શિક્ષણને સમાજમાં બેવડું સ્થાન ક્યારે મળે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણા દેશમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સાથે બળાત્કારના વધતા કિસ્સા ચિંતાનો વિષય છે. તેના મોટાભાગના આરોપી કાયદાની ખામીને કારણે બચી જાય છે. આ જ કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બાળ યૌન-ઉત્પીડન રોકવાને લગતું એક બિલ સંસદમાં પસાર કરાયું. જોકે નવ વર્ષિ‌ય એક બાળકીનો કિસ્સો બિલકુલ અલગ છે, જેનું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માનાગામમાં તેના પાડોશી દ્વારા યૌન-શોષણ કરાયું હતું. આ પીડિત બાળકી માનસિક રીતે સામાન્ય નથી અને ર્કોટ આવાં બાળકોની વાતો પર વધારે ભાર નથી આપતી, પરંતુ એક પ્રાઇવેટ સ્કૂલની પ્રાધ્યાપિકા અને માનસિક રીતે અવિકસિત બાળકોના શિક્ષણનાં વિશેષજ્ઞ ૩૬ વર્ષિ‌ય પૂર્ણિમા ખાડેની મદદ બાદ તેના કેસની સુનાવણી થઈ અને અત્યાચારીને સજા ફરમાવવામાં આવી. નિરંજન યાદવની (પ૩ વર્ષ)ની માનસિક રીતે અવિકસિત અને બોલવા-સાંભળવામાં લાચાર બાળકી પર કુકર્મના આરોપમાં ધરપકડ કરાઈ હતી. અહીંયાં મેડિકલ રિપોર્ટ્સને મેનેજ કરી લેવાયા હતા, જેથી કોઈ વાતની સાબિતી ન મળી. અહીં પોલીસે પૂર્ણિમાની મદદ લીધી. આ કેસ શરૂ થયો તે સમયે ૧૦ વર્ષની આ બાળકી તેની માતા સાથે ચીપકીને રહેતી હતી. પૂર્ણિમાએ ર્કોટ પાસે થોડો સમય માગ્યો અને બાળકી સાથે હળી-મળી ગઈ. ર્કોટરૂમમાં તેમણે શરૂઆતમાં બાળકીને તેની સ્કૂલ, માતા-પિતા, રમકડાં, આઇસક્રીમ જેવા વિષયો પર સામાન્ય સવાલ પૂછયા. પછી તેમણે પૂછયું કે, તે દિવસ તેના માટે કેવો હતો, તેણે તે દિવસે શું પર્હેયું હતું, તે આરોપીના ઘરમાં ક્યાં બેઠી હતી, પરંતુ જ્યારે આરોપીને જજ સમક્ષ લાવાયો તો તે બાળકી ભારે ગુસ્સે થઈ જોર-જોરથી બૂમો પાડવા લાગી. પૂર્ણિમાએ ર્કોટમાં આખરે એ સાબિત કરી દીધું કે, આ પ્રકારનાં બાળકો જુઠ્ઠં નથી બોલી શકતાં, કારણ તે જાણતાં જ નથી હોતાં કે, જુઠ્ઠં શું હોય છે. ફંડા એ છે કે, તમારા શિક્ષણને સમાજમાં ત્યારે બેવડું સન્માન મળે છે, જ્યારે તેનો ઉપયોગ આજીવિકાની સાથે સાથે આવા કિસ્સામાં કરાય છે. આ એક પ્રકારે ગ્રેજ્યુએશન સર્ટિ‌ફિકેટની સાથે પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવવા જેવું છે. -એન. રઘુરામન, raghu@bhaskarnet.com