સદ્દગુણો નૈતિક્તાનો પ્રસાર કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક વખત ગુરૂનાનક ભ્રમણ કરતાં કરતાં કોઈ ગામમાં પહોંચ્યા. ગ્રામજનોએ ગુરૂનાનકના ઉપદેશોને દિલથી સાંભળ્યા અને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો. લોકોએ ભાવપૂર્વક વિદાય આપી તો ગુરૂનાનકે તેમને આશીર્વાદમાં કહ્યું કે, ‘બધા વેરવિખેર થઈ જાઓ’. પછી તેઓ સાંજે બીજા ગામ પહોંચ્યા. ત્યાંના લોકો ખરાબ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હતા. તેમણે ગુરૂનાનકનું સ્વાગત કરવાને બદલે તેમને કડવા વેણ સંભળાવ્યા.
ગરૂનાનક જ્યારે એ ગામમાંથી જવા લાગ્યા ત્યારે તેમણે ગ્રામજનોને આશીર્વાદ આપ્યો કે, ‘બધા જ આબાદ થાઓ’. તેમના શિષ્યોને કંઈ સમજાયું નહીં. ત્યારે ગુરૂનાનકે સમજાવતા કહ્યું કે, સારા લોકો ઘર છોડીને જુદા-જુદા સ્થળે જશે તો દરેક સ્થળે સદ્દગુણોનો પ્રચાર કરશે અને દુરાચારી લોકો જો પોતાના જ ગામમાં રહેશે તો બુરાઈઓ બીજા સ્થળોએ ફેલાશે નહીં. ભલમનસાઈનો પ્રસાર સમાજને નૈતિક રીતે સમૃદ્ધ બનાવે છે.