• Gujarati News
  • New Doubts Raised This Issue In The Center Of The Political Takaramanani

ટપાલ ટિકિટની જેમ મંજિલ પર ન પહોંચો ત્યાં સુધી લાગેલા રહો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપાલને માટે સંયુક્ત સંસદીય સમિતિની બે ભલામણોને નામંજુર કરીને કેન્દ્રએ આ મુદ્દે રાજકીય ટકરામણની નવી આશંકા ઊભી કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે લોકપાલ માટે જે વિધેયકને મંજુરી આપી છે, તેમાં એ જોગવાઇ નથી કે જેનાથી લોકપાલની દેખરેખમાં ચાલતી તપાસ સાથે જોડાયેલા કોઇ સીબીઆઇ અધિકારીની બદલી પહેલાં લોકપાલની પરવાનગી જરૂરી છે. ઉપરાંત આરોપી અધિકારીને તપાસના આરંભિક દોરમાં પોતાનો પક્ષ રજુ કરવાનો અધિકાર નહીં આપવાની ભલામણ પણ મંજુર કરાઇ નથી.

આમ છતાં જે વિધેયક હવે સૌની સામે છે, તેમાં અનેક સકારાત્મક બાબતો છે. આથી એ બે જોગવાઇઓની આડશમાં આ બિલને પસાર થવા દેવામાં ન આવે એ યોગ્ય નથી. આજની સૌથી મોટી જરૂરિયાત લોકપાલની પ્રસ્થાપનાની છે. જો એમાં કોઇ નબળાઇ રહી જાય તો તેને દૂર કરવાની ગુંજાઇશ ભવિષ્યમાં રહેશે. સરકારે સંસદીય સમિતિના મોટાભાગનાં સૂચનોને સ્વીકારી લીધાં છે. તેનાથી હવે વિરોધ પક્ષોના વાંધા દૂર થઇ જવા જોઇએ.

લોકપાલની સાથે જ રાજ્યોમાં લોકાયુકતની નિમણુંક કરવાની જોગવાઇને પણ જોડી દેવામાં આવી તેની સામે કેટલાક પક્ષોને વાંધો હતો. તેમણે તેને સંઘીય વ્યવસ્થા પરના પ્રહારરૂપ માની. હવે આ જોગવાઇ દૂર કરી દેવાઇ છે, તેનાથી રાજ્યોને લોકાયુકતની નિમણુંકમાં પૂરતી સ્વતંત્રતા મળી જશે. સીબીઆઇને માટે જો મહત્વની જોગવાઇ વિધેયકમાં કરાઇ છે તે અનુસાર સીબીઆઇના નિદેશક દ્વારા એક ખાસ ડાયરેકટોરેટ બનશે.

તેના નિદેશકની નિમણુંક કેન્દ્રીય સતર્કતા આયોગની ભલામણ મુજબ થશે અને લોકપાલ દ્વારા દાખલ કરાયેલા કેસો ચલાવવા માટે લોકપાલની ભલામણથી એક ટીમની નિમણુંક થશે. લોકપાલ જે કેસની શરૂઆત કરે ,તેમાં કોઇની પૂર્વમંજુરીની જરૂર રહેશે નહીં. હાલમાં સંયુક્તસચિવથી ઉપરના હોદ્દાઓ પરના લોકોની સામે કેસ દાખલ કરવા માટે સક્ષમ અધિકારીની મંજુરીની જરૂર હોય છે.

લોકપાલ પસંદગી સમિતિમાં પાંચમા સભ્યને રાખવાની ભલામણ પણ સ્વીકારી લેવામાં આવી છે. એટલે કે લોકપાલનું એક એવું સ્વરૂપ સ્પષ્ટ થયું છે, જેને માટે હાલમાં રાજકીય સહમતી થવી જરૂરી છે. દેશ પહેલાં જ તેને માટે જરૂર કરતાં વધુ રાહ જોઇ ચૂકયો છે.