જીવનમાં દરેક ક્ષણે ઈશ્વર ઉપરાંત તમામનો ઉપકાર માનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારા મૃત્યુ બાદ પણ દુનિયા તમારી અહેસાનમંદ રહે તે માટે જીવનમાં કંઈક વન્ડરફુલ કરતાં જાઓ

હેન્રી બીચર સ્ટો નામના ફીલસૂફે કહેલું કે ''આપણા માટે સૌથી પીડાદાયક વાત એ બને છે કે આપણા ઉપર કોઈ ગ્રેટીટયુડ કરે છે. અહેસાન કરે છે. કરી નાંખે છે -ઉપકાર કરે છે.’’ એ દૃષ્ટિએ ગ્રીસ દેશના લોકો તો એટલી હદે ડાહ્યા હતા કે વરસમાં એક હેતુ માટે તેમના સ્પાર્ટી નામના શહેરના ચોકમાં ભેગાં થતાં અને તન્મય બનીને ભક્તિ ગીત ગાતા અને આ દુનિયામાં જન્મ આપવા માટે કીરતારનો અહેસાન વ્યક્ત કરતા. ''ગ્રીક સાહિ‌ત્યમાં ''એપોલો’’નામના ઔષધનો દેવતા હતા. સંગીતના પણ દેવતા હતા અને બીજા બાર દેવતા દરેક જ્ઞાનની શાખાના હતા. આપણે ભારતીઓ તેનાથી કાંઈ ઓછા ઉતરતા નથી. આપણે પણ લડાયક દેવતા અને હનુમાનને પૂજીએ છીએ. આજકાલ ભારતમા અને જગતમા 'ધ મેજિક’ નામનું પુસ્તક ખૂબ વેચાય છે. આ પુસ્તકની લેખિકા રહોન્ડા બર્ની અનુસાર માનવે અહેસાનમંદી-ગ્રેટીટયૂડને ડગલે પગલે યાદ કરવું જોઈએ. ખાસ કરીને કોઈને થેંક્યુ કહેતા ન ચૂકવું જોઈએ.

આલ્બર્ટ શ્વેતઝર જેને સાઠ વર્ષ પહેલાં શાંતિનું નોબેલ પ્રાઈઝ મળેલું તે ધાર્મિ‌ક સંગીતથી રોગો સારા કરતા. તેણે ગ્રેટીટયુડ વિષે બહું સરસ સૂત્ર લખ્યું છે. તે અંગ્રેજીમાં જ લખવું પડશે. 'એવરી બડીઝ લાઈફ, સમ ટાઈમ અવર ઈનર ફાયર ગોઝ આઉટ, ઈટ ઈઝ ધેન બસ્ર્ટ ઈનુટ ફલેઈમ બાય એનકાઉન્ટર વીથ અનધર હ્યુમન બીઈંગ...’ આપણા દરેકના જીવનમાં કોઈ કોઈ વખત આપણી અંદરની ઉર્જા‍ કે અંદરનું દૈવી બળ જાખું પડે છે ત્યારે કોઈ વધુ સારા ઉમદા માણસ સાથેના સંપર્કથી એ જાંખી પડેલી ઉર્જા‍ની જ્યોત જળહળે તે માટે તેણે સૌથી વધુ ઉમદા વાક્ય એ કહેલું કે, તમે મર્યા પછી પણ દુનિયા તમારા ગ્રેટીટયુડમાં (અહેસાનમંદી) રહે તે માટે જીવનમાં કંઈક વન્ડરફૂલ કરતાં જાઓ આભાર વ્યક્ત કરવામાં ઈશ્વરનેય બાકાત ન રાખવો તે ફરી ફરી કહેતો. સવારે ઊઠીને સૌપ્રથમ ઈશ્વર-અલ્લાહના જ ગુણગાન ગાવા. માસ્ટર એકહર્ટ નામના જર્મન ફીલસૂફ અને મીસ્ટીક જે ઈશ્વરીય જાદુમાં માનતા તે કહેતા કે બધી જ માથાકૂટ જવાદો. લાંબી લાંબી આરતી ઉતારો કે પ્રાર્થના ન બોલો પણ ઊઠીને ''હે પરમાત્મા થેંક્યુ’’ બોલીને માત્ર 'ઓમ’ બોલો તો બસ છે.

આખા દિવસનું આધ્યાત્મિક ભાથુ આવું ગયુંતમે એક સપ્તાહ પ્રયોગ કરી જોજો. સવારે શ્રધ્ધેય દેવને અહેસાનમંદ કરીને બને તો ઓમ બોલજો અને જોજો તમારા જીવનમા કેટલો ફેર પડે છે? ખાસ તો ડો. એકહાર્ડ કહે છે તેનાથી તમે તમારા જીવનમાં હંમેશા પોઝિટીવ રહેશો. કંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે ઓ.કે. બોલજો અને કહેજો બધું જ ઠીક થઈ જશે. તમે લેખક કે કવિ હો તો જ્યારે પણ વાચકનો ફોન આવે ત્યારે તમે કહેજો’’ મારો લેખ વાચવા બદલ, હું તમારો, તમામ સંપાદકો, તંત્રીઓ અને પ્રૂફરીડરો, કમ્પોઝીટરોનો આભારી છું. પણ સૌથી વધુ આભારી વાચકોનો છું.’’ આ વાત ડો. એકહાર્ટએ કહેલી. પણ તમે જરૂર ''ધ મેજીક’’નામનું પુસ્તક ખરીદજો. તેના તમામ ૨૩૪ પાના ગ્રેટીટયુડ વિષે જ છે. તમારા ધાર્મિ‌ક મુસ્લિમ મિત્રને પૂછજો.

