બોલિવૂડમાં સફળતાનો નવો મંત્ર સમર્પણ અને અંગપ્રદર્શન!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનમ કપૂરનો વિચાર છે કે તેણે કેટરિના કૈફને અભિનંદન પાઠવવા જોઈએ, કેમકે મસાલા ફિલ્મોમાં પોતાના કામ પ્રત્યે તેની કમાલની ગંભીરતા અને સમર્પણ કમાલના છે અને સાથે જ થોડું બોલ્ડ થવું પણ સાહસનું કામ છે. સાથે જ આ બંને બાબતો તેના પર આધાર રાખે છે કે તમે કેવા પ્રકારની વ્યક્તિ છો. સોનમ કપૂરને સંજય લીલા ભણશાળીએ 'સાંવરિયા’માં વહીદા રહેમાનના અંદાજમાં રજૂ કરી હતી, પરંતુ તેના પછીની બધી જ ફિલ્મોમાં તે અલગ અંદાજમાં રજૂ થઈ છે અને તે સ્વીકારાઈ નથી. તેણે કરણ જોહરની એક ફિલ્મના ગીતમાં અત્યંત સાહસિક રીતે અંગપ્રદર્શન પણ કર્યું, પરંતુ બોક્સ ઓફિસ પર તેનો સિક્કો ચાલતો નથી અને નાયિકાઓની સ્પર્ધામાં તે પાછળથી ગણતરી કરવામાં જ જોવા મળે છે. તેની પોતાની ઘરેલુ ફિલ્મ 'આયશા’થી પણ વાત બની શકી નથી. આવી સ્થિતિમાં કેટરિના અંગેનું તેનું નિવેદન 'દ્રાક્ષ ખાટી છે’ જેવું સાબિત થઈ રહ્યું છે. તે એક જ શ્વાસે કેટરિનાના સમર્પણનાં પણ વખાણ કરે છે અને તેની બેશરમી પર પણ વાત કરે છે. સત્ય તો એ છે કે અત્યારની બધી જ નાયિકાઓ ઉઘાડા શરીરનું પ્રદર્શન કરી રહી છે અને આ દૃષ્ટિએ સિનેમા ઓછેવત્તે અંશે 'ડર્ટી પિક્ચર’ થઈ ગયું છે. નાયિકાઓ માટે આ દોર કંઈક એવો છે કે, અંગ પ્રદર્શન કરો અને નાણાં કમાઓ. નાયિકાઓ મહેનત કરીને તથા સ્વાદ પર કાબૂ રાખીને સુડોળ શરીર બનાવે છે, એટલે તેઓ વિચારે છે કે આવા શરીરનું પ્રદર્શન કરવું જોઈએ. જોકે આજની નાયિકાઓ ઘણી જ મહેનત કરીને તથા સ્વાદ પર કાબૂ રાખીને સુડોળ શરીર બનાવે છે, એટલે તેઓ વિચારે છે કે આવા શરીરનું પ્રદર્શન કરવું જોઈએ. બજાર અને જાહેરાતની શક્તિએ તેમને શીખવાડી દીધું છે કે, જે દેખાય છે એ વેચાય છે. આ જ સમયગાળામાં નાયકો પણ પોતાના કસાયેલા શરીરનું પ્રદર્શન કરવાની એક પણ તક જતી કરતા નથી,જોકે તેનાં વખાણ કરવામાં આવે છે. આવું હંમેશાં જોવા મળ્યું છે કે જે વાત માટે પુરુષનાં વખાણ થાય, એ જ વાત માટે સ્ત્રીની ટીકા થતી હોય છે. લાજ નારીનું ઘરેણું છે, પરંતુ મનોરંજનઉદ્યોગ અને ફેશન તથા જાહેરાતની દુનિયામાં તથાકથિત અંગપ્રદર્શનની જ બોલબાલા હોય છે. અત્યારની બધી જ નાયિકાઓ ઉઘાડા શરીરનું પ્રદર્શન કરી રહી છે અને આ દૃષ્ટિએ સિનેમા ઓછેવત્તે અંશે 'ડર્ટી પિક્ચર’ થઈ ગયું છે. નાયિકાઓ માટે આ દોર કંઈક એવો છે કે, અંગ પ્રદર્શન કરો અને નાણાં કમાઓ. સોનમ કપૂરના તથાકથિત નિવેદનનો અંતિમ ભાગ કેટ માટે અપમાનજનક હોઈ શકે છે. સોનમ એવું કહેવા માગે છે કે કામ પ્રત્યે સમર્પણ અને શરમને નેવે મૂકી દેવી એ બાબત પર આધારિત છે કે તમે કેવા પ્રકારની વ્યક્તિ છો. કેટરિના કૈફ વિખૂટા પડેલા પરિવારની યુવતી છે અને એક ડઝન જેટલાં સભ્યોની જવાબદારી લઈને ભારત આવી હતી. તેને હિ‌ન્દી આવડતી ન હતી, નૃત્ય આવડતું ન હતું, ફિલ્મઉદ્યોગમાં પણ તે કોઈને ઓળખતી ન હતી. સલમાન ખાને તેને માટે ભાષા અને નૃત્ય શિક્ષકની વ્યવસ્થા કરી તથા ફિલ્મસ્ટાર બનવાનો માર્ગ ખુલ્લો કર્યો. કેટરિના આજે ટોચની અભિનેત્રી છે અને કરીના કપૂરની જેમ જ બધા જ ટોચના અભિનેતાઓ સાથે કામ કરી રહી છે. સોનમ કપૂર એક જાણીતા ફિલ્મી ઘરાનાની ત્રીજી પેઢી છે અને બાળપણથી જ ઉદ્યોગની કાર્યપદ્ધતિથી પરિચિત છે. બે અલગ-અલગ પૃષ્ઠભૂમિથી આવેલાં લોકોની સફળતા અને નિષ્ફળતાને એ બાબત સાથે જોડવી અનુચિત છે કે સમર્પણ અને શરમને નેવે મૂકી દેવા એ બાબત પર આધાર રાખે છે કે તમે કેવી વ્યક્તિ છો. એકસ્ટ્રા શોટ : સોનમ કપૂરને વર્ષ ૨૦૧૧માં એનડીટીવી દ્વારા 'બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ યર’ના ખિતાબથી નવાજવામાં આવી હતી. -જયપ્રકાશ ચોક્સે jpchowksey@yahoo.in