તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનામૂલ્યે મળતા પવનના ફાયદા અપાર, મુંબઈનો દરિયો મુંબઈગરાને ઠંડો રાખે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનવીને મફ્તમાં મળે છે તેની કિંમત નથી. જોકે યુરોપના કેટલાક દેશોમાં હવે શુદ્ધ હવા બોટલમાં ભરી વેચાય છે. પર્યાવરણ એટલું ગંદુ છે કે શુદ્ધ હવા લેવાની બોટલોની દુકાનો ખુલી છે! આ પવન તમને મુંબઈ કે વડોદરા કે અમદાવાદમાં મફ્ત મળે છે. હું અગાશીમાં જઈને ઉંડા શ્વાસ લઉં છું ત્યારે ઈશ્વરને થેંકસ કહું છું. ભલે મુંબઈના ‘આરોગ્યશાસ્ત્રીઓ’ પર્યાવરણના બગાડના રોદણા રૂએ. હું રોજ મફ્તમાં ‘હેવન્સ બ્રેથ’ લઉં છું. ઈગ્લેંડના લેખક વૉટસને ‘હેવન્સ બ્રેથ: એ નેચરલ હિસ્ટ્રી ઑફ ધ વીન્ડ’નું પુસ્તક લખ્યું છે. તેના ટૂંકો સાર મેં અગાઉ આપેલો છે. પણ આ ઈશ્વર- અલ્લાહના શ્વાસની વિશે આપણે વધુ જાણવું જોઈએ.

‘પવન’ વગર આપણે જીવી શકીએ નહીં. પવન વગર તમામ ગ્રહો પૂરા બર્ફાળ બની જાય. પૃથ્વી પર જે ભેજ છે તે ભેજ માત્ર સમુદ્ર ઉપર છે- પવન- હવા દ્વારા તે ભેજ આપણને દરેક સેકન્ડે મફ્ત મળે છે. સમગ્ર ભારત ગરમીથી અરેરાટી અનુભવતું હોય ત્યારે મુંબઈનો દરિયો મુંબઈગરાને સરખામણીએ ઠંડો રાખે છે. મુંબઈમાં ચોપાટીમાં પવનને કારણે કે મલાડના દરિયાને કારણે આ વિસ્તારના લોકોને ઓછો ઉકળાટ લાગે છે. વરસાદ પડે પછી ક્રિકેટ રમવામાં મજા નથી. કારણ કે ભેજ ક્રિકેટના બોલને નિર્જીવ બનાવે છે ત્યારે આપણને એ ભેજ જીવાડે છે. પવન થકી જ ધરતી જાગી ઉઠે છે. પવનને કારણે જ પૃથ્વીનો આગ્રહ તેની ધરી ઉપર ફરે છે. આપણી નર્વ સિસ્ટમ ઉર્ફે નાડી પ્રણાલીમાં પવન થકી પ્રાણ આવે છે.

35થી 40 ટકા ભારતના ‘ગરીબ’ લોકોને પવન પ્રેમ કરે છે. કારણ કે તે બધા ગંજી કે શર્ટ પહેરતા નથી. તમારા ઘરની અગાશીમાં કે ઘરમાં ખુલ્લા શરીરે ફરો તો તમારા પરસેવામાં ઓછી વાસ આવે છે. મેં દક્ષિણ ભારતમાં જોયું કે ત્યાં કેરળમાં ખાસ સ્ત્રીઓ બ્લાઉઝ પહેરતી નહોતી. હજી પણ જુનવાણી બહેનો બ્રેસીયરને જાણતી નથી. બ્લાઉઝ ન પહેરે તે બ્રેસીયરને ક્યાંથી જાણે? તમને જાણ હસે કે બુધનો ગ્રહ તદ્દન પવન વગરનો છે. ચંદ્રનો ગ્રહ પવન વગર વધુ પડતો ઠંડો છે. પવન વગર મંગળનો ગ્રહ લાલ ધૂમ દેખાય છે.
વધુ અંશો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો