પરદે કે પીછે : સિનેમાજગતને જરૂર છે કલાકારોની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાને સુભાષ ઘાઈ પાસેથી તેમની ફિલ્મ ‘હીરો’ની રિમેક બનાવવાના અધિકાર ખરીદી લીધા છે અને સંભવત: તેમાં આદિત્ય પંચોલીના પુત્રને જેકી શ્રોફની ભૂમિકામાં રજૂ કરાશે. આ જ પ્રકારે તે અર્જુન કપૂર માટે પણ પટકથા શોધી રહ્યો છે. સલમાન ખાન એક નિર્માતા તરીકે નવોદિત કલાકારો અને ટેક્નિશિયનોને તક આપવા ઈચ્છે છે. તેની બહેન અલવીરાના પતિ અતુલ અગ્નિહક્ષેત્રી ‘બોડીગાર્ડ’ પછી નવા કલાકારોને લઈને એક ફિલ્મનું શૂટિંગ સંપન્ન કરી ચૂક્યા છે.

અરબાઝ ખાન પણ મધ્યમ બજેટની ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. આદિત્ય ચોપડા નવા ચહેરાઓને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. અર્જુન કપૂરને આદિત્યએ ‘ઈશ્કઝાદે’માં રજૂ કર્યો છે અને હવે તેને બેવડી ભૂમિકાઓવાળી ‘ઓરંગઝેબ’માં પ્રસ્તુત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને મુગલ રાજા ઓરંગઝેબ સાથે કંઈ લેવાદેવા નથી. ફિલ્મમાં ઋષિ કપૂરનું નામ ઓરંગઝેબ છે અને તે ગુડગાંવમાં ચાલી રહેલાં ગુંડારાજની કાલ્પનિક વાર્તા આધારિત છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પણ અડધા ડઝન જેટલી ફિલ્મો બનાવવાની યોજના ઘડી રહ્યા છે.

રતિ અગ્નિહક્ષેત્રી પોતાના પુત્રને ‘એક દૂજે કે લીએ’ની રિમેકમાં રજૂ કરવાની છે. તેણે પોતે કમલ હાસન સાથે આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ‘હીરો’ કે ‘એક દૂજે કે લીએ’ની રિમેક માટે નિર્દેશકો સામે સૌથી મોટો પડકાર છે મૂળ ફિલ્મ જેવા મધુર સંગીતનો. આ બંને ફિલ્મોની સફળતાનો મોટાભાગનો શ્રેય લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને ગાયક આનંદ બક્ષીને જાય છે.

આજે તેમની સમકક્ષ એકપણ પ્રતિભા બજારમાં ઉપલબ્ધ નથી. આનંદ બક્ષીનો વિકલ્પ શોધવો લગભગ અશક્ય છે. ‘સોલા બરસ કી બાલી ઉમર કો સલામ’ જેવા ગીત આજે કોણ લખી શકે? આ ટીમનો લોપ થયા પછી સુભાષ ઘાઈ પોતે પણ અધૂરા રહી ગયા છે. હવે તે પોતે પણ નવા કલાકારોને લઈને એક પ્રેમકથા ફિલ્માવવા જઈ રહ્યાં છે. તેમની ‘કર્ઝ’ની રિમેક બની ચૂકી છે.

ઉદ્યોગને એવા બે ડઝન સ્ટાર કલાકારોની જરૂર છે, જે દર્શકોમાં ઉન્માદ જગાડી શકે. ફિલ્મ વ્યવસાય આ ઉન્માદ પર જ ટકી રહ્યો છે. માત્ર એકાદ ફિલ્મની સફળતા બાદ સ્ટાર બનતાની સાથે જ વ્યક્તિ બદલાઈ જાય છે, જો કે ઉન્માદ જગાડવા લાંબી મજલ કાપવી પડે છે, જે સતત શિસ્તબદ્ધ રહીને કઠોર મહેનતનું કામ છે. ખરેખર ફિલ્મઉદ્યોગને સ્ટારથી વધુ કલ્પનાશીલ નિર્દેશકોની જરૂર છે.
આજકાલ ફિલ્મો અભિનેતાની ઈચ્છાથી તેના કહેવા મુજબ બની રહી છે અને નિર્દેશક પદની ગરિમાનો ખાતમો થઈ ગયો છે. ભારતીય સિનેમાના સુવર્ણકાળ (૧૯૪૭-૧૯૬૪)માં એવા ઘણા નિર્દેશકો હતા, જેમનો અભિનેતાઓ આદર કરતા. તે જમાનામાં ગાયક-ગાયિકાઓ સંગીતકારોના ઘરે જઈને દિવસો સુધી રહિર્સલ કરતા, ત્યાર પછી જ ગીત રેકોર્ડ થતા. આ કઠોર તપશ્વર્યામાંથી ઉદ્દભવેલી મધૂરતા આજે પણ એટલી જ કર્ણપ્રિય છે.

એક પ્રયોગ એવો કરી શકાય કે ‘એક દૂજે કે લીએ’ જેવી ફિલ્મો નવા અભિનેતાઓને લઈને શૂટ થાય અને મૂળ ફિલ્મનાં ગીતોને માત્ર સ્ટીરિયોફોનિકમાં પુન: રેકોર્ડ કરવામાં આવે અને મૂળ પાર્શ્વગાયકના અવાજને જેમનું તેમ રાખવામાં આવે, જેવું ‘મુગલ-એ-આઝમ’ની રંગીન આવૃત્તિમાં કરાયું હતું.

સિનેમાથી વધુ ટીવી ફોમ્યુંલાગ્રસ્ત છે અને સૌથી વધુ દર્શકો તેની પાસે જ છે. મનોરંજનજગતમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. ટેક્નોલોજી સમાજ અને સિનેમા બંનેમાં પરિવર્તન લાવી રહી છે, પરંતુ સર્જનપ્રક્રિયા કોઈ પ્રયોગશાળામાં ઘડાતી નથી. લેખન અને નિર્દેશન ક્ષેત્રે અણધાયાઁ ક્ષેત્રોમાંથી પ્રતિભાઓ આવવાની સંભાવના છે.

- પરદે કે પીછે
જયપ્રકાશ ચોકસે
એક્સ્ટ્રા શોટ : ‘એક દૂજે કે લીએ’ (૧૯૮૧)ના ગીત ‘તેરે મેરે બીચ મેં’ માટે આનંદ બક્ષીને સર્વશ્રેષ્ઠ ગાયકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.