ઉત્તર પ્રદેશમાં આ શું થઈ ગયું? : જાણો 10 પ્રશ્નો દ્રારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં બીજેપીને ત્રણ ચતુર્થાંશ બહુમત મળી ચૂક્યું છે. યૂપીની સત્તામાં બીજેપીની 15 વર્ષ બાદ વાપસી કરશે. 37 વર્ષ પછી યુપીમાં કોઈ પક્ષને 300+ બેઠક મળી છે. આવું ક્યાં કારણસર થયું?, હવે શું થશે? વગેર જેવા 10 પ્રશ્નોના જવાબ જાણીએ..
 
 
પ્રશ્ન 1: ઉત્તર પ્રદેશમાં આ શું થઈ ગયું?
ઉત્તર: ચમત્કાર! સૌથી વધારે આશ્ચર્ય ખુદ ભાજપને છે.
 
પ્રશ્ન 2: ભાજપની આવી અકલ્પનિય જીતનું કારણ શું? 
ઉત્તર: ત્રણ કારણ છે: નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી.
 
પ્રશ્ન 3: શું પાર્ટી, પૉલિસી, પર્ફોમન્સ કોઈ કારણ નથી?
ઉત્તર: આ કારણો પણ અત્યંત મહત્ત્વના. પણ આ તમામ કારણો નરેન્દ્ર મોદીના માધ્યમ છે. ત્રણ જૂથમાં વહેંચીને આ માધ્યમને જોઈ શકાય છે:
કેન્દ્રની નીતિઓ, ભાજપ, સપા-બસપા. તેમાં 3-3 બિંદુઓ છે:
અ. નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક અને ઉજ્જવલા એલપીજી સ્કીમ.
બ. અમિત શાહ, ભાજપ કાર્યકર્તા. પાર્ટીમાં ‘ડૂ ઑર ડાઇ’ જેવો ઉન્માદ. 
ક. યાદવ પરિવારના ઝઘડાનું નાટક. ધીમી ગતિએ વધેલો અખિલેશનો દંભ. માયાવતીનો પોતાની જાત પર ઘટેલો વિશ્વાસ. 
 
પ્રશ્ન 4: અને કોંગ્રેસ?
ઉત્તર: ઉત્તર પ્રદેશની ગત ચૂંટણીમાં જ કહેવત રચાઈ હતી: ‘હાલત ખરાબ થઈ જવી એટલે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસવાળી થવી…’ આ રીતે જોઈએ તો સાત બેઠકો પણ વધારે છે. પણ પંજાબમાં પાવરફુલ જીત અને મણિપુર, ગોવામાં સારો દેખાવ તેને નવી તાકાત આપી શકે એમ છે. ભલે પછી કોંગ્રેસીઓ કહે કે પંજાબનો વિજય રાહુલ ગાંધીનો નહીં પણ પોતાની છેલ્લી ચૂંટણી જાહેર કરનાર કેપ્ટન અમરિન્દરનો છે. 
 
પ્રશ્ન 5: શું પરિણામ જ્ઞાતિ-ધર્મના રાજકારણનો અંત છે?
ઉત્તર: મતદાતા ત્રણ બાબતો ઈચ્છે છે. 1. કામ 2. કનેક્ટ 3. ચમત્કાર. પણ નેતાઓ-પાર્ટીઓ કોઈ રીસ્ક લેશે નહીં. સપા-કોંગ્રેસનો યાદવ-મુસ્લિમ સપોર્ટ હવે અંતના આરે છે. માયાવતીની દલિ-મુસ્લિમ-બ્રાહ્મણ વોટબેન્કના પણ તળિયા દેખાઈ રહ્યા છે. ભાજપની બિન યાદવ પછાત, બિન જાટ-દલિત અને વ્યાપક હિંદુ વોટનું કદ હવે સંકોચાયું છે. પણ એકએક ગામ, એકએક ગલીમાં દરેક પાર્ટીએ જ્ઞાતિ-ધર્મના નામે જ ઘૂસણખોરી કરી છે અને કરતા રહેશે. જો કે જનતા હવે જ્ઞાતિ આધારિત રાજકારણને નકારી ચૂકી છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,કોઈ ચોંકાવનારી વાત?...
અન્ય સમાચારો પણ છે...