ઈશ્વરનું સ્મરણ દિલથી કરીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઈશ્વરનું સ્મરણ દિલથી કરીએ
- તમે ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે આપણે ભગવાનને કેમ યાદ કરીએ છીએ?
તમે ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે આપણે ભગવાનને કેમ યાદ કરીએ છીએ? આજે હનુમાનજીના માધ્યમથી આ વાતને સમજીએ. અસંખ્ય લોકો પરંપરાને કારણે પરમાત્માનું સ્મારણ કરી રહ્યા છે. બીજાએ કર્યું તો અમે પણ કરી રહ્યા છીએ. કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે તો બાકીના ડરને કારણે આમ કરી રહ્યા છે. ઘણા ઓછા લોકો હશે જે પરમાત્માને એટલા માટે યાદ કરતા હશે કે, પરમાત્મામાં કોઈ વાત એવી છે જે સંસારમાં ક્યાંય નથી.

એક સાચો ભક્ત ભગવાન સાથે માત્ર એટલા માટે જોડાય છે કે તેને માત્ર ભગવાન જોઈએ છે. ભગવાન પાસેથું શું મળે છે એ વાત તેની કલ્પનામાં પણ આવતી નથી. રામને પ્રથમ વખત મળતાં સમયે હનુમાનજી કહે છે કે, મારામાં ઘણા બધા અવગુણ છે, તેમ છતાં સેવકને તમે ભુલી ન જાઓ. ભક્તની આ માગ પરમાત્માને બાંધી દે છે.