મૂડી રોકાણને રોજગારીમાં કયારે પલટાવીશું?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂડી રોકાણને રોજગારીમાં કયારે પલટાવીશું?

વાસ્તવિકતા | ગુજરાતમાં 2006માં રોજગારનો આંકડો 55000 હતો, તે 2008માં વધીને 83000 જ થયો છે


1લી સપ્ટેમ્બરે જાપાનની રાજધાની ટોક્યોના આકાસારા મહેલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ઓબે વચ્ચે 33.6 બિલિયન ડોલરના રોકાણના કરારો થયા. આ રોકાણ પાંચ વરસમાં ભારતની અનિવાર્ય બની ગયેલી માળખાંકીય સગવડ; સ્વચ્છ ઊર્જા, બુલેટ ટ્રેન જેવા ક્ષેત્રોમાં જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં થનાર છે. વડાપ્રધાનની આ વાટાઘાટાની ભોટેભાગે મોટા રોકાણની નજરે જ મોટી આભા ઊભી કરાઈ છે.
પણ હકીકતમાં વશ્વમાં અત્યારે ‘જીઓ પોલિટિકલ’ બનાવો એવું મહત્ત્વ ધરાવી રહ્યા છે કે, ભારતની જાપાન સાથેની મંત્રણા ચીનની વિસ્તારવાદી નીતિ ઉપર કેવી અને કેટલી અસર ઊભી કરે છે એ વિશેષ મહત્ત્વનું છે. પણ આ અસર તો હવે પછી જોવા મળશે.કારણ, મૂડી રોકાણ તો જાપાન ભારતમાં પણ વરસોથી કરતું આવ્યું છે. જાપાનને વિદેશમાં મૂડી રોકાણની ઘણી મોટી જરૂર છે, કારણ એનું પોતાનું બજાર તો એના અશિયાના પડોશી ચીન અને ભારતની તુલનામાં બહુ નાનું છે.
જાપાન જેને ‘ઓવરસીઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ’ (ODA) કહે છે તે રોકાણ ભારતમાં છેક 1958થી કરતું આવ્યું છે. અત્યારે પણ જાપાનની 1654 બિલિયન જાપાની યેનની સહાયથી 31 મે 2013 સુધીમાં 67 યોજનાઓ અમલમાં છે. જેમાં દલ્હી, ચૈનાઈ, બેગલોરની મેટ્રોરેલ યોજના; હૈદરાબાદની રીંગરોડ યોજના; બેંગ્લોર શહેરની પાણી-ગટર યોજના અને ભારત ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્ટના પહેલા અને બીજા તબક્કાનો સમાવેશ થાય છે. પણ વદેશી સહાયની સામેની યોજના પૂરી કરવાની આપણી ક્ષમતા એટલી ધીમી છે કે, આપણે એને જલદી વાપરી શકાતા નથી.

