કારમાં બેસીને 32 દેશની અનોખી યાત્રા

Bharulata Kamble

Dec 12, 2016, 04:26 AM IST
sitting in the car's unique 32 country journey by Bharulata Kamble
મારો ઉછેર મહદંશે લંડનમાં જ થયો છે અને હું ત્યાં જ કાર ચલાવતા શીખી. જ્યારે પણ મન ઉદાસ થતું અથવા કોઈ ગૂંચવણમાં હોતી, તો જોરદાર મ્યુઝિક સાથે હું કાર ચલાવવા નીકળી પડતી. ક્યાંક નદી કે હરિયાળી દેખાય, તો ત્યાં કાર પાર્ક કરીને પગે ચાલવા માંડતી. આ રીતે કાર ચલાવવી મારું પેશન ક્યારે બની ગયું એ ખબર જ ન રહી.32 હજાર કિમીની યાત્રા દરમિયાન અનેક નવી સંસ્કૃતિઓનો પરિચય થયો. મને ચીનના રસ્તા ખૂબ સારા લાગ્યા, પરંતુ હું ત્યાં રહેવાનું પસંદ નહીં કરું કારણ કે ત્યાંની અન્ય વસ્તુઓ ન ગમી. કોઈ મને પૂછે કે ધરતી પર સ્વર્ગ ક્યાં છે, તો હું હંમેશાં નોર્વેનું નામ લઈશ. ત્યાં ઉનાળામાં પ્રાકૃતિક સૌંદર્ય અદ્દભુત હોય છે, પરંતુ ઠંડી એટલી હોય છે કે હું ત્યાં રહી ન શકું. રહેવા માટે તો લંડન પણ પરફેક્ટ ન લાગ્યું અને ત્યાં સુધી કે ભારત પણ નહીં. મેં જે દિવસે મોરે ચેકપોસ્ટથી બપોરે ભારતમાં પ્રવેશ કર્યો, તે 8મી નવેમ્બરનો દિવસ હતો. ઇમ્ફાલ આવતાં સુધીમાં તો સાંજ પડી ગઈ અને નોટબંધીની જાહેરાત થઈ રહી હતી. ત્યારે મારી પાસે પાણીની એક બોટલ લેવાના પૈસા પણ નહોતા.
જોકે, બીજા દેશોની થોડી થોડી કરન્સી હતી. ઓળખાણ ન હોવા છતાં લોકોએ ખૂબ મદદ કરી. આવો ભાઇચારો પશ્ચિમી દેશોમાં બિલકુલ જોવા ન મળે. ત્યાં કોઈ મરેલું પડ્યું હોય, તો પણ જોવાવાળું કોઈ નથી હોતું. ભારતમાં અનેક જગ્યાએ લોકોએ મારું કાર્ડ સ્વાઇપ કરીને બે-બે હજાર રૂપિયા આપ્યા. આટલી લાંબી યાત્રા હતી, તો સ્વાભાવિક છે કે અડચણો તો આવવાની જ હતી અને ખાટા-મીઠા અનુભવો પણ થયા. રશિયામાં થી પસાર થતી વખતે એક પેટ્રોલ પંપ પર મારી ડીઝલ કારમાં પેટ્રોલ નાખી દીધું. કારણ કે ત્યાંના લોકોને ઇંગ્લિશ કદાચ બિલકુલ નહોતું સમજાતું. બીજા દિવસે મારા વિઝા પૂરા થતા હતા, તો એક્સટેન્શન માટે અમુક દિવસ થઈ જાત. પછી ચીન, ડેન્માર્ક વગેરે દેશોના વિઝાની મુદત પૂરી થઈ જાય એમ હતી. બોર્ડર લગભગ 66 કિમી દૂર હતી અને તે માત્ર દિવસે જ ખૂલી રહે છે. હું તો એકદમ પરેશાન થઈ ગઈ, કારણ કે કારને ટોઇંગ કરીને ગેરેજ સુધી લઈ જઈને ફ્યૂઅલ ટેન્ક ખાલી કરવાની સાથે ફિલ્ટર બદલવાનું હતું. ત્યાર પછી જ ડીઝલ નાખી શકાય તેમ હતું. આ બધામાં પાંચ-છ કલાક લાગી જાય. મને ઇંગ્લિશના પ્રોફેસર મળ્યા, જેઓ રશિયન પણ બોલી શકતા હતા. તેઓ ત્યાં સુધી રોકાયા, જ્યાં સુધી મારી મુશ્કેલી સંપૂર્ણપણે દૂર ન થઈ ગઈ. મને થયું આપણે એશિયાઈ દેશોમાં જોડાણ અને ભાઈચારો છે. રશિયા સિવાય કઝાકિસ્તાન અને કિર્ગિઝસ્તાન જેવા એશિયાઈ દેશોમાં મને પોઝિટિવ અનુભવ થયા. એશીયા અને યુરોપ વચ્ચે મને મહેનમાનગતિમાં ખૂબ ફરક જોવા મળ્યો.
