વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસલ પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસલ પરીક્ષા
- વિશ્લેષણ | કથનને કાર્યસ્વરૂપ આપીને દેખાડવું પડશે કે તેઓ પોતાના ભૂતકાળના કેદી નથી


આપણે એવા યુગમાં જીવીએ છીએ જેમાં કોઈ ફિલ્મ જો અઠવાડિયાના છેલ્લા દિવસોમાં જોરદાર શરૂઆત કરે તો તેનો હિ‌ટ જાહેર કરી દેવાય છે. સિલ્વર જ્યુબિલીનો યુગ તો ક્યાંય પાછળ રહી ગયો છે. રાજકારણમાં પણ આ જ રીતે સમયના સંકુચિત થવાનો અહેસાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીના પ્રથમ ૧૦૦ દિવસોને તેમની સરકારના નિર્ણયોના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યા છે. ૧૦૦ દિવસ તો ૧૪ અઠવાડિયાથી બે દિવસ વધુ હોય છે.
પાંચ વર્ષ માટે ચૂંટાયેલી બહુમતની સરકાર અંદાજે ૨૬૦ અઠવાડિયા ચાલવાની અપેક્ષા હોય છે. શું વડાપ્રધાનના સ્વરૂપમાં મોદીનો અંદાજ કાઢીને આપણે ઉતાવળ નથી કરી રહ્યા? કદાચ હા, પરંતુ ૨૪ કલાક અને સાતેય દિવસ સમાચારોનું ચક્ર આજના સમાચારને આવતીકાલનો ઇતિહાસ બનાવી દે છે તો જાહેર ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિએ તાત્કાલિક લેવામાં આવતા નિર્ણય માટે તૈયાર રહેવું જોઈએ. સ્વતંત્રતા દિવસે આપેલું મોદીનું ભાષણ નવી જમીન તોડનારું હતું. ત્યાં સુધી તો એ ચિંતા વધતી જઈ રહી હતી કે એ વ્યક્તિ જે ચૂંટણી પ્રચાર દરમિયાન થોડું વધારે જ બોલતો હતો તે હવે ચિંતા ઉપજાવે એવી રીતે ચૂપ કેમ છે.
મોદીને પરિવર્તનની અપેક્ષા સાથે વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કાયમ સાયલન્ટ મોડમાં રહેતા વડાપ્રધાનના એક દાયકાના કાર્યકાળ બાદ ભારતીય મતદારો એવો નેતા શોધતા હતા જે સતત તેમની સામે આવતો રહે, એ જ ઊર્જા‍ અને નવીનતા લાવે, જેનું મોદીના પ્રચાર અભિયાનમાં વચન અપાયું હતું.
શરૂઆતના કેટલાક અઠવાડિયા એવું લાગ્યું કે મોદી ૭, રેસર્કોસ રોડના જીવન સાથે તાલમેલ બેસાડવામાં ગૂંચવાયા છે.
કેબિનેટની પસંદગી નિરાશાજનક હતી. સામાન્ય રીતે એવો જ મેસેજ ગયો કે મોદીનો ઈરાદો ગુજરાત મોડલને કેન્દ્રીયકૃત મુખ્યમંત્રી કચેરીને વડાપ્રધાન કચેરીમાં લાવવાનો છે. બાબુઓના લાંબા-લાંબા પ્રેઝન્ટેશન ક્યારેય રાજકીય પહેલનું સ્થાન લઈ શકે નહીં. મોદીના પ્રથમ ૧૦૦ દિવસોમાં એવી કઈ પુષ્ટિ વગરની વાતો જાણવા મળી કે કેવી રીતે વડાપ્રધાન મંત્રીઓ પર નજર રાખી રહ્યા છે. મંત્રીઓને કામમાં ઘણી ઓછી આઝાદી છે. મોદીના વ્યક્તિત્વની સરમુખત્યારશાહીની છાંટ સરકારમાં જોવા મળી રહે છે.
માત્ર અરુણ જેટલી એવા મંત્રી તરીકે જોવા મળ્યા જેમના પર મોદીને એટલો વિશ્વાસ છે કે તેમને બીજાની સરખામણીએ વધુ આઝાદી છે. તેમ છતાં જેટલીનું પ્રથમ બજેટ પ્રજાની અપેક્ષાઓ પૂરું કરી શક્યું નથી.
