• Gujarati News
  • Technology Is An Indication Of The New Definition Of Culture

ટેક્નોલોજી સંસ્કૃતિની નવી વ્યાખ્યાના સંકેત આપે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટેક્નોલોજી સંસ્કૃતિની નવી વ્યાખ્યાના સંકેત આપે છે
- સેન્સરના ટોચના અધિકારી પર લાંચ લેવાનો આરો લાગવામાં આશ્ચર્યની કઈ વાત છે?

સેન્સરના ટોચના અધિકારી પર લાંચ લેવાનો આરો લાગવામાં આશ્ચર્યની કઈ વાત છે? દેશમાં જ્યારે અનેક ક્ષેત્રોમાં લાંચ લેવાય છે ત્યારે શું કોઈએ કલ્પના કરી હતી કે સેન્સર કોઇ નર્જિન ટાપુ પર આવેલું છે કે ત્યાં ભ્રષ્ટાચારની લહેરો નહીં પહોંચે. ઉલ્લેખનીય છે કે મુંબઈના શ્રેષ્ઠી વર્ગના વિસ્તાર વાલ્કેશ્વર રોડ પર સેન્સરની ઓફિસ એક સફેદ બિલ્ડિંગમાં આવેલી છે. સમાચાર છે કે તપાસ અધિકારી છેલ્લા નવ મહિ‌નામાં રજૂ થયેલી તમામ ભવ્ય ફિલ્મોના નિર્માતાઓની પુછપરછ કરશે.
સેન્સર માટેની અરજીની સાથે ફિલ્મની પટકથા પણ રજૂ કરવામાં આવે છે અને આ પટકથા એ નથી જેના પર ફિલ્મ બની છે, કેમ કે ફિલ્મ બનતાં સમયમાં ફેરફાર થાય છે, સંપાદનના ટેબલ પર કાપકૂપ કરવામાં આવે છે. આ સેન્સર માટે લખવામાં આવેલી પટકથા પર બનેલી ફિલ્મની સંપૂર્ણ વિગતો છે, જેમાં દરેક દૃશ્યનો સમયગાળો નોંધાયેલો હોય છે. આથી નિર્માણ સંસ્થાનું પ્રોડક્શન વિભાગ એક નિષ્ણાતની સેવાઓ લે છે.
જે સંપાદન રૂમમાં દરેક દૃશ્યને અનેક વખત જૂએ છે અને સેન્સર માટે પટકથા લખે છે તથા અરજીની પ્રક્રિયાના તમામ સરકારી કામ કરે છે. હવે તે પોતાના મહેનતાણામાંથી કેટલી લાંચ લે છે, તેનું જ્ઞાન પ્રોડક્શન વિભાગને હોતું નથી. સેન્સર માટે નિમવામાં આવેલા સભ્યોમાં સિનેમા વિદ્યાનો કોઈ જાણકાર હોતો નથી, ત્યાં સુધી કે ટોચનો અધિકારી સામાન્ય હકીકત પણ જાણતો હોતો નથી કે એક સેકન્ડમાં ૨૪ ફ્રેમ હોય છે. માધ્યમની માહિ‌તીના અભાવમાં દૃશ્ય કે ફિલ્મના સમગ્ર પ્રભાવથી અજાણ લોકો કોઈ ભાગને કાપી નાખવાની ભલામણ કરે છે.
'ઓલિવર ટ્વિસ્ટ’થી પ્રેરિત 'કન્હૈયા’માં અમજદ ખાન રીઢો ગુનેગાર છે અને તે પોતાની પડોસણને એ સમજાવા જાય છે કે તેની સાથે પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી, કેમ કે તેના સાથેના કોઈ પણ સંબંધનું કોઈ ભવિષ્ય નથી. આ વાટાઘાટોના સમયે યુવતી પોતાના શરીર પર લાગેલું કીચડ ધોઈ રહી હોય છે. છોકરી જઈ રહેલા અમજદ ખાનને જણાવે છે કે તે પડદાની પેલી બાજુ ટૂવાલ ફેંકતો જાય. સેન્સરે પોતાના શરીર પરથી કીચડ ધોઈ રહેલી છોકરીનો ભાગ કાપી નાખ્યો તો દૃશ્ય એવું બન્યું કે જાણે અમજદ ખાન છોકરીને પ્રેમ કરીને બહાર આવી રહ્યો છે અને છોકરી પર ટૂવાલ ફેંકી રહ્યો છે.
હકીકતમાં સમગ્ર દૃશ્યમાં જે મહત્ત્વની વાત થી તેને જ કાપી નાખવામાં આવી. આ પ્રકારના અસંખ્ય ઉદાહરણ સેન્સરના માધ્યમથી અજાણ હોવાને કારણે અનર્થ કરવાના છે. અનેક નિર્માતાઓ સેન્સરની ઓફિસમાં લાંચ આપીને કાપી નાખવામાં આવેલી નેગેટિવના ભાગની ડયુપ બનાવી લે છે અને નાના શહેરોમાં ફિલ્મમાં જોડી દે છે, જેને ઇન્ટરપોલેશન ઓફ પ્રિન્ટ્સ કહે છે. અમેરિકાના 'વ્હાઈટ હાઉસ’માં આટલા ભયાનક નિર્ણયો નહીં લેવાયા હોય, જેટલા વાલ્કેશ્વર ખાતે આવેલા આ વ્હાઈટ હાઉસમાં લેવાતા રહ્યા છે.

નિર્માતા-દિગ્દર્શક એ જાણતા હોય છે કે આ સરકારી સેન્સર જ એકમાત્ર સેન્સર નથી. અનેક શહેરોમાં સ્વયંભુ સત્તા કોઈ પણ પ્રમાણિત ફિલ્મનું પ્રદર્શન અટકાવી શકે છે. અદૃશ્ય પ્રતિબંધો ક્યાં સુથી ફેલાયેલા છે એ તો સત્તાધીશો જ જાણે આપણા ફિલ્મકારોએ તો બ્રિટિશ સલ્તનતના સખત સેન્સરના યુગમાં પણ દેશપ્રેમની લાગણી જગાડતી ફિલ્મો બનાવી છે, પરંતુ આઝાદ દેશમાં અલગ પ્રકારના પ્રતિબંધો રહ્યા છે.
આપણી મહાન ઉદાત્ત સંસ્કૃતિની સંકુચિત વ્યાખ્યા ન કરવી જોઈએ અને પોતાની નબળાઈઓને સંસ્કૃતિનું નામ આપીને અદૃશ્ય પ્રતિબંધો ન લગાવવા જોઈએ. ટેક્નોલોજીએ વિદેશો વિદેશોના સેન્સર મુક્ત અનેક કાર્યક્રમ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવી દીધા છે, એટલે કે સેન્સરમાંથી પસાર થયેલા મનોરંજનને સેન્સર વગરના માલ સાથે સ્પર્ધા કરવાની છે. ટેક્નોલોજી સંસ્કૃતિની નવી વ્યાખ્યાના સંકેત પણ આપી રહી છે.