ટોચથી શરૂ થતી સારપ ઝડપથી ફેલાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
હું નહોતો જાણતો કે અમારી પ્રતિક્રિયા શું હશે, જ્યારે કોઇ આપણા દરવાજા પર આવીને ઊભું રહે અને દરવાજા ખોલતાની સાથે આપણા પગમાં પડીને કહે કે તમે જ ફક્ત મારા પુત્રને મૃત્યુથી બચાવી શકો છો. એ પણ એવું બાળક, જેના માટે ડૉક્ટર્સે ચેતવણી આપી હતી કે ત્રણ મહિનામાં સર્જરી કરાવવી જરૂરી છે. કેમ કે બાળકને દિલમાં કાણું હતું. બીમારીનું નામ આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ(એએસડી) હતું. મહરાષ્ટ્રના ઉસ્માનાબાદની નસરીન કુરૈશીએ એએસડીથી પીડિત પોતાના 11 વર્ષના પુત્ર જુલ્ખેરનેન ગૌસ કુરેશીના પુત્રને શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી અને થાકની પણ સમસ્યા હતી.
 
જેના કારણે ધબકારા ઝડપી થઇ જતા હતા. જ્યારે તેઓ સોલાપુરના એક ડોક્ટર પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે તેના હાર્ટની ઉપરના બે ચેમ્બર્સમાં એએસડી છે. તેમણે કહ્યું સર્જરી જરૂરી છે. ત્યારે તેઓએ કહ્યું કે તે ઘરમાં કામ કરે છે, એટલા માટે પાંચ લાખ રૂપિયા ભેગા કરવા માટે હું અસક્ષમ છું. પરિચિતોમાં વાત ફેલાઇ ગઇ. કેટલીક રાત્રી દરમિયાન ઊંધ પણ ના આવી. આવામાં કોઇક એ તેઓને વૈશાલી યાદવની વીડિયો ક્લિપ દેખાડી કે કેવી રીતે પીએમઓની મદદથી નિ:શુલ્ક હાર્ટ સર્જરી થઇ શકી છે. આવી રીતે તેઅો પૂણેમાં યાદવના દરવાજા સુધી પહોંચી ગયા.
 
ત્યારબાદ બંનેેના પરિવારોએ હોસ્પિટલના ધક્કા ખાવાના શરૂ કર્યા, જે નિ:શુલ્ક હાર્ટ સર્જરી કરવાનો દાવો કરે છે. એક દિવસ યાદવને એક વોટ્સઅપ મેસેજ મળ્યો કે ડેક્કન એરિયામાં સહ્યાદ્રિ હોસ્પ્ટિલ નિ:શુક્લ સર્જરી કરી રહી છે. હોસ્પ્ટિલના સંચાલકોએ કહ્યું કે રાજીવ ગાંધી જીવનદાયી ઓરાગ્ય યોજના(આરજીજેએવાય) અંતર્ગત મદદ થઇ શકે છે, જો પરિવાર આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ લઇને આવે.

શરૂઆતની રિપોર્ટ માટે પરિવારને થોડા પૈસા ચૂકાવવા પડ્યા, જ્યારે સર્જરીનો સમય આવ્યો ત્યારે તેમણે ખ્યાલ આવ્યો કે જુલ્ખેરનેનનું નામ રેશનકાર્ડમાં નથી. પણ ઇલાજના આ અવસરને તેઓ ગુમાવવા નહોતા માગતા, એટલા માટે તેઓ એક પડોશી પાસેથી ટૂવ્હીલર લઇને 300 કિલોમીટર સુધી ચલાવીને સવારે 4 વાગ્યે ત્યાં પહોંચ્યા અને સવારે તલાટીના ત્યાં પહોંચી ગયા. જેથી બાળકનું નામ રેશનકાર્ડમાં નોંધાવી શકાય. ઑપરેશન પછી હવે તેની સમસ્યાનું સમાધાન આવી ગયું. ઓપરેશન મોટું નહોતું, પણ જટિલ તો હતું જ.

ફંડા એ છે કે, જો સારપ ઉપરથી શરૂ થઇ જાય તો વિશ્વાસ કરો આ ઝડપથી ફેલાશે. આને પોતે પણ અજમાવવું જોઇએ.
અન્ય સમાચારો પણ છે...