તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાણી ભુલાયા? એ યુગમૂર્તિનું સ્મારક જ નહીં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુલાઇ - ઓગસ્ટના મહિનાઓ ઘણી બધી જાણીતી -અજાણીતી ઘટનાઓ અને વ્યક્તિઓને, વહેણ અને વલણોને યાદ કરાવી દે છે. ‘ઈતિહાસ’ની એક સરસ વ્યાખ્યા એ પણ છે કે કેટલાક તેને વાંચે છે, કેટલાક લખે છે, અને બીજા થોડાક એવો છે, જે ઈતિહાસનું અધ્યયન કરે છે, તેનું લેખન કરે છે અને પોતે પણ ઈતિહાસનું સર્જન કરે છે, ઘડે છે. આ ત્રણે અનિવાર્ય શરતો વિના સમાજ આગળ ધપી શકતો નથી. આ મહિનાઓનો સંબંધ ગુજરાતના પત્રકારત્વની સાથે અતૂટ અને રસપ્રદ છે. તમે મે, ૧૮૫૭થી શરૂ થયેલા વપિ્લવનાં ઊદૂ-હિંદી અખબારો જુઓ કે કેનેડાથી ૧૯૧૪માં પ્રકાશિત ‘ગદર’ પત્રો તપાસો, ૧૯૦૫થી ૧૯૨૪ સુધીની લંડન, પેરિસ, જિનિવાથી લગાતાર અગ્નિરેખાનો અહેસાસ કરાવતું શ્યામજી કૃષ્ણવર્માનું ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’નાં પાનાં ફેરવો, ગાંધીજીના અને તે પૂર્વે ઇન્દુલાલ યાજ્ઞિકના ‘નવજીવન અને સત્ય’ના અંકો જુઓ કે ૧૯૪૨ અને ૧૯૭૫-૭૬ની ભૂગર્ભપત્રિકાઓનો અભ્યાસ કરો તો ‘જુલાઇ - ઓગસ્ટનું પત્રકારત્વ’ એની શાનબાન સ્વાભિમાન સાથે આપણી સમક્ષ પ્રસ્તુત થઇ જાય!