તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાચી સમૃદ્ધિ ધનની વિપુલતામાં નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યપણે એવું જોવામાં આવે છે કે સમૃદ્ધિ અને સમાધાન સાથોસાથ નથી રહી શકતા. જ્યાં સમૃદ્ધિ હોય છે ત્યાં સમાધાન નથી હોતું. અમીર લોકો ઉંઘી શકતા નથી અને જેઓ ઉંઘી શકે છે તેઓ અમીર નથી હોતા. ગરીબીમાં કોઈ જ મહાનતા નથી અને અમીરીમાં કોઈ જ શાન નથી. ધનની પોતાની દુનિયા છે જે આ વાત સમજી જાય છે તે સમૃદ્ધ બની જાય છે. પૈસા એક એવું માધ્યમ છે જે ઘણું પરિવર્તન લાવી શકે છે.

પૈસાના જોરે મનગમતું ભોજન ખરીદી શકાય છે. ભૂખ નહીં બિસ્તર ખરીદી શકીએ છીએ. પણ ઉંઘ ખરીદી શકાતી નથી. પુસ્તક ખરીદી શકાય છે, વિદ્યા નહીં. લોકોને ખરીદી શકાય છે પણ પ્રેમ નહીં. પૈસા વિષયોમાં પરિવર્તિત થઈ શકે છે પણ ભાવના કે જ્ઞાનમાં નહીં.

જે લોકો આ સીધીસાદી વાત સમજી શકે છે તેઓ સમૃદ્ધિની તરફ આગળ વધે છે. તેઓ ધનને પોતાના જીવનનું ઉદ્દેશ્ય નથી બનાવતા અને સાથોસાથ તેઓ પૈસાથી ભાગતા પણ નથી. તેઓ મધ્યમમાર્ગી બની જાય છે. જે સમ્યક છે. જેઓ આ બાબતને સમજતા નથી તેઓ હંમેશા સમૃદ્ધ બનવાની દિશામાં દોડ્યા કરે છે. જ્યારે ગાડી હોય ત્યારે મોટી ગાડીની ઈચ્છા રહે છે. આ રીતે તેમના જીવનની દરેક પળ તૃષ્ણા કે લાલસામાં વ્યર્થ વીતી જાય છે.

દરેક સ્થિતિમાં અપેક્ષાઓ રાખ્યા કરીશું તો સમાધાન ક્યારે મેળવીશું? માયા મરી ના મન મરા, મર ગયે શરીર આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર જ્યારે આપણે પૈસાને યોગ્ય સ્થાન આપીએ છીએ ત્યારે સમાધાનની સાથે કામ કરીએ છીએ. જ્યારે કોઈની સંપત્તિ તેની આકાંક્ષાઓ કરતા વધારે હશે ત્યારે તે ગરીબ બની જાય છે. ટોચના દરજ્જાના ઘણા લોકો ગરીબ છે.

જ્યારે ઘણા ગરીબો સમૃદ્ધિનો આનંદ લે છે. એક જર્મન અબજોપતિએ અખબારમાં લખ્યું હતું કે તે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતો નથી કારણ કે દર વર્ષે તે પોતાનું વિમાન બદલી શકતો નથી. જ્યારે અહીંનો શાકભાજીવાળો કહે છે કે ભગવાનની દયાથી બધું જ છે. હવે આપણે કોને અમીર કહીશું? જ્યારે કોઈની પ્રવૃત્તિ દરિદ્રતાની છે તો આ પ્રકારનું મગજ ક્યારેય યોગ્ય રીતે કામ કરી શકે નહીં.
અન્ય સમાચારો પણ છે...