તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતિ અને નૈતિકતાઃ માતૃત્વની બજારીકરણ ઉપર નિયંત્રણ જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ત્રીમાટે માતૃત્વનો અનુભવ વધુ ખાસ છે. કારણકે માતૃત્વ ધારણ કરવાની બક્ષીસ કુદરતે સ્ત્રીને ભેટ ધરી છે. પોતાના શરીરમાં જીવનું પાંગરવું, બાળકને પોતાના શરીરમાં આકાર લેતું અનુભવવું, બાળકને જન્મ આપવો અને એનું જતન કરી મોટું કરવું-- આ બધું જ કોઈ પણ સ્ત્રી માટે ખાસ હોય છે. પણ આ જ ખાસ બક્ષીસ પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં સ્ત્રીને નિર્બળ પણ બનાવી શકે છે, જ્યારે તેનું મહત્ત્વ એક વ્યક્તિ-એક સ્ત્રી તરીકે નહીં, કેવળ બાળકને જન્મ આપનાર તરીકે ઉજાગર થાય.

માતા ન બની શકવાની પીડા તીવ્ર જ હોવાની, પણ પ્રશ્ન ત્યારે ઉભો થાય જ્યારે સમાજમાં માતૃત્વને જ સ્ત્રીના જીવનનું અંતિમ લક્ષ્ય ગણવામાં આવે. એટલે કે, જો કોઈ સ્ત્રી કોઈક માતૃત્વ ધારણ ન કરી શકે, તો એને અપૂર્ણ ગણવામાં આવે. નિસંતાન પિતા કરતાં નિસંતાન માતાના ભાગે અનેક ગણાં વધારે મહેણાંટોણાં આવે છે.
સ્ત્રી પોતે પણ ગુનાહિત ભાવથી પીડાવા લાગે છે. તેને લાગે છે કે પોતાના પતિને અને તેના ખાનદાનને વારસદાર ન આપી શકવા બદલ તે ગુનેગાર છે. વળી, બાળક ઘડપણનો સહારો ગણાતું હોવાથી એની આવશ્યકતા અને એના ન હોવાની ખોટ વધી જાય છે. ટૂંકમાં, સંતાનપ્રાપ્તિની ઈચ્છા જેટલી કુદરતી ભાવના છે, એટલી જ એ સામાજિક વિભાવના છે. તેમાંથી જન્મે છે બાળક માટેની માંગ.

નિ:સંતાન દંપતી માટે આર્ટ (Assisted Reproductive Technology) ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબીત થઇ છે. આ શોધના પ્રમાણે શારીરિક મર્યાદા ધરાવતાં દંપતિઓને પોતાના જ અંશોમાંથી અને ટેકનોલોજીની મદદથી સંતાન પ્રાપ્ત થઇ શકે છે. આ ટેકનોલોજીનું સંચાલન મનુષ્યના હાથમાં હોવાથી, તેના મહત્ત્વની સાથોસાથ તેનું વ્યાપારીકરણ પણ વધી રહ્યું છે. બજાર તો બજાર છે. જ્યાં માંગ છે ત્યાં પુરવઠો આવવાનો.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો