વિશ્વનો ભરોસો મેળવવા અબજો ખર્ચતું ચીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એશિયાના અનેક દેશો ચીન પર વિશ્વાસ નથી કરતા, દક્ષિણ ચીન મહાસાગર પર તેના પ્રભુત્વનો ઇરાદો પર વિવાદનું મોટું કારણ છે. તેનો મિસાઇલ કાર્યક્રમ, હવાઈ દળ અને જળસેનાના રક્ષણાત્મક કાર્યક્રમોમાં કરવામાં આવેલા વધારાથી અમેરિકાને નારાજગી થઈ છે. 

ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં વિશળકાય ઇલેક્ટ્રોનિક હોર્ડિંગ દ્વારા ચીનની તસવીરો દર્શાવાતી રહે છે: પ્રાચીન મંદિર, નિઓન લાઇટથી ચમકતી બહુમાળી ઇમારતો અને અનાજના ખેતરો. ચાઇનીઝ સરકારની સમાચાર એજન્સી શિન્હુઆ પોતાની અંગ્રેજી ટીવીચેનલ પર ‘ન્યૂ પરસ્પેક્ટિવ’ એટલે કે ચીન અંગે નવો દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિશ્વભરમાં બાળકો ચીનની આર્થિક મદદથી ચાલતા કાર્યક્રમોમાં મેન્ડેરીન ભાષા શીખે છે. ડેલાવેર (અમેરિકા)માં તો અમુક બાળકો કન્ફ્યુશિયસ ડે પર ચીનના પારંપરિક કપડાં પહેરે છે.

વર્ષોથી વિશ્વભરના ગ્રાહકોને દરેક જગ્યાએ ચાઇનીઝ વસ્તુઓની આદત છે: તેઓ જે પણ ખરીદે છે, તેના પર ‘મેડ ઇન ચાઇના’નું લેબલ સૌથી સામાન્ય હોય છે, પરંતુ તાજેતરમાં જ ચાઇનીઝ સરકાર પોતાના દેશને બ્રાન્ડ તરીકે સ્થાપવાના કામમાં જોતરાયેલી છે. એવી બ્રાન્ડ જેમાં અન્ય દેશોને એવી જ રીતે આકર્ષવાની ક્ષમતા હોય, જેમ અમેરિકા પોતાની સંસ્કૃતિ, મૂલ્યો અને ઉત્પાદનોના માધ્યમથી કરે છે.

