તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓ ક્યારેય પણ પોતાની જાતને એકલીઅટૂૂલી સમજે નહીં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ સરસ રીતે મલ્ટી ટાસ્કિંગ કરી શકે છે. આપણા દેશમાં એવી અનેક મહિલાઓ છે જે સીઇઓ બની છે. આવી મહિલાઓના નામની યાદી સતત વધી રહી છે. આજના જમાનામાં દરેક માટે મલ્ટી ટાસ્કિંગ જરૂરી માનવામાં આવે છે. કોઈ પણ વ્યવસાય હોય કે નોકરી. દરેક ક્ષણે કંઈકને કંઈક બદલાતું રહે છે. પરિવર્તન આંખના પલકારે થતું રહે છે. આપણે તેને પારખતા થવું પડશે અને ત્રણ-ચાર કામ એક સાથે કરતા થવું પડશે. નોકરી-વ્યવસાય કરતી મહિલાઓને ઘર પણ ચલાવવું પડે છે.

બન્ને સારી રીતે ચલાવવા માટે સંતુલન રાખવું પડે છે અને આ સંતુલન સાધવામાં આ કૌશલ્ય કેળવવામાં મહિલાઓ પુરુષો કરતા મેદાન મારી જાય છે. આ સંતુલન સાધવા માટેની કોઈ ફોર્મ્યુલા નથી. મારે પણ નોકરી કરવાની હતી અને સાથોસાથ સંતાનોના ઉછેરનું ધ્યાન પણ રાખવાનું હતું. તેમ છતાં પણ નોકરીમાંથી ઘણો આનંદ પણ મળતો હતો. આ પડકાર ઘણો મોટો હતો પણ હું તેનો સામનો કરી શકી હતી. હું હાર્વડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા હતી. પ્રારંભના સમયમાં વધારે મહિલાઓ જોવા મળતી નહીં. તેથી મારે સતત નોર્મલ રહેવું પડતું. તમે પ્રોફેશનલ અભિગમ રાખો અને પોતાની જાતને વિચિત્ર કે અલગ ન સમજો તે એક જ વાત છે.

જો તમે પોતાની જાત માટે એવું ફીલ કરશો તો પછી અન્ય લોકો પણ તમને વિચિત્ર કે અલગ નહીં પણ નોર્મલ રીતે જોવા લાગશે. આ વાત હું મારા અનુભવના આધારે કહું છું. રસ્તા પર જ્યારે ચાલીએ છીએ ત્યારે પ્રથમ રહીશું એવું લક્ષ્ય નથી હોતું. પણ હા, સફળ થઈશું એવું લક્ષ્ય તો અચૂકપણ હોય છે અને હોવું જ જોઈએ. મારા માટે પણ એવું કહેવાય છે કે પ્રથમ મહિલા જે હાર્વડમાં ભણી, ફીક્કીની પ્રથમ પ્રેસિડેન્ટ બની. આગળ વધીએ ત્યારે તે અવશ્ય ધ્યાનમાં રાખવું પડે છે કે આપણે યોગ્ય રસ્તે આગળ વધીએ. કારણ કે આપણા કામ પર દરેકની નજર હોય છે. તમારા અભિગમના કારણે તમારા પછી આવનારી મહિલાઓનો માર્ગ નક્કી થાય છે. મને જે મુશ્કેલીનો અનુભવ થયો તે સુરક્ષાને લગતી હતી.

જ્યારે અમે કોલેજથી દિલ્હીમાં ઓટો રિક્શામાં જતા ત્યારે રસ્તામાં સૂમસામ વિસ્તાર આવતો. દિલ્હીમાં લેડી શ્રીરામ કોલેજમાં ભણતા ત્યારે યુનિવર્સિટીની સ્પેશ્યલ બસો દોડાવવામાં આવતી. અત્યંત પીડા સાથે મારે કહેવું પડે છે કે ત્રીસ વરસ થયા છતાં પણ મહિલાઓની સુરક્ષાને લઈને દિલ્હીની સ્થિતિ હજુ એવીને એવી જ છે. મહિલા સુરક્ષાનો મુદ્દો આજે પણ એટલો જ ગંભીર છે જેટલો ત્રીસ વર્ષ પહેલા હતો. પેનલ ડિસ્કશન કે કોઈ સેમિનારમાં જ્યારે એકમાત્ર મહિલા હોવા બદલ મારી સામે સવાલ કરવામાં આવે છે ત્યારે હું સહેજપણ ડરતી નથી. સરકારી ઓફીસોમાં કોઈ કામ માટે જતી ત્યારે પુરુષોને એક એક કલાક રાહ જોવી પડતી જ્યારે મને તરત બોલાવી લેવામાં આવતી. અત્યારે જે વાતાવરણ છે તેમાં મહિલાઓ માટે અપાર તકોનું સર્જન થયું છે. મહિલાઓએ આ તકોનો લાભ અચૂકપણે લેવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...