ક્રોધના દુર્ગુણથી બચવા જાત પર હસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટેભાગે નાની-નાની બાબતોએ જ ઝઘડો થતો હોય છે

કોઈએ કહ્યું છે કે ક્રોધની પરસ્ત્રીનું નામ ઝઘડો છે. અત્યારે એ ન વિચારો કે ક્રોધની પત્ની કોમ છે. અહીં આપણે ક્રોધ અને ઝઘડાના સંબંધો પર વિચાર કરી રહ્યા છીએ. જેવી રીતે નિંદામાં રસ હોય છે, એવી રીતે જ ઝઘડામાં પણ એક સ્વાદ છે. કેટલાક લોકો જ્યાં સુધી દિવસમાં બે-ચાર વખત ઝઘડો ન કરે ત્યાં સુધી ખુદને પુરુષત્વ વગરના માને છે.

ક્રોધ જેવા દુર્ગુણને ઝઘડાથી પ્રવેશ મળે છે. જો તમે ધ્યાન આપો તો છેલ્લે કેટલી વખત, કયા મુદ્દા પર ઝઘડયા હતા તો જાણશો કે ઝઘડાનો સંબંધ મોટી વાતોથી ઓછો હતો. મોટેભાગે નાની-નાની બાબતોએ જ ઝઘડો થતો હોય છે. તેમાં સૌથી આગળ પતિ-પત્ની હોય છે. ઈમાનદારીથી જૂઓ તો ૧૦૦માંથી ૯૦ ઝઘડા તો બિનજરૂરી હોય છે. ક્રોધ તમારા સમગ્ર શરીર પર પ્રભાવ નાખે છે. ઝઘડાનો સંબંધ શબ્દ અને મુખાકૃતિ સાથે હોય છે. જો તમે ક્રોધના દુર્ગણથી બચવા માગતા હો તો ઝઘડાળુ વૃત્તિથી બચવાનો પ્રયાસ કરો. તેનાથી દૂર રહેવા તમારી જાત પર હસવાનું રાખો.

પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com