એક દાયકા પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ નવું લક્ષ્ય નક્કી કર્યું હતું કે- પોતાના ઝડપથી વિકસતા અર્થતંત્ર અને લશ્કરી તાકાતના પૂરક તરીકે ‘સોફ્ટ પાવર’નું નિર્માણ કરવું. તે આ પ્રોજેક્ટ પર વાર્ષિક 68 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે. જ્યોર્જ વૉશિગ્ટન યુનિવર્સિટીના ડેવિડ શામર્બો કહે છે કે ઇમેજ બિલ્ડિંગનો આ અત્યાર સુધીનો વિશ્વનો સોથી ખર્ચાળ કાર્યક્રમ છે. તેમના મતે 2014માં અમેરિકાએ પોતાની પબ્લિક ડિપ્લોમસી માટે 4555 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીએ સોફ્ટ પાવરનો વિચાર વર્ષ 1990માં આ શબ્દની રચના કરનારા અમેરિકન વિદ્વાન જોસેફ ન્યે પાસેથી મેળવ્યો છે. તેમના મતે વિશ્વ પર પ્રભાવ ઊભો કરવા માટે લશ્કર તેમજ આર્થિક શક્તિઓ-હાર્ડ પાવર્સ પૂરતી નથી, સોફ્ટ પાવરનું આકર્ષણ પણ જોઈએ. પશ્ચિમમાં અનેક લોકો તેના એકાધિકારવાદી રાજકારણને શંકાની નજરે જુએ છે. એશિયામાં લોકો ચીનને વિસ્તારવાદી દાદા તરીકે જુએ છે. ચીને નિર્ણય કર્યો કે તેણે સોફ્ટ પાવર જોઈએ છે, જેથી વિદેશીઓ સાહજિકરૂપે તેના તરફ ઢળતા રહે છે. સોફ્ટ પાવર મુદ્દે ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓએ 2007માં પાર્ટી કાૅંગ્રેસમાં તેનો મુદ્દો ઉખેડીને કહ્યું કે અમને તેની જરૂર છે.
તેમના ઉત્તરાધિકારી શી જિનપિંગે આ પ્રયાસને ગતિ આપી અને વર્ષ 2013માં તેના પર પોલિત બ્યૂરોની બેઠક બોલાવી. એવું નક્કી થયું કે આ ‘ચાઈનીઝ રાષ્ટ્રના મહાન પુનરોદય’ માટે અત્યંત જરૂરી છે. ચીનીઓ આ મુદ્દે ન્યેને ગુરુ માને છે, જેઓ કહે છે કે કોઈ દેશ ત્રણ પ્રકારે સોફ્ટ પાવર સર્જી શકે છે - રાજકીય મૂલ્યો, પોતાની સંસ્કૃતિ અને પોતાની વિદેશનીતિ, પરંતુ ત્રણેય મોરચે વિજય મેળવવાનું કામ સરળ નથી. કોમ્યુનિસ્ટ પાર્ટી જાણે છે કે તેની વિચારધારામાં બીજાઓને આકર્ષિત કરવાની જરા પણ ગુંજાશ નથી.

વિદેશમાં છબિ સુધારવાની તૈયારી
{ વિદેશ મીડિયામાં પણ ચીન ભારે રોકાણ કરી રહ્યું છે. 2009-2011 દરમિયાન તેણે 40 વિદેશી બ્યૂરો શરૂ કરીને તેની સંખ્યા 162 કરી દીધી છે.

{ ચાઇના ડેઇલી અખબાર વૉશિંગ્ટન પોસ્ટ અને વૉલસ્ટ્રીટ જર્નલ જેવાં અખબારોમાં પરિશિષ્ટ મૂકવા માટે પૈસા આપે છે. અંગ્રેજી ભાષાની વેબસાઇટ ‘સિક્થ ટોન’માં આશરે 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સરકારની ટીકા કરનારા હોંગકોંગના અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને 1700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

{ સોફ્ટ પાવર વધારવાનો થોડો ફાયદો ચીનને થયો છે. એક લોકમત સંગ્રમમાં આફ્રિકાનો દૃષ્ટિકોણ હકારાત્મક રહ્યો, કારણ કે તેણે ત્યાં ખૂબ રોકાણ કર્યું છે.

{ પોર્ટલેન્ડ કોમ્યુનિકેશને 30 દેશ અંગે લોકોનો દૃષ્ટિકોણ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમાંથી મોટા ભાગના પૈસાદાર દેશો છે. 2015માં ચીન સૌથી નીચે રહ્યો અને ગયા વર્ષે તે ચેક ગણરાજ્ય અને આર્જેન્ટિના કરતાં ઉપર આવી ગયો. પરંતુ પૈસાથી ચીન એ આવકાર નથી મળ્યો, જે તેને જોઈએ છે. શી જિનપિંગના રાષ્ટ્રપતિ બનવાના એક વર્ષ પહેલાં અમેરિકાની અડધી વસ્તીનો ચીન પ્રત્યે હકારાત્મક અભિગમ હતો, 2016ના અંત સુધીમાં માત્ર 38 ટકા જ રહ્યા છે. પ્યૂને અન્ય દેશોમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો. જે 19 દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી 14 દેશોમાં લોકોનો અભિગમ ચીન પ્રત્યે એટલો મિત્રતાપૂર્ણ નહોતો.
અન્ય સમાચારો પણ છે...