• Gujarati News
  • The Fanaticism Of Religious Fundamentalism In The World Is Going Scorches

ધાર્મિક કટ્ટરવાદનું ઝનૂન જગતને દઝાડી રહ્યું છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધાર્મિક કટ્ટરવાદનું ઝનૂન જગતને દઝાડી રહ્યું છે
- આતંક | સમગ્ર વિશ્વમાં ઈસ્લામી આતંકવાદ શાંતિ ડહોળી રહ્યો છે


મુંબઈના વિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ આજકાલ જૂનાગઢમાં છે ત્યાં મોરારીબાપુએ એક ખંડ આપ્યો છે. તેમાં જૂનાગઢના હેમંતભાઈ નાણાવટી ખગોળશાસ્ત્રમાં સૌરાષ્ટ્રના લોકોને નિષ્ણત કરશે. પણ મેં ડો. રાવળને ફોન કરીને પૂછ્યું કે આજકાલ અલકાયદાના ઝનુની નેતા જે હન્દુસ્તાનમાં ઈસ્લામ ફેલાવવા માગે છે અને તેના ફરમાન પ્રમાણે તો છેલ્લા ચાર વરસમાં મોટા ભાગના હિન્દુસ્તાનના 15થી 16 કરોડ મુસ્લિમ ઝનુન પૂર્વક છાલકા ટોપી પહેરવા માંડ્યા છે. સૌરાષ્ટ્રમાં અમે તે ટોપીને છાલકા ટોપી કહીએ છીએ.
આજે 4-9-2014ના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’નાં પત્રકાર એલન બેરીએ જાહેર કર્યું છે કે, અયનામ-અલજવાહીરી એક વીડીયો દ્વારા બર્મા, બાંગલાદેશ, ભારતમાં આસામ, ગુજરાત અને અમદાવાદ તેમજ કાશ્મીરનાં મુસલમાનોને ઝનુનપૂર્વક ઈસ્લામ ફેલાવવા અપીલ કરે છે. ઈરાક અને સિરીયામાં હવે ઈસ્લામીક સ્ટેટ પેદા કરવાની (ઈસ્લામીક સ્ટેટ ઈન ઈરાક એન્ડ સીરીયા-ઈસીસ) જબ્બર હીલચાલ ચાલે છે.ભારતના ખગોળશાસ્ત્રી ડો. રાવળને મેં સીધો જ સવાલ પૂછયો કે શું આ રીતે અલાજવાહીરી અને બીજા મુસ્લિમો જગતમાં ઈસ્લામ ફેલાવે છે. તો તેને રોકવા શું ધર્મયુદ્ધ થશે?
તો ડો. રાવળે કહ્યું કે આપણા ભાજપનાં નેતા તેમની જીતમાં મશગુલ છે. નરેન્દ્ર મોદી તમામ જાતની નેપાળની કે બીજી ટોપીઓ તેમ જ અંગ્રેજોની હેટ પણ પહેરે છે. પણ તેણે છાલકા ટોપી પહેરવાની ના પાડીને પોતાના હિન્દુવાદનું ઝનુન બતાવ્યુ હતું. ડો. રાવળ કહે છે કે પાંચ, પંદર, દસ કે 20 વર્ષમાં જેમ મહાભારતનું જૂનું ધર્મ યુદ્ધ થયેલું તે બેભાંડુ વચ્ચે હતું, પણ આ વખતના ભાંડુ જુદા છે. સોળે સોળ કરોડ મુસ્લિમોમાંથી થોડાક સારા અપવાદ સિવાય બધા જ ઝનુની મુસ્લિમ અગર પાકિસ્તાન કે ઈસ્લામના કટ્ટર માનનારા છે.
એટલે ડો. રાવળ કહે છે કે ભલે હવે જલદી મહાભારત જેવું યુદ્ધ ન થાય પણ દરેક નાગરીકે તૈયાર રહેવું પડશે. અલ જવાહીરીએ દરેક મુસ્લિમનાં ઘરમાં રાયફલ હોવી જોઈએ તેવું ફરમાન ર્ક્યું છે!
આપણે ભારતમાં છેક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડીને સ્વામિ વિવેકાનંદ સુધી ધર્મપ્રિય અને શાંતિપ્રિયતાને મંત્ર માન્યો છે. ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’ નામના પુસ્તકમાં ત્યારના ફલસૂફ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત લખી હતી. હિન્દુઈઝમની ફિલસૂફીએ ચીન, જાપાન, તિબેટ, સિયામ (થાઈલેન્ડ), બર્મા (મ્યાનમાર) અને શ્રીલંકા (સિલેન) એ દેશો માટે ભારત એક આધ્યાત્મિક પિયર હતું.
આ રાધાકૃષ્ણનનું દર્શન 1927માં હતું. આજે આખો ધર્મનો સીનેરીયો બદલાઈ ગયો છે. આજે ધર્મના ઝનુનની વાત અને ખાસ કરીને ઝનુની ઈસ્લામની વાત મોટા ભાગના મુસ્લિમોને અપીલ કરે છે. પણ સ્વામિ વિવેકાનંદે ખૂબ જ બુદ્ધિપૂર્વક વહેલાસર અપીલ કરી છે કે ઈન્ડિયા- હન્દુસ્તાન એક ધર્મ યુદ્ધ માટે તૈયાર રહે.
ભારતીય જનતા પક્ષના પ્રવકતા સબીત પાત્રાએ કહ્યં કે અલજવાહીરીનો વડીયો જે ઝનુની ઈસ્લામીઓને સમગ્ર જગતમાં સંયુક્ત થવા અપીલ કરે છે તે ભારત માટે ચિંતાનો વિષય છે.
ઉપર મેં ‘આઈએસઆઈએસ’ નામની ઈરાક સરીયાના ઈસ્લામીની ઝનુની સંસ્થાનો ઉલ્લેખ ર્ક્યો તે સંસ્થા આ ભારતીય મુસ્લિમોને તેની સંસ્થામા જોડાવા માટે ઝુંબેશ ચલાવે છે. અલજવાહીરીએ 2002માં ગુજરાતમાં અમદાવાદ ખાતે 1000 મુસ્લિમોની કતલ થઈ તે યાદ કરે છે અને આજે એ હિન્દુ ધર્મના કટ્ટર પુરસ્કર્તા એવા ભારતના વડા પ્રધાન બને છે એટલે અલજવાહીરી પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોને જાગૃત રહેવા કહે છે.

