તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈંદ્રિયો જ મુશ્કેલ સમયમાં રસ્તો બતાવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારી પાસે યોગ્ય રસ્તો ન હોય પરંતુ આત્મવિશ્વાસ હોય તો રસ્તો નીકળી જ જાય

કોઈ અશક્ય લાગતું કામ કરવા નીકળો અને શરૂમાં તમારી પાસે યોગ્ય રસ્તો ન હોય પરંતુ આત્મવિશ્વાસ હોય તો રસ્તો નીકળી જ જાય છે. એટલે કે આપણી પાસે કોઈ લક્ષ્ય હોય અને શરૂઆતમાં માર્ગ ન જોઈને નિરાશ થઈને બેસી ન જાવ. ક્યારેક તો ઊઠીને ચાલવાથી જ અડધો રસ્તો પાર થઈ જાય છે. સંસારમાં આપણને મદદ કરનારા અનેક લોકો મળી જાય છે. મદદ લેવામાં કશું જ ખોટું નથી, પરંતુ પોતાની દસ ઈંદ્રિયો પર વિશ્વાસ રાખવો જોઈએ.

તેમના પર આપણે યોગ્ય નિયંત્રણ રાખીએ તો તે આપણને માર્ગ બતાવશે. અસમંજસની સ્થિતિમાં વિચાર કરો કે શરીર અને મનમાં શું અંતર છે. મનને વર્તમાનમાં કોઈ રસ નથી. શરીર તેનાથી વિપરીત હોય છે. તે વર્તમાનમાં જ જીવે છે. તેથી મોટાભાગે શરીર અને મનનો મેળાપ થતો નથી. શરીર સ્થિર છે તો મન ચંચળ છે. આ બંનેને એક કરવાનો માર્ગ છે. ગંભીર શ્વાસ લો અને છોડી દો. આ દરમિયાન પોતાના વિચારોને રોકી દો. માત્ર શ્વાસની ક્રિયા શરીર અને મનને એક કરી દેશે.

પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો