તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજોત સિંહ સિદ્ધુએ ભાજપને ઝટકો માર્યો છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપિલ શર્માના શોમાં દર્શકોને ખડખડાટ હસાવવાનું કામ કરતા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પંજાબની ચૂંટણીના ટાંકણે સંસદસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપની નેતાગીરીને વીજળીનો ઝટકો આપ્યો છે, જેની અસરમાંથી બહાર આવવું ભાજપ માટે આસાન નહીં હોય. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ માટે મુખ્ય પ્રધાનપદના ચહેરાની શોધમાં હતા. પંજાબમાં અને ભારતભરમાં લોકપ્રિય કોમેડિયન નવજોત સિંહ સિદ્ધુમાં તેમને તે ચહેરો દેખાયો હતો. અરવિંદ કેજરીવાલે સિદ્ધુને પક્ષપલટો કરાવીને ભાજપનું નાક કાપ્યું છે. જોકે કોઇ વ્યક્તિ ક્રિકેટર કે કોમેડિયન તરીકે સફળ હોય તેટલા માત્રથી તે રાજકારણમાં સફળ થશે તેવું માની લેવાની જરૂર નથી. નવજોત સિંહ સિદ્ધુએ હવે સાબિત કરવું પડશે કે તેઓ રાજનીતિને ગંભીરતાથી લે છે.
પંજાબની ચૂંટણીઓની તૈયારીઃ અરવિંદ કેજરીવાલે લાગ જોઇને ભાજપનું નાક કાપ્યું છે

પંજાબમાં અકાલી દળ-ભાજપની સરકાર પ્રજામાં અળખામણી થઇ ગઇ છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. તેનું મુખ્ય કારણ પંજાબ સરકારમાં મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ પરિવારની જોહુકમી છે. બાદલ પરિવાર પંજાબ સરકાર પોતાની પ્રાઇવેટ કંપની હોય તે રીતે ચલાવે છે. પંજાબના યુવાનો ડ્રગ્સમાં પાયમાલ થઇ રહ્યા છે તે બાબતમાં બાદલ સરકાર તદ્દન સંવેદનાહીન બની ગઇ છે. બાદલ સરકારને ટેકો આપ્યા કરવાને કારણે પંજાબમાં ભાજપની છાપ પણ ખરડાઇ રહી છે. આ કારણે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરૂણ જેટલીની અમૃતસર બેઠક પર હાર થઇ હતી.

ઇ.સ.૨૦૦૪માં ભાજપમાં જોડાયેલા નવજોત સિંહ સિદ્ધુ સતત બે વખત પંજાબ માટે અત્યંત મહત્ત્વની ગણાતી અમૃતસર બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. ઇ.સ.૨૦૧૪માં અરૂણ જેટલીની તરફેણ કરવા માટે સિદ્ધુની ટિકિટ કાપવામાં આવી તેથી તેઓ નારાજ હતા. ઇ.સ.૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સિદ્ધુને મનાવી લેવા માટે ત્રણ મહિના પહેલાં તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હતા, પણ તેનાથી તેઓ સંતુષ્ટ નહોતા. સિદ્ધુની ગણતરી કેન્દ્રિય પ્રધાનમંડળમાં સ્થાન પામવાની હતી, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિદ્ધુને બદલે આહલુવાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. નવજોત સિંહ સિદ્ધુ બાદલ પરિવારના કટ્ટર વિરોધી મનાય છે. ભાજપમાં રહીને તેઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી શકે તેમ નહોતા,માટે તેમણે ભાજપનો ત્યાગ કર્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની સત્તા કબજે કરી ત્યારથી તેની નજર પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પર હતી.
લેખનાં વધુ અંશો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો