સસ્તા હવાઈપ્રવાસના દિવસો હવે ભૂલી જજો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ - વિમાનીસેવાઓ તો માત્ર કમાવામાં લાગી છે અને તેથી હવે તો પ્રવાસીઓનાં ખિસ્સાં પર મોટો ભાર પડે છે

નિર્ધારિત કિંમતોની સસ્તી ટિકિટોના હવાઈ પ્રવાસના દિવસો ઝડપથી ખતમ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વની અરેલાઈન વિમાનની પ્રત્યેક સીટમાંથી જેટલા રૂપિયા કમાઈ શકે તે કમાવામાં લાગી છે. તાજેતરમાં જ એક મેનેજમેન્ટ ગુરુએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને કહ્યું કે બધા જ કર્મચારીઓએ ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ, પરંતુ કયો ઈકોનોમી ક્લાસ સાહેબ ? એ જે આરામદાયક હોય અને જેમાં પગ પસારવાની વધુ જગ્યા હોય અથવા તે જે હવાઈ પ્રવાસની તારીખ બદલવાની સુવિધા પૂરી પાડે છે ? કદાચ તેને તમે ઈકોનોમી ક્લાસ કહેતા હશો જે તમને સલામતીની ચકાસણીની લાઈનમાં એક ક્લાક ઊભા રહેવામાંથી બચાવી શકે અથવા તે જે ખાણી-પીણીમાં કોઈ કચાશ ન રાખે અથવા વાઈ-ફાઈની સુવિધા પૂરી પાડે. શક્ય છે કે તમે એને ઈકોનોમી ક્લાસ માનતા હોવ જે તમને બાળકો, પતિ અથવા પત્ની, મિત્રો અથવા બિઝનેસ સહયોગીઓની નજીક બેસવા દે.

પ્રાઈસ વોટરહાઉસ કૂપર (પીડબલ્યુસી)ની અમેરિકન ઓફિસે એક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે, 'આજની આકરી સ્પર્ધાવાળા પ્રવાસન બજારમાં પ્રવાસીઓ એરલાઈન્સ પાસેથી પણ પરિવહનના સાધનના બદલે કોઈ રિટેલરની જેમ વ્યવહારની આશા રાખે છે.’ આ અહેવાલ પર નિ‌શ્ચિ‌તિરૂપે પ્રશ્નો ઊઠાવી શકાય છે. મેં તો એવો કોઈ રિટેલર નથી જોયો જે તમે ઠંડું દૂધ માગો તો તમારી પાસેથી વધુ નાણાં વસૂલ કરે અથવા આજે ૩પએ લિટર દૂધ વેચે અને બીજા દિવસે ૩પ૦ રૂપિયા માગી લે. એરલાઈનો આવું જ કરી રહી છે. પરંતુ જો તે ઈન્ટરનેટ બુકિંગની શક્યતાઓ જુઓ તો એવું નહીં કરે.પીડબલ્યુસીએ અમેરિકન હવાઈ પ્રવાસીની નવ શ્રેણીઓ જાહેર છે. તેણે તેને આકર્ષક નામ પણ આપ્યાં છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો......