તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મ એ જ સાચી, શ્રેષ્ઠ ઉપાસના છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાના સમગ્ર કર્તવ્યોનું નિષ્કામભાવથી વહન જ કર્મયોગ છે

બે મિત્રો વચ્ચે મિત્રતા હતી, પણ દ્રષ્ટિ અને વિચારમાં બંને વચ્ચે ખૂબ જ અંતર હતું. એક હંમેશાં ઈશ્વર પાસે કંઈક ને કંઈક માંગતો રહેતો અને બીજો હંમેશાં પોતાના કામમાં મશગુલ રહેતો. એક દિવસ બંને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે સિંદુરથી લથબથ બે પથ્થરો જોયા. પહેલા મિત્રએ તરત જ હાથ જોડીને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરવા લાગ્યો. બીજા મિત્રએ આ પથ્થરોમાંથી ભગવાનની એક સુંદર મૂર્તિ‌ બનાવી દીધી. એક શ્રદ્ધાળુએ તે મૂર્તિ‌ ખરીદી અને એક મંદિરમાં તેની સ્થાપના કરી દીધી.

એક દિવસ બંને મિત્રો મળ્યા, તો પોતાના આરાધ્ય દેવની વાતો કરવા લાગ્યા. પહેલાએ દુ:ખ અને ક્લેશ પ્રગટ કર્યો, પણ બીજાએ પ્રસન્નતા અને પ્રગતિના સમાચાર આપ્યા. હકીકતમાં પહેલો મિત્ર મહેનતની જગ્યાએ નસીબના ભરોસે રહેતો હતો, ત્યાં બીજો કર્મમાં વિશ્વાસ રાખતો હતો અને માનતો હતો કે સાચી ઉપાસના કર્મશીલતામાં જ છુપાયેલી છે. ખરેખર તો પોતાના સમગ્ર કર્તવ્યોનું નિષ્કામભાવથી વહન જ કર્મયોગ છે અને તે જ સાચી ભક્તિ અથવા તો ઉપાસના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો