તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે! સરકાર, મારા ગુજરાતનો શું વાંક?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોઇ જ્ઞાતિ કે સમાજ હાથમાં લાકડી લઇને રસ્તા પર ત્યાં સુધી નથી ઊતરી આવતો કે જ્યાં સુધી તેની સાથે સતત થઇ રહેલો અન્યાય સડો ન બની જાય. અને કોઇ પણ અન્યાય સડો ત્યારે બને છે કે જ્યારે સરકાર વર્ષોથી તે અન્યાય પ્રત્યે આંખો બંધ રાખીને બેસી રહી હોય. આમ આદમીને માણસ નહીં પણ વોટ સમજવા લાગે. પછી તે દલિત હોય, પટેલ હોય કે પછાત વર્ગ. પહેલાં પટેલોએ ચક્કાજામ કર્યો, હિંસાની નોબત આવી અને હવે દલિત...! પણ હે! સરકાર, આ બધામાં ગાંધીના ગુજરાતનો શું વાંક?
ગાંધીની ઇચ્છા વિરુદ્ધ ગુજરાતમાં હવે આ ચલણ બની ગયું છે કે સરકાર પહેલાં લોકો પ્રત્યે અન્યાય થવા દે છે. પછી તેમને હિંસા કરવા દે છે. ત્યાર બાદ ઘાયલોને મળવાના બહાને સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે. આખરે સરકારને ગુજરાતમાં હિંસાની મંજૂરી કોણે આપી? શું વોટ મેળવવા માટે આ સંબંધ જરૂરી છે? જો હા, તો એવી સરકારનું શું કરીએ, જે ગુજરાતના વૈભવશાળી ગૌરવને હિંસા, આગચંપી અને પથ્થરમારાની ઘંટીમાં સતત પીસાવા દે!

જે ગુજરાતની ગાથા ગાઇ-ગાઇને મોદી, મોદી બન્યા છે, આવી જ સ્થિતિ રહી તો એ વિકાસગાથાનું શું થશે? આ સળગતા, ઉકળતા ગુજરાતમાં કોઇ શા માટે પોતાની ફેક્ટરી લગાવશે? ...અને આગામી ચૂંટણીમાં માત્ર મોદી જ નહીં, સ્થાનિક નેતૃત્વ પણ શું કહાણી સંભળાવશે? આટલી બસોમાં તોડફોડ થઈ, આટલા લોકો માર્યા ગયા, આટલા ઘાયલ થયા... અને સરકારે આ બધાના હાલ જાણ્યા, ઘા પર મલમ લગાડ્યો અને વળતર આપ્યું... આ જ બધું કહેશે..!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો