ફિલ્મઉદ્યોગમાં સફળ ટીમોનું પુનરાગમન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય લીલા ભણશાળીની 'રામલીલા’ રજૂ થવા જઈ રહી છે
આવતાં અઠવાડિયે સંજય લીલા ભણશાળીની 'રામલીલા’ રજૂ થવા જઈ રહી છે. તેની સફળતાની સાથે જ દીપિકા પાદુકોણ એક વર્ષમાં ત્રણ સફળ ફિલ્મોની નાયિકા બની જશે. આ વર્ષે રજુ થયેલી તેની ફિલ્મો 'યે જવાની હૈ દિવાની’ અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથેની 'ચેન્નઈ એક્સપ્રેસ’ બોક્સ ઓફિસ પર સુપરહીટ નિવડી છે. સાથે જ આ ફિલ્મોમાં દીપિકાના અભિનય અને ફિલ્મમાં તેના મહત્ત્વને પણ હવે નિર્દેશકો સ્વીકારવા લાગ્યા છે.

પુરુષપ્રધાન ફિલ્મઉદ્યોગમાં એક નાયિકાને આ પ્રકારનું સન્માન મળવું સારાં લક્ષણ છે. દીપિકા પાદુકોણની પ્રથમ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ’માં તે એક સામાન્ય યુવાન નાયિકા લાગતી હતી. અભિનયમાં તેનો આ વિકાસ વખાણવાલાયક છે. હવે જાણવા મળ્યું છે કે, સૂરજ બડજાત્યાની સલમાન અભિનિત ફિલ્મ 'બડે ભૈયા’ માટે પણ દીપિકા સાથે વાટાઘાટો ચાલી રહી છે.

કરીના કપુર અને કેટરિના કૈફ પણ આ પ્રકારની સફળતા મેળવી ચૂકી છે. હવે દીપિકાનો વારો છે. સંજય લીલા ભણશાળીની નાયિકાઓ સાહસિક અને નિર્ણય લેનારી મહિ‌લાઓ હોય છે. તેઓ રાધાભાવથી સમર્પણ કરીને રડનારી નથી હોતી કે, 'કાન્હા તુમને મુઝે બાહોં મેં બાંધા, પરંતુ ઇતિહાસ સે ક્યોં વંચિત કિયા’ - જેવું કે ધર્મવીર ભારતીએ પોતાની 'કનુપ્રિયા’માં લખ્યું છે. સૂરજ બડજાત્યાની નાયિકાઓ પારંપરિક મધ્યમવર્ગનાં મૂલ્યોને માને છે. તેમને માટે વિરોધ કરવો પાપ છે. એવું પણ સખ્ય છે કે અત્યાર સુધી સૂરજના મધ્યમવર્ગના પરિવારનું સ્વરૂપ બદલાઈ ગયું હોય.

તેમને માટે બડજાત્યા પરિવારની લક્ષ્મણ રેખાને પાર કરવી શક્ય નથી. સૂરજ બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાનનું પુનરાગમન જ તેને ભવ્ય ફિલ્મ બનાવી દે છે. એ બંનેએ ત્રણ સફળ ફિલ્મો આપી છે. તેમનો નાયક 'પ્રેમ’ હવે 'બડે ભૈયા’ બની ગયો છે. આથી પ્રેમ સંભવત: નાનાભાઈના પક્ષમાં જતો રહેશે, પરંતુ એક વાત નક્કી છે કે જો આ ફિલ્મમાં દીપિકા કામ કરશે તો ચરિત્ર ચિત્રણમાં જરૂર કંઈક મજબૂતાઈ હશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે સલમાન ખાન ફિલ્મ સર્જનની તરફેણમાં ભરપૂર યોગદાન આપશે.

તેમની છેલ્લી પાંચ ફિલ્મોમાં તો તેમણે કેમેરાની પાછળ, લેખનના ટેબલ પર અને એડિટિંગ ટેબલ પર સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું છે. સૂરજ અનેક વર્ષો બાદ સલમાન સાથે કામ કરી રહ્યાં છે. આ દરમિયાન સૂરજ અને સલમાન બંને બદલાઈ ગયા છે. દરેક વ્યક્તિ નિરંતર બદલાતી રહે છે. આ જોડીની સફળ ફિલ્મ 'હમ આપકે હૈં કૌન’માં માધુરીએ કામ કર્યું હતું, જે થોડાં વર્ષ પહેલાં બડજાત્યા પરિવારની 'અબોધ’ની નાયિકા હતી. અત્યારે ફિલ્મના બજારમાં દીપિકા પાદુકોણનો ભાવ સૌથી વધુ છે. તેણે કોઈ ફિલ્મમાં મહેનતાણાની સાથે નફામાં ભાગીદારી પણ લીધી છે. જોકે તે સૂરજ સાથે આવી કોઈ શરત નહીં મૂકે.

સલમાન ખાન અને દીપિકા બંને સૂરજ સાથે એવી શરતો નહીં મૂકે જે બીજાની સાથે રાખે છે. ફિલ્મઉદ્યોગમાં આજે પણ કેટલાક સંબંધો સાચવવામાં આવે છે. થોડા જ મહિ‌નામાં અયાન મુખર્જીની પટકથા તૈયાર થઈ જશે. જેમાં સંભવત: રણબીર કપૂરની સાથે દીપિકા પાદુકોણ જ હશે. સફળ ટીમોનું પણ પુનરાગમન થતું હોય છે. રણબીર કપૂર અને કેટરિના કૈફ અનુરાગ બાસુની 'જગ્ગા જાસૂસ’ના સળંગ પચાસ દિવસના શૂટિંગની શરૂઆત ૧પમી ડિસેમ્બરથી કરવાના છે અને બીજો ભાગ દક્ષિણ આફ્રિકામાં થોડા સમય બાદ શરૂ થશે. શું કોઈ એક ફિલ્મમાં રણબીર કપૂરને લઈને એકવીસમી સદીનો પ્રેમત્રિકોણ બનાવી શકાય છે?

એકસ્ટ્રા શોટ : સૂરજ બડજાત્યાને ફિલ્મ 'હમ આપકે હૈં કૌન’ (૧૯૯૪) માટે શ્રેષ્ઠ નિર્દેશક અને શ્રેષ્ઠ સ્ક્રિ‌ન પ્લેનો
એર્વોડ મળ્યો હતો.


જયપ્રકાશ ચોકસે