પરમાત્મા સાથે ગાંઠ બાંધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
એ વાત પર ક્યારેક ધ્યાન આપજો કે આપણી પાસે જે કંઈ થોડો ખાલી સમય હોય છે એ સમયે આપણે શું વિચારી રહ્યા હોઈએ છીએ. આપણાં ચિંતનમાં કયા લોકો રહે છે. એવું પણ બની શકે છે કે, કામ કરતા સમયે પણ એ કામ ઉપરાંત મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું હોય છે. વાહન ચલાવતા હોઈએ છીએ, પરંતુ અનેક લોકોના મગજમાંથી પસાર થતા હોઈએ છીએ. કમ્પ્યૂટર પર કામ ચાલી રહ્યું છે અને ઘરનાં સભ્યો સાથે વાતચીત પણ ચાલતી હોય છે.
તમે ગંભીરતાથી વિચાર કરશોસ તો ખબર પડશે કે જ્વલ્લે જ એવો સમય આવ્યો હસે જેમાં તમે માત્ર પોતાના અંગે જ વિચાર્યું હોય, પોતાની સાથે જ જોડાયા હોવ, પોતાની સાથે જ ચર્ચા કરી હોય. ઘણી વખત તો મહિના પસાર થઈ જાય છે, આપણે પોતાની જાત પર ટકી શકતા નથી. જેવા આપણે પોતાની જાત સાથે વાત કરવા માટે અંદર ઉતરીએ છીએ, આપણી સાથે અનેક લોકો સંકળાઈ જાય છે. શું આપણે અંદરથી ક્યારેય એકલા થયા છીએ ખરા? બહારથી એકલા હોવાનો અર્થ માત્ર આપણાં શરીર અને આજુબાજુમાં કોઈ ન રહે.
એ જ રીતે અંદરથી એકલા થવાનો અર્થ છે કે આપણે પોતાના આત્માની સાથે બેસીને થોડું તેને ઓળખીએ, પરંતુ આવું કરી શકતા નથી. એટલા માટે જ ફકીરોએ એક ક્રિયા જણાવી છે, જેને સુમિરન નામ આપ્યું છે. આપણે ઈચ્છતા ન હોઈએ તો પણ બીજાના અંગે વિચારીએ છીએ. કુલ મળીને વિચારવું આપણી મજબુરી હોય છે. સુમિરનનો અર્થ છે બે છેડાની દોરી. તેને આત્મ સ્મરણ પણ કહેવાય છે અને બે છેડાની દોરી એટલા માટે કહેવાય છે કે, તેના એક ભાગ સાથે આપણે પોતાને લપેટી લઈએ અને બીજા છેડા પર પરમાત્માને બાંધીએ. આ કામ મુશ્કેલ છે, પરંતુ કરવું જોઈએ. આપણે બંધનમાં બંધાયા વગર રહી શકતા નથી. બહારની સ્થિતિઓ અને વ્યક્તિઓ સાથે આપણે બંધાતા જ રહીએ છીએ. આ એક ચાટ જેવું છે, સ્વાદ લાગી જાય તો પછી છૂટતો નથી. આથી પોતાની જાતને ભગવાન સાથે બંધી લો.