આ વદેશી રોકાણનો ખર્ચ કરવાની આપણી ક્ષમતા કેવી છે તે જાપાન એકલાની સહાયની ચૂકવણી પરથી જોવા મળે છે. દાખલા તરીકે 2008-09માં આપણે રૂ. 11313.32 કરોડ ખર્ચવાની કબૂલાત કરેલી પણ ખરેખર માત્ર રૂ. 5851.48 કરોડ ખર્ચી શકયા. આ પછી 2012-13માં આપણે રૂ. 23179.77 કરોડ ખર્ચવાની ખાતરી આપેલી જેની સામે માત્ર રૂ. 7259.95 કરોડ ખર્ચી શકાયા છીએ. ઉપરની જાપાનીઝ રોકાણની સૌથી મોટી સહાય હતી. તેમાં જાપાને ભારતને સવા બે લાખ કરોડ યેન આપવાનો કરાર કર્યો હતો. પણ આ યોજના જમીન પર હજુ પ્રાથમિક તબક્કામાં જ છે.
એકંદરે જાઈએ તો 2008-09થી 2012-13 વચ્ચેના ખર્ચ કરી શક્યું છે. બહુ ઓછાને જાણે છે કે, વિદેશોની સસ્તી લોન ભારત પ્રથમ ખર્ચે છે, પછી ભરપાઈ થતી હોય છે. એટલે વડાપ્રધાનની જાપાનની મુલાકાત, ભારત જાપાન વચ્ચેના સંબંધો ગાઢ કરવાની દૃષ્ટિએ જરૂર સફળ થઈ ગણાય કારણ ચીન એનું વર્ચસ્વ મુખ્યત્વે અશિયા અને આફ્રિકામાં વધારવા માગે છે તેમજ ચીન અને જાપાન વચ્ચે જાપાનના નજીકના દરિયામાંના ટાપુ પરના વર્ચસ્વ માટેની તંગદિલી ચાલે છે ત્યારે એ સંદર્ભમાં આ મુલાકાતની સફળતાને આંકવાની જરૂર છે.
પ્રતિભાવનો ખ્યાલ આવશે. અત્યારે તો ચીને મુત્સુદ્દીભર્યો પ્રતિભાવ આપ્યો છે.બીજી તરફ નરેન્દ્ર મોદીએ પોતે પણ, ભારતમાંના વિદેશી રોકાણ વધારવાના હેતુથી જાપાનની મુલાકાતને આકાર આપ્યો હતો અને એટલે જ ભારતના મહત્ત્વના ગણી શકાય એવા ઉદ્યોગપતિઓને સાથે લઈ ગયા હતા. આ પ્રવાસમાં વિદેશમંત્રીને પણ સાથે લીધા નહતા. ત્યાં એના પ્રવચનમાં પણ જાપાન સાથેના સંબંધ વધુ મજબૂત કરવાનો રણકો હતો. અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ ‘વાયબ્રન્ટ સંમેલનો’ મારફત મોટા રોકાણ મેળવવાને દાવો કર્યો હતો.

ભારતનો અત્યંત મહત્ત્વનો મુદ્દો આવા વદેશી રોકાણમાંથી મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવાનો છે તોજ એમણે ત્રણ ‘ડી’નો જે ઉલ્લેખ કર્યો છે, એમાંના એક ડેમોગ્રાફિના મુદ્દાને ન્યાય આપ્યો ગણાય.ખુદ ગુજરાત સરકારની વર્ષ 2011-12ની સામાજક, આર્થિક સમીક્ષાના પાન 25 પર જણાવ્યું છે કે-‘રાજ્યે જાન્યુઆરી 1983થી શરૂ કરીને સપ્ટેમ્બર 2011 સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી રૂ. દસ લાખ કરોડના સંભાવત રોકાણ સાથેના 13231 ઉદ્યોગ સ્થાપવાના આવેદનપત્રો (IEM) પ્રાપ્ત કરેલ છે’ આની પાછળ પણ લોકો માટે વપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે એવી ધારણા હતી.
પણ હકીકતમાં એવું થયું નથી. ખુદ સરકારના અધિકૃત આંકડા કહે છે કે, 2006માં રાજ્યમાં ઉત્પાદન કરતા કારખાનાની સંખ્યા 22480 હતી તે 2012માં વધીને 277454 થઈ છે એટલે કે સાત વરસમાં 5274 કારખાના વધ્યા. ઈરાદાપત્ર 13231 ઉદ્યોગ સ્થાપવાના મળ્યા હતા. આ વધારો તો કંઈક ઠીક કહેવાય; પણ રોજીનો વધારો તો 55000 (2006)માંથી વધીને 2012માં 81000 થયો. જ્યારે 2007 અને 2008માં અનુક્રમે 82 અને 83000 હતો. એટલે કે ત્યાર પછી ઘટી ગયો છે. જાપાનની સફળ ગણાતી મુલાકાત પછી વદેશી મૂડી રોકાણ વપુલ રોજગારીમાં પરિણમે તો સફળતા જોડે સાર્થકતા પણ મળે.