તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું આ રીતે ઘડાશે આપણા દેશના ભાવિ નેતાઓ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિલ્હી વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓ યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓ ભાવિ નેતાઓ માટે પાયારૂપ મનાય છે. આજે અડધા કરતાં વધારે સાંસદોની પૃષ્ઠભૂમિ યુવા રાજકારણની છે. વિદ્યાર્થી સંઘોના અનેક પ્રમુખો રાષ્ટ્રીય નેતા બન્યા છે, છતાં આપણે આટલી મહત્ત્વપૂર્ણ સંસ્થાની કાર્યપ્રણાલીની સંપૂર્ણ ઉપેક્ષા કરી છે.

આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો કૂદી પડે છે અને સાથે પોતાની તમામ ‘રીતરસમ’ પણ લાવે છે, જેનો તેઓ ચૂંટણીઓમાં પણ ઉપયોગ કરે છે. જો ગણતરી કરીએ કે કેટલાં પોસ્ટર છપાયાં હતાં, તો આ આંકડો સરકારે નક્કી કરેલી પાંચ હજાર રૂપિયાની મર્યાદાને સહેલાઈથી કૂદાવી જશે. આના પરથી એવું નક્કી થઈ જાય છે કે રાજનીતિમાં કોણ આવશે અને રાજનેતા તરીકે તેઓ કેવું કામ કરશે? એનએસયુઆઈના એક અધ્યક્ષે મને એક વાર ભારે ગર્વથી કહ્યું હતું કે કૉલેજમાં હિંસક રેલી કાઢવાના કારણે કેટલાય દિવસો સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં વિતાવેલા સમય અંગે તે એવી રીતે વાત કરતો હતો, જાણે તેનું સન્માન કરવામાં આવ્યું હોય.

કૉલેજનો સમય બૌદ્ધિક વિકાસ કરવાનો છે. આશા રાખીએ કે આપણા ભાવિ નેતાઓ બંધારણનો અભ્યાસ કરે તથા આપણા રાજકીય ઇતિહાસ વિશે શીખે. જો રાજકીય પક્ષો કૉલેજના વિદ્યાર્થીઓને ચૂંટણીના હથકંડા શીખવશે, તો ભાવિ પેઢીના સારા નેતાઓને સફળતાપૂર્વક ઘડવાનું કામ વધારે મુશ્કેલ થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો