બ્લેક મની સામેનું યુદ્ઘ સરકાર સામેનો મોટો પડકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બ્લેક મની સામેનું યુદ્ઘ સરકાર સામેનો મોટો પડકાર
- આ માર્ગ આસાન નથી; દેશમાં સંઘરવામાં આવેલાં કાળાં નાણાંને પણ બહાર લાવવું જરૂરી છે
નરેન્દ્ર મોદીની સરકારે સત્તા ઉપર આવતાં જ વિદેશી બેન્કોમાં સંઘરવામાં આવેલું કાળું નાણું દેશમાં પરત લાવવા માટે 'સીટ’ની રચના કરીને પોતાની પ્રતિબદ્ઘતા પુરવાર કરી આપી છે. ભારતીયો દ્વારા વિદેશી બેન્કોમાં પ૦૦થી ૧પ૦૦ અબજ ડોલર (૩૦થી ૯૦ લાખ કરોડ રૂપિયા) સંઘરવામાં આવ્યા હોવાના અંદાજો વિવિધ એજન્સીઓ દ્વારા બાંધવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે આ કાળું નાણું જો ભારતમાં પાછું લાવવામાં આવે તો ભારતના ગરીબી રેખા હેઠળ જીવતાં તમામ નાગરિકોને એક-એક લાખ રૂપિયા આપી શકાય.
એમ પણ કહેવામાં આવે છે કે ભારતનું જેટલું વિદેશી દેવું છે તેના કરતાં ૧૩ ગણું નાણું ભારતીયો દ્વારા વિદેશી બેન્કોમાં રોકવામાં આવ્યું છે. જોકે નિષ્ણાતો ચેતવે છે કે વિદેશી બેન્કોમાં સંઘરવામાં આવેલું કાળું નાણું શોધવું અને તેને ભારત પાછું લાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. વળી જેટલી જરૂર વિદેશમાં સંઘરવામાં આવેલું કાળું નાણું પાછું લાવવાની છે તેટલી જ જરૂર ભારતમાં સંઘરવામાં આવેલું કાળું નાણું પણ બહાર આવે તેની છે. આ કાર્ય પણ 'સીટ’ને સોંપવાની આવશ્યકતા છે.

ભારતના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બિલ્ડરો, ફિલ્મસ્ટારો, ક્રિકેટરો, રાજકારણીઓ, સરકારી અમલદારો અને તથાકથિત સાધુ બાબાઓ પણ પોતાની બે નંબરની કમાણી સ્વીસ બેન્કમાં અથવા તેના જેવા ૭૦ કરવેરાના સ્વર્ગોમાં રોકતા હોવાનું કહેવાય છે. વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ભારતમાં જે વિરાટ કારખાનાઓ નાખવામાં આવે છે તેના માટે ગરીબ જનતાની જમીન બળજબરીથી પડાવી લેવામાં આવે છે. આ કાર્ય માટે સરકારી યંત્રણાઓનો ઉપયોગ કરવા દેવા બદલ રાજકારણીઓને અબજો રૂપિયાની લાંચ આપવામાં આવે છે.
એનરોન નામની કંપનીએ મહારાષ્ટ્રમાં વીજળીનું કારખાનું નાખ્યું ત્યારે તે વખતની સરકારને અબજો રૂપિયાની લાંચ આપી હોવાની વાત બહાર આવી હતી. કોકા કોલા અને પેપ્સી જેવી કંપનીઓ ભારતમાં ધંધો કરીને આપણી પ્રજાના આરોગ્યને પાયમાલ કરે છે અને અબજો રૂપિયા પોતાના દેશમાં લઈ જાય છે. આ કંપનીઓ આપણા દેશના અનેક કાયદાઓનો ભંગ કરે છે, તેમ છતાં તેમને ધંધો કરવાની પરવાનગી આપવા સામે રાજકારણીઓને અબજો રૂપિયાની લાંચ મળે છે. દેશની સુરક્ષા માટે દર વર્ષે અબજો રૂપિયાના શસ્ત્રોની ખરીદી વિદેશી કંપનીઓ પાસેથી કરવામાં આવે છે.
આ કંપનીઓમાં ગળાકાપ હરીફાઈ હોય છે. વિદેશી કંપનીઓ લડાયક વિમાનો, હેલિકોપ્ટરો, સબમરીનો, બોફોર્સ જેવી તોપો, સ્ટીમરો વગેરે ખરીદવા સામે રાજકારણીઓને કરોડો રૂપિયાની લાંચ આપે છે. ૨-જી જેવાં લાઈસન્સો મેળવવા માટે પણ શાસકોને લાંચ આપવામાં આવે છે. આ બધી હરામની કમાણી દેશની બહાર મોકલવામાં આવે છે અને કરવેરાના સ્વર્ગોમાં સંઘરવામાં આવે છે.ભારતીયો દ્વારા વિદેશની બેન્કોમાં કેટલું કાળું ધન રોકવામાં આવ્યું છે? એ બાબતમાં જુદા જુદા આંકડાઓ મળે છે.
આગળ વાંચવા માટે ફોટો બદલો ......