4-9-2014નો ન્યુયોર્ક પોસ્ટનો અંક મારી પાસે છે. તેમાં પ્રમુખ બરાક ઓબામા અને બ્રિટિશ વડા પ્રધાન ઈગ્લેંડમાં વેલ્સ પ્રદેશના ન્યુપોર્ટ ગામે મળ્યા હતા. તેનો અહેવાલ લંડન ટાઈમ્સે લખ્યો છે. ‘બન્ને નેતાઓએ યુરોપના તમામ લશ્કરી સંગઠનવાળા દેશોને કહ્યું કે ‘લોહી તરસ્યા ટેરરીસ્ટો આજે જગતની શાંતિ માટે ખતરારૂપ છે. એમણે બે અમેરિકન પત્રકારોને અફઘાનિસ્તાનમાં નર્દયી રીતે મારી નાખ્યા છે તે વાત ઉખેળી હતી. અમેરિકન પત્રકાર જેમ્સ ફોર્લ અને સ્ટીવન સોટલોહની હત્યા સાવ મતલબ વગરની ક્રુરમાં ક્રુર ઈસ્લામવાદીનું કૃત્ય છે...
એટલે અમે યુરોપના નેતાને અપીલ કરીએ છીએ કે ભારત અને બીજા યુરોપના દેશો પોતાના દેશમાં રાજકીય અસ્થિરતા ન લાવે...’ ઓબામાએ વધુમાં કહ્યું કે ‘આ ટેરરીસ્ટો ભારત કે બીજા શાંતિપ્રિય દેશોની રાજકીય અસ્થિરતા એક તૈયાર જ ભાથુ છે.’ માત્ર તાલેબાન, અલ-કાયદા જ એક ઝનુની સંસ્થા નથી. સીરીયા અને ઈરાકમાં ઈસીસનું જગત વ્યાપી ઈસ્લામ ફેલાવાનું નવુ ઝનુન ઉભું થયું છે.‘ગાર્ડીયન’ તેના 3-9-2014ના અંકમાં લખે છે કે ‘ઈસ્લામીક સ્ટેટ’ના નવા ભૂતને ઉભું થયાને આજે માત્ર 18 મહિના થયા છે.
પણ તે સંસ્થા ઈસ્લામના જૂના ઝનુની વિચારને અત્યાધુનિક સ્વરૂપ આપી રહ્યા છે. અત્યંત આધુનિક ઝનુની ઈસ્લામના વીડીયો તૈયાર કરે છે. જગતનાં લોકોને ગભરાવવા વિડીયોમાં ઝનુની મુસ્લિમોની ક્રુરતા બતાવાય છે. હોલિવૂડની ફલ્મો પાસેથી પ્રેરણા લઈને આ ‘ઈસ્લામિક સ્ટેટ’ના પુરસ્કર્તા ઝનુની ફલ્મો બનાવે છે. એ પછી ઓનલાઈન પ્રસારીત કરે છે. તમારી કલ્પનામાં ન આવે તેવી ઝડપથી આજે ઝનુની ઈસ્લામ ફેલાઈ રહ્યો છે.
ફરીથી તમને યાદ કરાવું છું કે ડો. રાવળ નામના ખગોળશાસ્ત્રીનું દર્શન સાચું છે કે ફરી એક વખત ગમે ત્યારે ધર્મયુદ્ધ થશે. હવે તાલબાન, અબજવાહીરી પછી ચોરના ભાઈ ઘંટી ચોર જેવા ઈસ્લામિક સ્ટેટ નામના સીરીયા-ઈરાકના ઝનુની સુન્ની ઈસ્લામીઓ ફૂટી નીકળ્યા છે. ગાર્ડીયનના લેખક માર્ટીન ચાઉલોવ કહે છે કે ‘ઈસીસ (ઈસ્લામી સ્ટેટ સ્થાપવાની હીલચાલ કરનારા) પાસે મોડર્ન મીલીટરી તો છે પણ સાથે મોડર્ન મીડીયા પણ છે. પણ તેનો એક ખતરો એ છે કે તેનું મૂળ ઈસ્લામ ધર્મમાં છે.
તમે કઠણાઈ જોઈ લો કે અબુ બકર અલ બગદાદી નામના ખલીફા પોતે ઝનુની દળના નેતા બનીને કહે છે કે- 1400 વર્ષ જૂની આગાહીને ‘ઈસીસ’ તાજી કરે છે અને કહે છે કે ‘ક્રિશ્ચિયનો (અને હિન્દુઓ?) એક આખરી યુદ્ધ હવે લડશે. એ હિસાબે ડો. જે. જે. રાવળે આપણને એક આખરી ધર્મ યુદ્ધ થાય કે ન થાય પણ સાબદા રહેવા કહ્ છે તે અસ્થાને નથી. તેમાં વધુ કઠણાઈ એ છે કે અબુ બકર અલબગદાદી આવા ભવિષ્યનાં ધર્મ યુદ્ધને માટે કુરાનને ટાંકે છે!