સદ્વૃત્તિથી સમસ્યાનું સમાધાન મેળવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક આદર્શ વાક્ય છે કે દરેક સમસ્યા સાથે તેનું નિદાન પણ આવે છે, પરંતુ નિદાનને કેવી રીતે પકડવું તે પાછી એક મોટી સમસ્યા છે. શાસ્ત્રોમાં મનુષ્યોના આંતરિક સ્વભાવને વૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે વિચારોનો ક્રિયામાં બદલનારી શક્તિ. દરેક માનવીમાં સારી અને ખરાબ વૃત્તિ હોય છે. મહાભારતમાં કહેવાયું છે કે, 'હું ધર્મને જાણું છું, પરંતુ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી થઈ રહી. હું અધર્મને જાણું છું, પરંતુ તેનાથી મારી નિવૃત્તિ નથી થઈ રહી.’ આપણા અંદર સારી વૃત્તિ હંમેશાં સારા કામ કરે છે અને ખરાબ વૃત્તિ સારાં કામ કરવા દેતી નથી. આથી સમસ્યા આવે ત્યારે સારી વૃત્તિ પર ટકી જાઓ અને નિદાનને પકડવાનો પ્રયાસ કરો. એક હોય છે શ્વાનવૃત્તિ, જેમાં કૂતરો માત્ર કામને જુએ છે. બીજી હોય છે સિંહવૃત્તિ, સિંહ હંમેશાં કારણને જુએ છે. કારણને જેટલું સરળતાથી પકડશો, નિદાન એટલું ઝડપથી હાથમાં આવશે. આપણે કારણોને જેટલાં નબળાં પાડીશું, એટલા અપરાધથી બચી શકીશું.