઝપટ મારે તો તે બચવા માટે પાછળ ભાગે. લહેરો તેના પગને અડવાનો પ્રયાસ કરતી. તે છોકરાને તેની વિપક્ષી ટીમ એટલે કે લહેરો પકડાવાનો પ્રયત્ન કરતી તે અને તેની સામે હાર ન માનતા છોકરાને જોવો ઘણું મજેદાર હતું.
પાંચ મિનિટ પછી થાકેલો, પસીનાથી રેબઝેબ છોકરો પાછો આવ્યો. તે અમુક ગેમ હારી ગયો હતો અને અમુક તેણે જીતી પણ હતી. મેં તેને મારી સાથે બેસવાનું કહ્યું અને તેની સાથે થોડો સમય વાતો કરી. તે બોલતો જ ગયો. એક વાર પણ તેની વાતચીત મને બોરિંગ ન લાગી. તે દેખાવમાં હેન્ડસમ હતો, જેવો તેની ઉંમરના બધા છોકરા દેખાવા ઇચ્છતા હોય. તેને જિમ્નાસ્ટિકનું જનૂન હતું અને અમુક બહુ સારા મિત્રો પણ હતા. પરંતુ તે બહુ જલદી પ્રસિદ્ધિ ઈચ્છતો હતો અને એ પણ ઇચ્છતો હતો કે તેની જિંદગીમાં આવતી દરેક છોકરી તેના પર સંપૂર્ણ ધ્યાન આપે. પરંતુ તે એક નાખુશ છોકરો હતો, અંદર સુધી વિચલિત હતો અને બહુ મુશ્કેલીથી જ સૂઈ શકતો હતો.

મેં તેને ડેન મિલમેનનું પુસ્તક ‘વે ઑફ ધ પીસફૂલ વૉરિયર: એ બુક ધેટ ચેલેન્જ લાઇવ્સ’(શાંતિપૂર્ણ યોદ્ધાની રાહ: એક પુસ્તક જે જિંદગી બદલી દે છે) વાંચવા માટે કહ્યું. મેં તે પુસ્તક વર્ષો પહેલાં વાંચ્યું હતું, જેમાં હીરો પોતાની જિંદગીનો અર્થ પામવા માટે સંઘર્ષ કરે છે. તે વ્યાવસાયિક લેવલે તો સફળ છે, તેમ છતાં જિંદગી તેને અધૂરી લાગે છે. આના પર બાદમાં ફિલ્મ પણ બની. આ પુસ્તક હઠપૂર્વક કહે છે કે તમારી આસપાસનો દરેક જણ જણાવે છે કે તમારા માટે શું સારું છે. તે નથી ઇચ્છતા કે તમને તમારા જવાબો મળે, કેમ કે તેઓ ઇચ્છે છે કે તમે એમના જવાબો પર વિશ્વાસ કરો.
ફંડા એ છે કે દરરોજ તમને કોઈ એવું કારણ મળી શકે છે કે જે તમારો પછીનો દિવસ ખુશનુમા બનાવી દે.
અન્ય સમાચારો પણ છે...