તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ પોએટ્રી ડે... વિશ્વની સર્વશ્રેષ્ઠ રચનાઓ...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે વિશ્વ કાવ્ય દિવસ છે. તેની ઉજવણી પાછળનો હેતુ કવિઓ-રચયિતાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો છે. યુનેસ્કોએ વર્ષ 1999માં પેરિસ સંમેલનમાં 21મી માર્ચને વર્લ્ડ પોએટ્રી ડે જાહેર કર્યો હતો, જે દર વર્ષે કોઈ એક મહાન રચયિતાને સમર્પિત કરાય છે. આ વર્ષે આ દિવસ તિબ્લિસી (જ્યોર્જિયા)ના કવિ નિકોલસ બાજાતશવિલી (1817-1844)ને સમર્પિત કરવામાં આવ્યો છે. તેમણે 32 કવિતાઓની રચના કરી હતી. કવિતાઓમાં માનવીય ભાવનાઓને ગ્રહણ કરવાની અદ્વિતીય ક્ષમતા રહેલી છે. યુનેસ્કોના મહામંત્રીએ કહ્યું કે, ‘કવિતા એ બારી છે, જ્યાંથી માનવતાની વિવિધતા શ્વાસ લે છે.’

-  મહાભારત
મહર્ષિ વેદવ્યાસે સંસ્કૃતમાં રચેલા મહાકાવ્ય મહાભારતમાં એક લાખ કરતાં વધારે શ્લોક છે. તેમાં પ્રાચીન ભારત તેમજ પાંડુલિપિઓમાં ઉલ્લેખિત યુદ્ધોની વાત પણ છે. તેના પર ઓક્સફોર્ડ સહિતની વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરાયા છે.

-  રામાયણ
મહર્ષિ વાલ્મીકિ રચિત આ પવિત્ર ગ્રંથરૂપ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક છે. આ પ્રથમ સંસ્કૃત મહાકાવ્ય છે. જેના કારણે વાલ્મીકિ ઋષિને આદિકવિ કહેવામાં આવે છે. રામાયણનો પણ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

-  કાલિદાસ
ગુપ્તયુગમાં થઈ ગયેલા સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર માનવામાં આવે છે. તેમના જ્ઞાનને અનેક રાજાઓ પણ સ્વીકારતા. તેમણે અભિજ્ઞાન શાકુન્તલ, મેઘદૂત, વિક્રમોર્વશીય જેવી રચનાઓ કરી છે.

20 વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્ય

-  ધ એપિક ઑફ ગિલ્ગામેશ (ઇ.પૂર્વે 2000 વર્ષ)
-  ધ ઇલિયડ(ઇ.પૂર્વે 800 વર્ષ)
-  ધ ઓડેસી(ઇ.પૂર્વે 800 વર્ષ)
-  મહાભારત(ઇ.પૂર્વે 350 વર્ષ) 
-  વર્જિલ ધ એનાઇડ(ઇ.પૂર્વે 19)
-  ઓવિડ મોટામોર્ફોસેઝ(ઇ.પૂર્વે 8)
-  શાહનામા - ફિરદોશી(11મી સદી)
-  બેવૂલ્ફ(9મી સદી-10મી સદી)
-  ધ નિબેલુન્ઝેન્લિયડ(13મી સદી)
-  ધ સોંગ ઑફ રોલેન્ડ(11-12 સદી)
-  ધ સાગા ઑફ ગ્રેટિયર ધ સ્ટ્રોન્ગ
-  આઇસલેન્ડિક સાગા(13-14 સદી)
-  લુડોવિકો અરિઓસ્તો(1532)
-  ધ ડિવાઇન કૉમેડી(1380-1321)
-  લુઈ દે કેમિઓન્સ(1572)
-  ધ ફેરી ક્વીન(1590)
-  પેરેડાઇઝ લોસ્ટ(1667)
-  ધ રેપ ઑફ ધ લોક (1714)
-  એપિક ઑફ માનસ (1792માં પ્રકાશિત)
-  લોર્ડ બાયરન(1819)
-  એજરા પાઉન્ડ(1975-1962)
 
ગીતાંજલિ
ગીતાંજલિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની 157 કવિતાઓનો વિશ્વસ્વીકૃત સંગ્રહ છે. 14 ઑગસ્ટ, 1910ના રોજ બંગાળીમાં પ્રસિદ્ધ મૂળ રચનાને નવેમ્બર 1912માં અંગ્રેજી, ત્યાર પછી વિશ્વની અન્ય ભાષાઓમાં અનુવાદિત કરાયો. 1913માં ગુરુદેવને નોબેલ અપાયો.

સર્વશ્રેષ્ઠ રચનાઓ
-  સોનેટ 18- વિલિયમ શેક્સપિયર
-  હોલી સોનેટ 10- ડેથ, બી નોટ પ્રાઉડ - જોન ડન
-  ડેફોડિલ્સ - વિલિયમ વર્ડ્ઝવર્થ
-  અ સેમ ઑફ લાઇફ- હેનરી વેડ્ઝવર્થ લોંગફેલો
-  ઓન હિઝ બ્લાઇન્ડનેસ - જોન મિલ્ટન
-  ધ ટાઇગર - વિલિયમ બ્લેક
-  ઓડ ઓન અ ગ્રેશિયન અર્ન - જોન કિટ્સ
-  ઓઝેમેનડિયસ - પર્સિ શેલે
-  ધ ન્યૂ કોલોસસ - એમા લેઝારસ
-  ધ રોડ નોટ ટેકન - રોબર્ટ ફ્રોસ્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો