તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીમાં શીલા દીક્ષિત ભાજપ માટે પડકાર, રણનીતિ ચર્ચાના કેન્દ્રસ્થાને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર પ્રદેશમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં જેને ચોથા ક્રમે માનવામાં આવતી હતી એ રાજકીય શક્તિ પોતાની રણનીતિને કારણે ચર્ચાના કેન્દ્રસ્થાને આવી ગઈ છે. તેના કારણે રાજ્યના ચૂંટણી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે દિલ્હીનાં પીઢ નેતા શીલા દીક્ષિતને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર જાહેર કરીને રાજ્યના વગદાર ગણાતા બ્રાહ્મણ સમુદાયને રાજકીય સ્પર્ધાના કેન્દ્રમાં લાવી દીધો છે. રાજ્યમાં બ્રાહ્મણ મતદારોનું પ્રમાણ 10થી 11 ટકા આંકવામાં આવે છે. આ સંખ્યા તેમને એવી ‘વોટ બેન્ક’ તરીકે રજૂ કરે છે જે દેશના અન્ય કોઈ રાજ્યમાં નથી.
કોંગ્રેસે ટિકિટોની વહેંચણી દ્વારા દર્શાવવું પડશે કે તે ઉચ્ચ ગણાતી જ્ઞાતિના મતદારોને આકર્ષવા કટિબદ્ધ છે

આ જ કારણોસર એક જમાનામાં કાશીરામે ઉત્તરપ્રદેશને બ્રાહ્મણવાદનો ગઢ ગણાવ્યો હતો. નેવુંના દાયકા બાદ આ વોટબેન્ક ભાજપનું જમા પાસું રહી છે. ભાજપ ભલે જીતે કે હારે પણ તેને મળતા બ્રાહ્મણ મતોની ટકાવારી હંમેશા 45થી 65 ટકા રહી છે. છેલ્લા 30-35 વર્ષોમાં એક પણ રાજકીય પક્ષે કોઈ બ્રાહ્મણ નેતાને ક્યારેય મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યો નથી. તેથી એવું માનવામાં આવે છે કે કોંગ્રેસની આ રાજકીય વ્યૂહરચનાને કારણે બ્રાહ્મણ સમુદાયને મહત્ત્વનો સંદેશ મળ્યો છે.

એક ‘દીક્ષિત’નાં મેદાનમાં હોવાના કારણે કોંગ્રેસના ખાતામાં પડનારો પ્રત્યેક બ્રાહ્મણ મત ભાજપના ખાતામાંથી ગયો હોવાનું માનવામાં આવશે. અત્યાર સુધી માત્ર બસપાએ જ ભાજપના બ્રાહ્મણ મતોને આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો (બસપામાં અત્યારે બ્રાહ્મણવાદ વિરોધી કોઈ પણ નિવેદન કરવા પર પાબંદી મૂકવામાં આવેલી છે). અચાનક જ બ્રાહ્મણો ભાજપની અકબંધ વોટબેન્કના બદલે એવા મતદાર સમુદાય તરીકે જોવામાં આવી રહ્યા છે જે પ્રવાહી હોય. અને જેમની જ્ઞાતિગત નિષ્ઠા જાટો અને યાદવોની જેમ પૂર્વનિર્ધારિત નથી.

એક રીતે જોઈએ તો બ્રાહ્મણ મતો મુસ્લિમ મતોની જેમ જ પ્રવાહી થઈ ગયા છે. મુસ્લિમો ‘વ્યૂહરચનાબદ્ધ વોટિંગ’ માટે જાણીતા છે. તેઓ એમની જ તરફેણમાં બટન દબાવે છે જે ભાજપને હરાવી શકે એમ હોય છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે વર્ષમાં ભાજપે જે પ્રકારનું રાજકારણ કર્યું છે એ જોતા આ વખતે મુસ્લિમ મતદારોનો આ પ્રકારનો આગ્રહ વધારે રહેશે. સમાજવાદી પાર્ટીએ પણ એ દર્શાવવું પડશે કે તેમના ઉમેદવારો રાજ્યમાં ભાજપની આગેકૂચ રોકી શકે એમ છે, નહીંતર તેમને મુસ્લિમ મતો મળવાની ગેરન્ટી નથી.
લેખના વધુ અંશો વાંચો આગળની સ્લાઈડ્સમાં........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો