આસ્તિકતાથી સમર્પણસેવા, વિશ્વાસનો ભાવ જાગે છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે જે ભગવાનમાં માને છે અને વિશ્વાસ કરે તે આસ્તિક અને જે નથી માનતા તે નાસ્તિક. જો કે જોવામાં આવે તો ઘણા આસ્તિક લોકો સદાચારી હોતા નથી અને ઘણા નાસ્તિક લોકો સદાચારનું પાલન કરે છે. તેથી આસ્તિક અને નાસ્તિકની પરિભાષાને યોગ્ય રીતે સમજવી જોઈએ. આસ્તિક તે છે જે 'હા’ કરવાની હિંમત ધરાવે છે, જેના જીવનમાં પોતાના અને પ્રકૃતિના અસ્તિત્વને સ્વીકારવાની હિંમત છે. નાસ્તિક વ્યક્તિ 'ના’ કરે છે, સંસારના પરમતત્ત્વને. તેની આ વૃત્તિ જ તેને નાસ્તિક બનાવે છે. જો કે આ 'ના’ એક દિવસ તેની આસપાસ નકારાત્મક વિચાર અને ભાવ ઊભા કરે છે. તેથી તે સદાચારી હોવા છતાં અહંકારી થઈ જાય છે. તેથી સમૃદ્ધિ સદાચાર સાથે જોડાય અને નિરહંકારી રહે અને જે ખરેખર નિરહંકારી હશે, તે આસ્તિક હશે. નાસ્તિકતા નિરહંકારી ભાવને આહત કરે છે. આપણે ધર્મની બાબતમાં વધારે અનુશાસન, નિયમ અને મર્યાદાઓને બહારથી જ અમલમાં મૂકીએ છીએ. કોઈપણ ધર્મમાં બાળક સમજતું થાય તેની સાથે જ તેને બાહ્ય નિયમોથી પરિચિત કરવામાં આવે છે. ઘણા ઓછા લોકો સમજી શકે છે કે ધર્મની બાબતમાં જેટલું અનુશાસન બહારથી જરૂરી છે તેટલું જ અંદરથી પણ જરૂરી છે અને તેમાનું એક છે આસ્તિકતાનો બોધ. આ આંતરિક અનુશાસન છે. તમારી અંદર એવું ઘણું છે, જેનો સ્વાદ જાગતા બાહ્ય વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ આવી જશે. આસ્તિકતા એક અનુભૂતિ છે. તમે પ્રકૃતિ પ્રત્યે આસ્તિક હશો, પરિવાર પ્રત્યે આસ્તિક રહેશો. તેનો અર્થ એ જ છે કે તમારી અંદર બીજા માટે વિશ્વાસ, સેવા અને સમર્પણનો ભાવ જાગશે. પં. વિજયશંકર મહેતા, humarehanuman@gmail.com