આ કારણોસર સ્વતંત્રતા દિવસે મોદીએ આપેલું ભાષણ મહત્ત્વનો સંકેત છે. એક અર્થમાં આ મોદી માટે ખુદને વ્યક્ત કરવાનો આદર્શ મંચ હતો. મોદી કોઈ પણ એવી જગ્યાએ ખલી ઊઠે છે જ્યારે તેમને વક્તૃત્વકળા દેખાડવાની અને રાજકીય તંત્રને નજરઅંદાજ કરીને સીધા મતદાર સાથે સંવાદ સાધવાની તક મળે છે. ખુદને 'સેવક’ જણાવવો, મોદીની ખાસ શૈલી છે.
દિલ્હીની વીઆઈપી સંસ્કૃતિમાં ખુદને બહારના વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ હતો. બરાબર, 'ચાયવાળા’ કાર્ડની જેમ, જે તેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં સફળતાપૂર્વક રમ્યું હતું. સ્વચ્છતા અને ટોઈલેટ બનાવવાને પોતાના ભાષણના મુખ્ય તત્વ બનાવીને તેમણે 'રાષ્ટ્ર નિર્માણ’ના આહ્વાનનું છે. એક એવા સમયે જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હિ‌ન્દુત્વ સંબંધિત પોતાનો દૃષ્ટિકોણ દેશ પર ઠોકી બેસાડવા માગે છે, ગોવામાં ભાજપ સરકારના મંત્રી જાહેરમાં ‘હિ‌ન્દુ રાષ્ટ્ર’ની વાત કરી રહ્યા છે, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગમાં સાંપ્રદાયિક હિંસાથી તણાવ જન્મેલો છે, શું વડાપ્રધાનના મેસેજ પર તેમના સંઘ પરિવારના સભ્યો ધ્યાન આપશે?

મોદી હવે 'હિ‌ન્દુ હૃદય સમ્રાટ’ રહ્યા નથી. તેઓ ભારતના વડાપ્રધાન છે, જેની પાસે એવા કોઈ પણ વ્યક્તિ પર ગાળિયો કસવાની કાર્યકારી શક્તિ છે જે બહુતીના વૈશ્વિક દૃષ્ટિકોણને ભારતીય પ્રજા પર ઠોકી બેસાડવાનો નિર્ણય કરે. આથી તેમના સારા શબ્દો પાછળ દૃઢ અને મજબૂત કાર્યવાહીનું બળ હોય, જેથી શંકા-કુશંકા કરનારાને વિશ્વાસ જાગે કે મોદી હવે પોતાની ઉત્પત્તિના કેદી રહ્યા નથી.વડાપ્રધાન મોદીની આ અસલ પરીક્ષા છે. શરૂઆતના ૧૦૦ દિવસ એ વિશ્વાસ કરવા માટે પુરતા છે કે આ એવો વડાપ્રધાન છે જે પરંપરાના બંધનોમાંથી મુક્ત થવા માગે છે, પરંતુ શું તેઓ પોતાના જ ભૂતકાળથી બહાર નીકળી શકશે?
એવો ભૂતકાળ, જે સંઘના સિદ્ધાંતોની નર્સરીમાં ઘડાયો છે. નેહરુવાદી સર્વસંમતિમાં એવી અનેક બાબતો છે, જેને પડકાર આપવાની જરૂર છે. આયોજન પંચને નવું સ્વરૂપ આપવાની મોદીની ઈચ્છાને આવા સ્વાગતયોગ્ય પગલાં સ્વરૂપે જેવું જોઈએ, જે નિષ્ફળ આર્થિ‌ક મોડલોને ફગાવવા માગે છે, પરંતુ એક કુશાગ્ર વડાપ્રધાન એ પણ જાણતા હશે કે દેશના ધર્મનિરપેક્ષ ચરિત્ર પ્રત્યે નેહરુની પ્રતિબદ્ધતાનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે. શું મોદી આ કસોટીમાં પાસ થશે? ફરીથી, 'સ્વચ્છ ભારત’ પ્રત્યે મોદીની પ્રતિબદ્ધતાની સાચી પરીક્ષા તેમના વારાણસી ચૂંટણી ક્ષેત્રમાં થશે. જો તેઓ કાશીની સડી ગયેલી ગલીઓમાં સ્વચ્છતા પાછી લાવી શકશે તો માની શકાશે કે તેમણે સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણને અમલમાં મૂકી બતાવ્યું છે.