તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવીય સંબંધોની સફળતામાં સહનશીલતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સહનશીલતાની ચર્ચા થાય ત્યારે આપણા કાન ઉંચા થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે શું આપણાથી અન્યાય, દમન, ભ્રષ્ટાચાર અને આતંકવાદ પ્રત્યે સહનશીલ બનવાની તરફેણ તો નથી કરવામાં આવતીને. પણ તેને આપણે અસ્વીકાર કરી દઈએ તો પણ સહનશીલતાનું મહત્ત્વનું પાસું ઉભરે છે.

સહનશીલતાનું બૌદ્ધિક પાસું સૌથી મહત્ત્વપૂર્ણ છે. આપણે ભલે ગમે તેટલા પ્રયાસો કે દાવા કરીએ. જીવન,જગત અને પરિસ્થિતિઓ આપણી સમજમાં પૂર્વગ્રહનો અંશ રહે છે. વિશ્વ દૃષ્ટિઓ અને જીવન દૃષ્ટિઓની વિભિન્નતા પાછળ તે એક મહત્ત્વપૂર્ણ કારક છે. આપણે પોતાની સમજ અનુસાર જે સત્યને પામવાનો દાવો કરીએ છીએ તે અધુરું જ હોય છે. સમગ્ર સત્ય કોઈના પણ હાથમાં આવતું નથી. ભૌતિક વિજ્ઞાનનું કોઈ સત્ય પણ અંતિમ હોવાનો દાવો કરતું નથી. તેથી બૌદ્ધિક રૂપે વિપરિત વિચારના પ્રત્યે સહનશીલ હોવું જેટલું પ્રજાતંત્રની સફળતા માટે અનિવાર્ય છે તેના કરતા પણ વધારે જ્ઞાનના વિકાસ માટે અનિવાર્ય છે.
જ્યારે જ્યારે પણ બૌદ્ધિક સહનશીલતાના દરવાજા બંધ કરવામાં આવ્યા છે ત્યારે આપણું પતન થયું છે. તેના માટે ભલે ગેલેલિયોનું ઉદાહરણ લઈએ કે ડૉ.દાભોલકરનું. આપણે ત્યાં જૈન દર્શનમાં અનેકાંતવાદ દ્વારા આ સમસ્યાનો ‌ઉપાય શોધવાનો મહત્ત્વનો પ્રયાસ થયો છે. ધાર્મિક કટ્ટરતાનો સામનો કરી રહેલા વિશ્વને સહિષ્ણુંતાનો પાઠ ભણાવવા માટે એક પ્રતિરોધી દવાનું કામ કરી શકે છે. વૈશ્વિકીકરણના લીધે જુદી જુદી સંસ્કૃતિઓમાં ઉછરેલા લોકોને આર્થિક જરૂરિયાતો માટે પરસ્પર વ્યવહાર કરવા માટે મજબૂર બનાવી દીધા છે. પણ તેના કારણે સંસ્કૃતિઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.
આંતકવાદી હિંસા પાછળ એક આ જ સૌથી મોટું કારણ છે. સેમ્યુઅલ હટિંગ્ટનના થીસિસ ‘ક્લેશ ઑફ સિવિલાઇઝેશન’ હજુ જૂનો નથી થયો. એક સમાન નાગરિકતાના આધારે દરેકને બાંધી રાખવા મુશ્કેલ છે. તેની સામે બહુસંસ્કૃતિવાદ, અન્ત:સંસ્કૃતિવાદ અને પરા-સંસ્કૃતિવાદ જેવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પણ શું અન્યની અસ્મિતા પ્રત્યે સહનશીલ બન્યા વિના, અસ્મિતાઓના સંઘર્ષથી બચી શકાય છે? આપણે સંસ્કૃતિવિહિન થઈને પણ જીવી શકતા નથી. કોઈ એક વિશ્વ સંસ્કૃતિ પણ નથી, જે સૌ પર થોપી શકાય. ભિન્નતા પ્રત્યે સહનશીલ બનવું તે જ એકમાત્ર ઉપાય છે.
માનવીય સંબંધોની સફળતામાં, ભલે તે કોઈ પણ પ્રકારની કેમ ના હોય. સહનશીલતા (એક હદ સુધી) મોટી ભૂમિકા ભજવી શકે છે. બે વ્યક્તિ જ્યારે જોડાય છે ત્યારે તેમની વચ્ચે ઉદ્દેશ્ય, રુચિ અને વ્યક્તિત્વની સમાનતાઓનું આકર્ષણ હોય છે. જેને તેઓ સરળતાથી વહેંચે છે. પણ કોઈ પણ બે વ્યક્તિત્ત્વ ( જો તેઓ સમાનરુપે જોડિયા ન હોય તો) ક્યારેય સમાન નથી હોતા. તેમની વચ્ચે વિષમતાઓ ઉભરે જ છે. તેથી સંબંધોની સુરક્ષા અને સફળતા માટે સહનશીલતા જરૂરી છે.
બીજું, તેમને જેવા છે એવી જ રીતે સ્વીકારવા, જો માનવીય સંબંધોની સફળતાની ચાવી હોય તો સહનશીલતા સ્વીકાર્યા વિના તે શક્ય નથી. આધુનિકતાના દબાણમાં જ્યારે આજે માનવીય સંબંધોના તાણાવાણા વિખેરાયેલા નજરે પડે છે ત્યારેે એક મેક પ્રત્યે સહનશીલતા રાખવી અનિવાર્ય બની જાય છે. માત્ર સહનશીલતા પણ પૂરતી નથી. જો તે સંવાદને જન્મ આપી ન શકે તો તેનો કોઈ જ અર્થ સરતો નથી. આજે જ્યારે આપણે બૌદ્ધિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક ચારે સ્તરે સંવાદની જરૂર અનુભવીએ છીએ ત્યારે આપણે એ પણ માનવું પડશે કે સહનશીલતા તેની પ્રથમ શરત છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો