તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંપત્તિની જેમ શરીરને પણ સાચવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોએ નિરોગી શબ્દ ભુલાવી દીધો છે અને શરીર જ સૌથી મોટી સંપત્તિ બની ગયું

સૌથી મોટી સંપત્તિ નિરોગી કાયા છે. લોકોએ નિરોગી શબ્દ ભુલાવી દીધો છે અને શરીર જ સૌથી મોટી સંપત્તિ બની ગયું છે. જીવન, શરીર અને સંપત્તિની આજુબાજુ જ કેન્દ્રિ‌ત થઈ ગયું છે. જેવી રીતે શરીરની સંપત્તિ નિરોગી હોવામાં છે, એવી જ રીતે ધનનું મહત્ત્વ તેની સદાચરણથી કમાણી અને ખર્ચ કરવામાં છે. અગાઉ એક તબીબ અનેક બીમારીઓનો ઈલાજ કરતો હતો અને હવે એક બીમારી પાછળ અનેક તબીબ લાગી પડે છે.

પહેલાં ડોક્ટર પર ભગવાન જેટલો વિશ્વાસ મૂકવામાં આવતો હતો, આજે બંને શંકાના ઘેરામાં છે. માનવીનું શરીર તબીબો માટે બેન્કના એટીએમ જેવું થઈ ગયું છે. ઈચ્છો એ અંગમાંથી રકમ કાઢી લો. લોકો શાસ્ત્રોને જૂનવાણી કહીને ભલી ફગાવી દેતા હોય, પરંતુ તેમાં કેટલીક કામની વાતો લખેલી છે. શાસ્ત્રોએ ચેતવણી આપી છે કે એક દિવસ જ્યારે આ શરીર તૂટશે ત્યારે કોઈ સાથ નહીં આપે. આથી પોતાના શરીરથી અલગ થવાની ક્રિયા શરૂ કરી દો.