તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંમતિ માટે વાક્ચાતુર્ય જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યોર્જ વોશિંગ્ટન બધાની સાથે સહયોગ તથા સંમતિથી કામ કરતા હતા

જ્યોર્જ વોશિંગ્ટન એમરિકાના પ્રમુખ હતા ત્યારે તેઓ બધાની સાથે સહયોગ તથા સંમતિથી કામ કરતા હતા. એક દિવસ અમેરિકન સંસદમાં મહત્ત્વપૂર્ણ દરખાસ્ત પર ચર્ચા થવાની હતી. તેથી કોંગ્રેસના બધા સભ્યો ગૃહમાં હાજર રહ્યા. આ દરખાસ્તમાં દેશના લશ્કરની સંખ્યા ત્રણ હજાર સૈનિકો સુધી મર્યાદિત કરવાની માગ કરાઈ હતી. જોકે, મોટાભાગના સભ્યો તેની વિરુદ્ધ હતા, કારણ કે તેમની દૃષ્ટિમાં સલામતીની દૃષ્ટિએ તે અયોગ્ય હતું.

દરખાસ્ત રજૂ કરનાર સભ્યનો તર્ક હતો કે મોટું લશ્કર રાખવાથી સલામતી ખર્ચ વધી જાય છે, તેથીવિકાસકાર્યો માટે ભંડોળ ઓછું બચે છે. વોશિંગ્ટન ઊભા થયા અને બોલ્યા, 'હું આ દરખાસ્તનું સહર્ષ સ્વાગત કરું છું, પરંતુ શરત માત્ર એટલી કે કોઈ પણ શત્રુ દેશ બે હજારથી વધુ સૈનિક લઈને દેશ પર હુમલો ન કરે.’ વોશિંગ્ટનના આ તર્ક સાથે જ દરખાસ્ત રદ થઈ ગઈ. મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન વ્યક્તિએ બધાની સંમતિથી કામ કરવાનું હોય છે. તેથી કોઈની અસંમતિને સંમતિમાં બદલવા માટે વાક્ચાતુર્ય અને નક્કર તર્કો જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો