તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજાથી આગળ વિચારો, મુશ્કેલી દૂર થઈ જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખો દેશ નોટબંધીને લઈને કેન્દ્રથી ઝઘડી રહ્યો હતો, ત્યારે આંધ્ર પ્રદેશની મુસાફરી દરમિયાન મેં જોયું કે ફક્ત રસ્તા પરના વેન્ડર્સ ઈ-વૉલેટનો ઉપયોગ કરી રહ્યા છે, ઈ-ટ્રાન્સફર અજમાવાઇ રહ્યું છે. આધુનિક કોર્પોરેટ હાઉસ હંમેશા સંકટમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે.
ઉદાહરણ 1 : આંધ્ર પ્રદેશ સ્કૂલ એજ્યુકેશન બોર્ડે આગામી શૈક્ષણિક સૂત્રથી 8મા અને 9મા ધોરણનાં બાળકોને ઑનલાઇન બેંકિંગ અને પર્સનલ ફાઇનાન્સ ભણાવવાનો નિર્ણય લીધો છે. પર્સનલ સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ, ઑનલાઇન બેંકિંગ અને આનાથી જોડાયેલા વિષયો વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં સામેલ કરાયા છે, જેથી બાળકો પેરેન્ટ્સને પણ ગાઇડ કરી શકે. શરૂઆતમાં બે ધોરણના પાઠ્યક્રમમાં તેને સામેલ કરાશે, બાદમાં તેને અન્ય ધોરણમાં સામેલ કરાશે. વિવિધ પાઠના તેલુગૂ, હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કરવામાં આવશે, જેથી તમામ માધ્યમોમાં વિદ્યાર્થી તેમાં સામેલ કરી શકાય. સરકારી સ્કૂલોના શિક્ષકોને ડિસેમ્બરથી શિક્ષણ અપાશે. જો એવું થયું તો આંધ્ર પ્રદેશની સ્કૂલોમાં આ વિષય ભણાવનારું દેશનું પહેલું રાજ્ય હશે.
ઉદાહરણ 2: આંધ્ર પ્રદેશ સરકારે જ નિર્ણય લીધો છે કે આશરે 300 રૂપિયાનો સામાન1 ડિસેમ્બર 2016થી યોગ્ય કિંમતની દુકાનથી મળશે. એક કિલો તુવેર, એક કિલો મીઠું, એક કિલો પામ ઑઇલ, એક-એક કિલો ડુંગળી અને બટાટા સહિત સ્થાનિક વ્યંજનો અનુસાર આપો અને જરૂરી સામાન આ યાદીમાં સામેલ કરાયા છે. ચલણની મુશ્કેલી જોતા રાજ્ય સરકારે નક્કી કર્યું કે હળદર, આંબલી ઉપરાંત ટૉયલેટ તથા ડિટર્જન્ટ પાવડર પણ સામેલ કરવામાં આવ્યા. સામાન્ય રીતે જ્યારે પૈસાની તંગી હોય તો લોકો વ્યક્તિગત સ્વચ્છતા સાથે આવા ઉત્પાદનોની પણ ઉપેક્ષા કરે છે, જેમાં રોગોથી લડવાની તાકાત વધારવાની ક્ષમતા હોય. જેમ કે એક ચપટી હળદર પાવડર રોજ શરીર માટે સારા એન્ટિબાયોટિકનું કામ કરે છે. યાદ કરો જ્યારે સરકારને રિપોર્ટથી ખબર પડી કે ગરીબ ભારતીયોમાં આયોડીનની ઉણપ બોય તો સરકાર મીઠામાં આયોડીન ભેળવવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી કોઈ પણ તેને અલગ પ્રોડક્ટ તરીકે નથી જોતું. આ જ રીતના પગલા હેઠળ હળદરને તેમાં જોડવામા્ આવ્યું છે.

ફંડા એ છે કે, જો તમેે મોટી મુશ્કેલીઓ વિશે અન્ય લોકોથી આગળ વિચરશો, તો એ મુશ્કેલી આપોઆપ દૂર થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...