પવિત્ર કુરાન, લગભગ ઘણું ગ્રેટીટયુડથી ભરેલું છે. વીકીપીડીયા કહે છે કે, જેને પોતાની ઉપર સારી સારી કૃપા વર્ષાવી હોય તે અલ્લાહનો અહેસાન માનશે તો તેને અલ્લાહ ઔર વધુ આપશે. (સૂરા ૧૪) મોહમ્મદ પયગંમ્બરે કહેલું છે અને દરેક ધર્મમાં પણ એક અગર બીજા શબ્દો ગેરંટી આપે છે કે ''ગ્રેટીટયુડ ફોર ધ એબનડન્સ યુ હેવ રિસીવ્ડ, ધસ ધ બેસ્ટ ઈન્સુરન્સ ધેટ ધ એબનડન્સ વીલ કન્ટીન્યુ.’’ અર્થાત તમે ઈશ્વર, અલ્લાહને અહેસાનમંદ બનો તે તમારી વિપુલતા-સમૃદ્ધિ ચાલુ રહે તેની ગેરંટી બને છે. તેનાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે. સંસ્કૃતમાં એક પ્રાર્થના છે. 'ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા શ્વ દ્રવીણમ ત્વમેવ... ત્વમેવ સર્વમ મમ દેવ દેવ.’ આ એક ઈશ્વરની જ અહેસાનમંદીની પ્રાર્થના છે. તમે જે ઈશ્વરને ભાઈ, પિતા-માતા વગેરે સગા માનો છો, ઈશ્વરને જ ધન માનો છો, તે જ સર્વસ્વ છે. ખરું?તમે કદી દલાઈ લામાને મળ્યા છો? મને મારા વૈદ મિત્ર લઈ ગયેલા. દલાઈ લામા જાણે ૨૪ કલાક કોઈકના અહેસાનમંદ હોય-ગ્રેટફૂલ હોય તેવી સતત હસતી મુખમુદ્રમાં હોય છે.

સતત તે ઈશ્વર કૃપાથી ધન્ય ધન્ય થતાં હોય તેવી મુખમુદ્રા રાખીને સ્મીત આપે છે. તેમણે જ કહેલું કે મુસ્લીમોમા રમઝાન શું કામ હોય છે? ''ઈટ ઈઝ ધ પીલર ઓફ ફાસ્ટીંગ ડયુરીંગ મન્ય ઓફ રમઝાન ફોર ધ પરપઝ ઓફ પુટિંગ બીલીવર ઈન એ સ્ટેટ ઓફ ગ્રેટીટયુડ’’ આપણા ભાઈઓ-બહેનો એકાદશી કે જન્માષ્ટમી કે કોઈ પણ દિવસે ઉપવાસ કરે ત્યારે ઈશ્વર પ્રત્યેની એ અહેસાનમંદી બને છે.રોમનો મહાન સત્તાધારી રાજકારણી સીસેરો બીજી ઘણી રીતે પોલીટીશ્યન હતો પણ તે કહેતો કે ''ગ્રેટીટયુડ એ તો સૌથી મહાન ગુણ છે. એટલો મહાન ગુણ છે કે બીજા ગુણોનો માબાપ છે. તે કદી જ નાના ઉપકારને ય ભૂલતો નહીં. તેણે જ પોઝિટીવ-સાયકોલોજીનો વિચાર વહેતો મૂકયો. તે કહેતો ''અરે ભાઈ બીજામાં વિશ્વાસ મૂકો.’’ વ્યાપારમાં પણ આ થેંકફૂલનેસ કામ લાગે છે. વીકીપીડીયા કહે છે કે ઘણા શોપિંગ મોલમા સાચા દીલથી સેલ્સમેન થેંક્યુ કહે છે તેને ત્યાં ૭૦ ટકા વધુ ઘરાકી થાય છે.

અમેરિકાના ડો. એલન બોયડે ભારતીઓને શિખામણ આપેલી કે અમારા દેશનાં બે પ્રમુખો હંમેશા બે વિશ્વયુદ્ધોમાં સૈનિકો લડયા અને લાખ્ખોની સંખ્યામાં મર્યા તેના આપણે આભારી છીએ. તે રીતે ભારતીઓએ સુભાષચંદ્ર બોઝનો દર ૧પમી ઓગસ્ટે યાદ કરી અહેસાન માનવા જોઈએ. આલ્બર્ટ આઈનસ્ટીન (૧૮૯૭-૧૯પપ) નામના વિજ્ઞાનીએ કહેલું કે (નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે) ''હું તો દિવસમાં અસંખ્ય વખત મારી જાતને રીમાઈન્ડ કરાવું છું કે મારી આંતરીક અને બાહય જિંદગી માટે અને મારી સિદ્ધિ માટે કેટલા લોકોની મહેનત અને પરસેવા પણ કારણરૂપ છે. તે તમામનો હું રોજ આભાર માનુ છું. મને બે સૂત્રો કામ લાગ્યો છે:-
(૧) તમારી જિંદગીમાં અતિ મુશ્કેલ દિવસો આવે ત્યારે ઈશ્વરનો આભાર માનો કારણ કે મુશ્કેલીમાં જ તમે સોનું જેમ ભઠ્ઠીમાં તપીને શુદ્ધ થાય તેમ તમે શુદ્ધ થાઓ છો. (૨) દરેક નવી ચેલેંજ માટે તમે અહેસાનમંદ બનો કારણ કે દરેક પડકારમાં તમે તમારી જાતને-તમારા ચારિત્ર્યને વધુ મજબૂત બનાવો છો ચારિત્ર્ય એટલે અહેસાનમંદી, કરુણા અને હિંમત.

કાન્તિ ભટ્ટ