મિડવેની લડાઈ...સિત્તેર વર્ષ પહેલાં થયેલું ઐતિહાસિક દરિયાઈ યુદ્ધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિડવે યુદ્ધ બીજા વિશ્વયુદ્ધમાં પેસિફિક યોજના દરમિયાન થયેલું સૌથી મહત્ત્વનું યુદ્ધ હતું. વર્ષ ૧૯૪૨માં ૪ થી ૭ જૂન વચ્ચે મિડવે દ્વીપ પર કબજો જમાવવા માટે થયેલા યુદ્ધમાં અમેરિકી નૌસેનાએ જાપાનની ઈમ્પિરિયલ નેવી સામે નિર્ણાયક જીત મેળવીને તેના કાફલાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હતું. ૧૯૪૨ની શરૂઆતમાં જાપાન પ્રશાંત મહાસાગરમાં પોતાની વિસ્તારવાદી યોજનાઓને અંજામ આપવાની સાથે મલેશિયા, સિંહાપુરસ ડચ ઈસ્ટ ઈન્ડિઝ, ફિલીપાઈન્સ સહિ‌ત અનેક દ્વીપોને પોતાના તાબા હેઠળ લાવી દીધા હતા. તેની આ યોજનામાં અમેરિકાનો સૌથી મોટો ભય હતો, તેથી જાપાની એડમિરલ ઈસોરુકુ યામામોટોએ હોનોલુલુથી ૧૦૦૦ માઈલ દૂર ઉત્તર-પ‌શ્ચિ‌મમાં આવેલા મિડવે દ્વીપ પર અમેરિકી નૌસેનાના કાફલાને ઘેરીને તેને નષ્ટ કરી દેવાની યોજના બનાવી. જો કે અમેરિકાએ વળતો હુમલો કરીને જાપાની યોજના પર પાણી ફેરવી દીધું. આ યુદ્ધમાં જાપાનના ચાર વિમાનવાહક જહાજ, એક હેવી ક્રૂઝર અને ૨૯૨ લડાયક વિમાનો નષ્ટ થઈ ગયા હતા અને લગભગ ૨પ૦૦ સૈનિકો માર્યા ગયા હતા. બીજી બાજુ અમેરિકાએ પોતાનું એક વિમાનવાહક જહાજ, એક ડિસ્ટ્રોયર, ૧૪પ વિમાનો અને ૩૦૦ સૈનિકો ગુમાવ્યા હતા.