• Gujarati News
  • We Did Not Know Slightly It Could Be Said That The Situation Is Not The Same

ચાલો, કબૂલ કરીએ કે...‘અમને જરીકે ખબર નહોતી કે..’ એમ બોલી શકાય એવી આ પરિસ્થિતિ જ નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કટોકટી મોટી તો ખરી, પણ ન પંચોતેરવાળી, ન પંદરવાળી, વળી પાછી સાવ ખુલ્લેખુલ્લીયે નહીં, એકદમ ઢંકાયેલી, સંતાયેલી, સહેલાઈથી પરખાય નહીં, અને ઉગ્ર ચર્ચા માટેનો મુદ્દો ન બની શકે એવી. છતાં હાજરાહજૂર એની અસર ધીમા ઝેર જેવી. એનું મારણ શોધવામાં વાર લાગે તો સો ટકા જીવલેણ.

ચાલો, કોઈ પણ એક કૌભાંડનું નામ લઈએ. હાથવગાં ઘણાં છે. એટલે એમાં વાર નહીં લાગે. વ્યાપમ? ભલે, વ્યાપમનો વ્યાપ વિચારીએ . બારથી ચાલે છે કે ચૌદથી એની પંચાત નથી કરવી.સાવ ઉપરછલ્લી નજરે જોવામાંયે એનો ઘેરાવો કેટલો ડરામણો લાગે છે ! સાદો ભષ્ટાચાર નહીં, આ તો ખેલ ખતરનાક. એની મેલી નજર પડે કે ભલભલાં લાકડું થઈને પડે. કેમ મર્યા, ક્યા મર્યા, કોણે માર્યા, એ પછી ચાલતી પીંજણ, હકીકત એટલી કે એ મરી ગયા.
એક સમુદાય છે સાધારણ પરિવારોમાંથી આવતાં યુવતીઓ અને યુવાનોનો નાનીનાની ઈચ્છાઓ પોષતાં, અને જીવનમાં બે ચાર પાંદડે લીલાં થવાની અભિલાષા સેવતાં. બીજા સમુદાય છે થોડીક વગ ધરાવનારાઓનો આ બધાં કશુંક કરી શકવાની સ્થિતિમાં છે. આ કશુંક એટલે પૈસાના બદલામાં ગેરરીતિ આચરવાની આવડત અને પોતાના નાના-મોટા હોદ્દાનો દુરુપયોગ આ બંને સમુદાયની ઉપર છે ટોચની વ્યક્તિઓ, જેમના અંતરાત્મા નિદ્રાધીન છે, જે સાચા-ખોટાથી અને નીતિ-અનીતિથી પર છે. ઉત્તરદાયિત્ત્વ અને જવાબદારી જેવા શબ્દો એમને માટે અન્ય ગ્રહ પર બોલાતી અને ન સમજાતી ભાષાના શબ્દો છે.

કૌભાંડ કોઈ પણ હોય, એમાં અગણિત માથાંઓ સંડોવાયેલા હોય છે. ખોટું થઈ રહ્યું છે. એની જાણકારી હોવી, ખોટું કરવામાં ભાગીદારી હોવી, ખોટું થયા પછી જે લાભ મળે એ અંકે કરવો, ખોટું ચલાવી લેવું- આ સમગ્ર પ્રક્રિયામાં અનેક સામેલ છે. જે દેખાતાં નથી અને ગણાતાં નથી એવાં અનેક. આ સંખ્યા બાબતે શાંતિથી વિચાર કરતાં તમ્મર આવી જવાનાં. પ્રત્યેક ષડયંત્રનું એક આખે આખું તંત્ર હોવાનું . એમાં તળિયેથી લઈને ઉપર લગી. પૂરી સાવધાનીથી, ચોક્કસાઈ અને ચાલાકીથી, ઝીણવટ અને પરિપૂર્ણતાથી છેતરપિંડીનું જાળું રચાયું હશે. અત્યારના સમયમાં મળતાં અનેક આધુનિક સાધનોનો લાભ લેવાયો હશે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...