તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી-નીતીશ : બંનેનું કદ વધ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી જાહેર થવા પૂર્વેના જાતભાતનાં સમીકરણો સળવળવા માંડયા છે

આગામી ત્રણ માસમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ આ ટર્મ માટે અહમના ટકરાવવાળી બનવાની છે તેની આગોતરી અસર જોરશોરથી જોવા મળી રહી છે. ચૂંટણી જાહેર થવા પૂર્વેના જાતભાતનાં સમીકરણો સળવળવા માંડયા છે અને જ્યાં વહેતો પ્રવાહ દેખાય ત્યાં લોકો તેમાં ભળી જવા ઉત્સુક બન્યા છે. વ્હોટસઅપ અને ફેસબુકની ધ બિગ ડિલ તો જગવિખ્યાત બની તેમ રાજકીય ઊથલપાથલની ડીલ અન્ડર કરંટ થઇને બહાર આવે છે. કેટલાક ફેરફારો અનુમાનિત હોય છે જ્યારે અમુક આટાપાટાથી રાજકારણમાં હાઇકમાન્ડને પણ જનોઇવઢ ઘા લાગતો હોય છે.

પ્રાદેશિકસ્તરેથી કાઠું કાઢીને મહિ‌લાઓના મોરચાએ પણ હવેની ચૂંટણીમાં રંગ ભર્યા છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પણ રાજ્ય સરકારોનું કદ વધતું જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીને સદાય હંફાવતા રહેતા બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પણ પોતાની સોગઠીઓ મારીને લાલુ પ્રસાદના ફાનસને હવા નાંખી રહ્યા છે. એક તબક્કે નરેન્દ્ર મોદી વર્સિ‌સ નીતીશકુમાર બંનેની સરકારો તેમના સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચામાં આવી ગઇ છે. છેલ્લા બે દિવસના પોલિટિકલ ડેવલપમેન્ટમાં મોટા પક્ષના સભ્યો વંડા કૂદીને કહો કે તેમની લક્ષ્મણ રેખા ઓળંગીને સત્તાધારીઓમાં સામેલ થઇ રહ્યા છે.

જનમત જે મળ્યો હોય તે પણ હવે સત્તામાં ભાગીદાર થવાની જે મહેચ્છા અને મહત્ત્વકાંક્ષા તેમની રાજકીય ગરિમાને સંભાળી શકતી ન હોય તેમ સમજાઇ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો સાત વિધાનસભ્ય કોંગ્રસનો હાથ મરડીને કમળ ખીલવવા ભાજપમાં આવી ગયા છે. અમુક તો ચાલુ સત્રે અધ્યક્ષ પાસે પોતાનું ત્યાગપત્ર આપીને આગોતરા ગોઠવાઇ જવા માંડયા છે. કોંગ્રેસ કહે છે કે અમારો કચરો ગયો પણ આ જ કચરામાંથી સત્તાપક્ષ કંચન વીણી લેશે તો વિપક્ષ માટે નિવેદનો સિવાય કંઇ હાથમાં રહેશે નહીં તેવું સનાતન રાજકારણ છે.

ભલે, ધારાસભામાંથી સભ્યોનો ઘટાડો થઇ રહ્યો છે પણ હવે પછીના સત્રમાં સંભવ છે કે આ જ ધારાસભ્યો સરકારના ભાગ બનીને વિપક્ષની સામે થતા હશે. બીજી બાજુ, નીતીશકુમારે એક સાથે ૧૩ સભ્યની ચાલ ચાલીને પોતાના ચોકઠામાં બહુમતી બતાવી દીધી. જોકે, કેટલા તેમની સાથે ટકવાના છે તેનાં સમીકરણો ચાલી રહ્યાં છે. મુદ્દો એ છે કે, પોતપોતાના પક્ષો છોડનારા ગૂંગળામણનાં કારણો આપીને સભ્યો કથિત ડૂબતાં જહાજમાંથી નાસવા માંડયા છે પણ નવી નાવમાં કેવી રીતે એકોમોડેટ થશે તે ચૂંટણીની પ્રક્રિયા અને તેનાં પરિણામો જ બતાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો