હવે કામના ઝડપી મૂલ્યાંકન, ઇન્સ્ટન્ટ પ્રોત્સાહનનો દૌર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : પાછલા વર્ષે મુંબઈની અમુક મોટી હાઉસિંગ સોસાયટીઓએ ઓટિસ એલિવેટર્સથી અેન્યુઅલ મેઈન્ટેન્સસ કૉન્ટ્રાક્ટ (એએમસી) પૂરા કરી દીધા,કારણકે વિઝિટર્સનો રેકોર્ડ રાખવા છતાં સોસાયટીના સભ્યો માટે કંપનીની કામ કરવાની ગુણવત્તા પર નજર રાખવી ઘણી મુશ્કેલ થઈ રહી હતી. સોસાયટીના સભ્યોએ લિફ્ટના મેઈન્ટેનન્સ માટે એક બીજી કંપની સાથે ત્રણ વાર મૂલ્યાંકનના આધાર પર કરાર કરી લીધા. કમિટીના સભ્યો દ્વારા તેમના કામની સમીક્ષા કરવામાં આવશે અને તેના પછી જ એએમસીને આવતા ચાર મહિના માટે વધારવામાં આવશે.
આનાથી સોસાયટીને ત્રણ પ્રકરાની સુવિધા મળી રહી છે, 1. સરળ મોનિટરિંગ તેમજ સતર્કતાના આધાર પર મૂલ્યાંકન અને સુવિધા આપનારાની પ્રતિક્રિયા. 2. જરૂરિયાત પ્રમાણે વરસાદ અને ટાઢ જેવા વાતાવરણમાં સિસ્ટમની જાળવણી થાય. 3. દર ચાર મહિનાના અંતરમાં દરેક વસ્તુઓનું મૂલ્યાંકન, જેનાથી સભ્યોને પ્રોડક્ટ અને કોન્ટ્રાક્ટર બંનેને સમજવામાં સાનુકૂળતા મળી રહી છે.
વર્ષમાં ત્રણ વાર મૂલ્યાંકનવાળી આ પ્રણાલી એવા સર્વિસ પ્રોવાઈડર્સ માટે સારી છે કે જે ગ્રાહકને સારી સેવા આપી રહ્યા છે, પણ કર્મચારીઓના મૂલ્યાંકનના મામલામાં આ વ્યવસ્થાને લાગુ કરવી એક નવો વિચાર છે. આ વર્ષ સ્નેપડીલના કર્મચારીઓના વર્ષના મૂલ્યાંકનની પ્રણાલીને વર્ષમાં ત્રણ વાર સમીક્ષાની વ્યવસ્થાથી બદલી નાંખ્યું છે, કારણકે ઝડપથી બદલાઇ રહેલા અને વધી રહેલા ઉદ્યોગમાં સ્ટાફનું પ્રદર્શનનું મૂલ્યાંકન વર્ષમાં એક વાર કરવું તે ઘણો લાંબો સમયગાળો કહેવાય.
ટૂંકમાં યુવાન કર્મચારીઓમાં ધીરજ ઓછી છે અને જો તેમને અપ્રાઈઝલ માટે એક વર્ષ રાહ જોવી પડે તો તેઓ જલદી કંટાળી જાય છે. યુવા કર્મચારીઓનું મનોવૈજ્ઞાન છે કે, તેમનું કામ જોવામાં આવે મૂલ્યાંકન કરવામાં આવે અને ઓછામાં ઓછા ચાર મહિનામાં તેમના કામને બોસ દ્વારા વખાણવામાં આવે. આ વ્યવસ્થા સ્નેપડીલ સાથે મેળ પણ ખાય છે, કારણકે કંપનીના કર્મચારીઓની એવરેજ ઉંમર 26 વર્ષ છે. યુવાનો ઈચ્છે છે કે તેમનું કામ જલદી અને વારંવાર અને આ બધાથી વધારે સારી રીતે મૂલ્યાંકન કરવામાં આવે.
આનો સ્પષ્ટ હેતુ સ્ટાફના સભ્યોની સાથે સતત સંપર્ક બનાવી રાખવો તેમજ સારું પ્રદર્શન કરવાવાળા કર્મચારીને યાદ રાખવા. તેમજ દરેક કર્મચારીઓના પ્રદર્શનની યાદી તૈયાર કરવાનું છે અને આમાં ખરાબ પ્રદર્શન કરવાવાળા કર્મચારીને બહાર કાઢવા સરળ બની જાય છે. તેમજ સારું પ્રદર્શન કરનારા કર્મચારી દર ચાર મહિને ખુશીઓ ઘરે લઈ જાય છે. ફ્લિપકાર્ટ અને જબોંગ જેવી કંપનીઓ પહેલાં જ મૂલ્યાંકનના અર્ધવાર્ષિક ફોર્મેટને અપનાવી ચૂકી છે. મજબૂત અને આકર્ષક મૂલ્યાંકન પ્રણાલીની જરૂરિયાત છે અને વર્ષમાં ત્રણ વારની વ્યવસ્થા યુવા કર્મચારીઓની આ જરૂરિયાત પૂરી કરે છે.
ફંડા એ છે કે: એએમસી મહેનત કરનારા અને વર્કોહોલિક કર્મચારીઓ માટે સારી વાત છે, કારણ કે તેઓ કામથી ભાગનારાઓની અપેક્ષા કરતાં ઘણો સારો લાભ મેળવી શકે છે.