કઝાકિસ્તાનમાં મને ખૂબ ખરાબ અનુભવ પણ થયો. મારી બીએમડબલ્યૂ કાર બ્રિટિશ નંબરની હતી, તો પોલીસે રોકી. મેં બ્રિટિશ પાસપોર્ટ બતાવ્યો, તો તેમણે ચોરની જેમ લાંચમાં 250 અમેરિકન ડોલર લીધા. પણ આગળ રસ્તામાં એ જ દિવસે જ્યારે મને બીજી વખત રોકવામાં આવી, તો મેં ઓએસઆઈ (ઓવરસીઝ સિટિઝન આૅફ ઇન્ડિયા) પાસપોર્ટ બતાવ્યો, તો મને સન્માન સાથે જવા દેવામાં આવી. મારી યાત્રામાં આવેલા મધ્ય એશિયાના ત્રણ દેશોમાં મને ભારતીય હોવાના કારણે ખૂબ સન્માન મળ્યું. આનાથી મને પણ ભારતીય હોવા પર ગર્વ અનુભવાયો. રશિયા અને કઝાકિસ્તાનની સરહદ પર બંને દેશના સૈનિકો એકબીજા સાથે વૉકી-ટૉકી પર મારા ભારતીય હોવાની વાત કરતા હતા. મારે લાઇનમાં ઊભવું ન પડ્યું અને પાસપોર્ટ પણ ઝડપથી મળી ગયો. બે કલાકના બોર્ડર ક્રોસિંગમાં મને માત્ર 10 મિનિટ થઈ. રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને ત્યાં સુધી કે ચીનમાં પણ લોકો ભારતીય અભિનેતાઓને ખૂબ પસંદ કરે છે. મ્યાંમારમાં તો ત્યાંના રાષ્ટ્રપતિના આદેશથી અનેક લોકોએ મારી તસવીર લીધી, જેથી ત્યાંના પ્રવાસને પ્રોત્સાહન આપી શકાય. તેઓ એવું દર્શાવવા માગતા હતા કે ભારતીય મહિલા અમારા દેશમાં સંપૂર્ણ સુરક્ષિત એકલી ડ્રાઇવ કરી રહી છે.
કિર્ગિઝસ્તાનથી ચીનની સરહદ પાર કરતી વખતે અડધા એવરેસ્ટની ઊંચાઈ પર પહોંચી જઈએ છીએ. આ દુનિયાનો સૌથી અઘરો અને મુશ્કેલ તેમજ ખતરનાક બોર્ડર ક્રોસિંગ માનવામાં આવે છે. ષ્ંચાઈ દરિયાઈ સપાટીથી 12થી 13 હજાર ફૂટ ઉપર હશે. મેં આટલી ઊંચાઈ પર આશરે 500 કિલોમીટર સુધી કાર ચલાવી હશે. એ દિવસે બરફ પડવાના લીધે મુશ્કેલી વધી ગઈ. સાવ એકલતાની યાત્રા દરમિયાન મેં અનુભવ્યું કે મને હોસ્ણિટલથી ખૂબ ડર લાગે છે, જ્યારે મારા લગ્ન ડૉક્ટર સાથે થયાં છે. કદાચ એટલા માટે જ મેં મારા નાનાજીને છેલ્લા દિવસોમાં હોસ્પિટલમાં જોયા હતા અને તેઓ ક્યારેય પાછા ન આવ્યા. એટલા માટે મને હોસ્પિટલથી ખૂબ ડર લાગે છે. આ રીતે પોતાની અંદરની વસ્તુઓને મેં એકલતા દરમિયાન અનુભવી. મેં ક્યારેય પણ મારી જાત પર વર્લ્ડ રેકોર્ડ બનાવનારી પહેલી મહિલા જેવી વાતોને હાવી થવા દીધી નથી.
મેં હંમેશાં એ જ વિચાર્યું કે વુમન એમ્પાવરમેન્ટ અને ‘બેટી બચાવો’નો સંદેશ આપવો મારી નૈતિક જવાબદારી છે. આ એટલા માટે પણ છે કારણ કે મારા જીવનની શરૂઆતમાં મને છોકરી હોવાના કારણે નીચી દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી. ભારતીય પેટ્રોલિયમમાં કામ કરનારા મારા પિતાના મૃત્યુ પછી મારા કાકાએ અમારી બે બહેનોની જવાબદારી દેવાની ના પાડતા કહ્યું હતું કે, ‘છોકરીઓ અને રસ્તામાં પડેલા પથ્થરમાં કોઈ ફરક નથી હોતો.’ નાનાજીએ અમને પ્રોત્સાહન આપ્યું, આગળ વધાર્યા. હું તેમની યાદમાં નવસારી અને મારી સાસરી મ્હાડ, મહારાષ્ટ્ર બંને જગ્યાએ એક હોસ્પિટલ શરૂ કરવા માગું છું. કારણ કે મેં નાનાજીને હોસ્પિટલમાં સારાં સાધનોના અભાવે ગુમાવ્યા હતા. મારા પતિ ડૉક્ટર છે, એટલે મને આ અઘરું નથી લાગતું.મેં 32 હજાર કિલોમીટરની કારયાત્રા એકલા કરી તો આજે એવું લાગે છે કે છોકરો હોય કે છોકરી કંઈ અશક્ય નથી. સંપૂર્ણ સમર્પણ ભાવ અને એકધ્યાન બનીને સખત મહેનત કરવાથી કામ કરવામાં આવે, તો અઘરું કામ પણ પૂરું કરી શકાય છે. મુશ્કેલીઓ અને અડચણો માત્ર ભારતમાં જ નથી, પરંતુ સમગ્ર દુનિયામાં હોય છે. પણ જે રીતે ભારતમાં મુશ્કેલીઓને ઉછાળવામાં આવે છે, એવું બીજા દેશોમાં નથી થતું અથવા ઓછું હોય છે.
X
sitting in the car's unique 32 country journey by Bharulata Kamble
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી