તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ દેશમાં પ્રસન્નતા છે વિકાસનો માપદંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૂગલમાં ‘ભૂટાન’ ટાઇપ કરો અને તમારી સ્ક્રીન પર આ પ્રકારના વિષયો ધરાવતા ઢગલાબંધ લેખો આવી જશે- ‘એક એવો દેશ જ્યાં ખુશીઓનું સામ્રાજ્ય છે’, ‘કિંગ્ડમ ઑફ ડ્રેગન’. આજે આ દેશને ધરતી પરનો સૌથી પ્રસન્ન દેશ માનવામાં આવે છે. ખુશી અને પ્રસન્નતા શું છે? વીકિપીડિયા કહે છે કે, ‘પ્રસન્નતા સારું ફીલ કરવાની એક માનસિક કે ભાવાનાત્મક અવસ્થા છે. તેને સંતૃષ્ટીથી લઈને તીવ્ર ઉલ્લાસ સુધી અનેક હકારાત્મક કે ખુશનુમા ભાવનાઓમાં પરિભાષિત કરી શકાય છે’ વાત એ છે કે કોઈ પરિભાષા બાળકોના ચહેરા પરના સ્મિતની જગ્યા લઈ શકે એમ નથી.
ખુશી કે પ્રસન્નતા પરિભાષાથી મુક્ત છે. રસપ્રદ તથ્ય તો એ છે કે આકારમાં તદ્દન નાનકડી સાઇઝના આ દેશે સમગ્ર દુનિયાને ‘વૈશ્વિક પ્રસન્નતા’થી પરિચિત કરાવ્યા છે. કુલ રાષ્ટ્રીય પ્રસન્નતા (ગ્રૉસ નેશનલ હેપીનેસ, જીએનએચ)ની અવધારણા 1972માં ભૂટાનના ચોથા રાજા જેશ્મે સિંગ્યે વાંગચૂકે રચી હતી. એ વાત સાચી છે કે સદીઓથી ભૂટાનની સંસ્કૃતિ કુલ રાષ્ટ્રીય ઉપજ (જીડીપી)માં સતત વધારાને ઝંખતા શુદ્ધ ભૌતિક વિકાસના બદલે જીવનની ઉંડાણપૂર્વકની સમજ પર આધારિત છે.

આ એક એવા સમ્રાટની પ્રતિભાનો ચમત્કાર હતો. જેણે કદાચ ભવિષ્ય પારખી લીધું હતું. જ્યારે થિમ્પુએ ભૂટાનની સંતોષની સંસ્કૃતિને સંરક્ષણ આપતું અર્થતંત્ર વિકસિત કરવાનો સંકલ્પ કર્યો ત્યારે એ સમયે પ્રસન્નતા, ખુશી, સંતોષ જેવી બાબતો ચલણમાં નહોતી, કે તેની ફેશન નહોતી. ભૂટાન ભલે અમેરિકા, ચીન, ઇંગ્લેન્ડ કે ભારતની જેમ નિર્ણય લેનાર દેશ ન હોય પણ હિમાલયના ખોળે વસેલા આ દેશનો ઉલ્લેખ અવારનવાર આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં થાય છે. ભૂટાન જગતના સમાચારોમાં પણ ઝળકતું રહે છે અને એ પણ હકારાત્મક કારણોસર.
કેમ્બ્રિજના ડ્યૂક અને ડચેસ પ્રસન્નતાની આ ધરતી પર આવ્યા હતા અને તેમણે અત્યંત સુંદર એવા ટાઇગર લાયર સુધી ટ્રેકિંગ પણ કર્યું હતું. ટાઇગર લાયરને ભૂટાનની ભાષામાં જોંકા મે પારો તક્સંગ પણ કહે છે. મઠોનું આ સંકુલ પહાડોની ધાર પર વસેલું છે અને જાણે તે હવામાં ઝૂલતા હોય એવા લાગે છે. આશરે 17મી સદીમાં તેનું નિર્માણ થયું હતું. અહીં સ્વાતમાં જન્મેલા ગુરુ પદ્મસંભવે ત્રણ વર્ષ, ત્રણ મહિના અને ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું.
પારો તક્તસંગ એ 13 તક્તસંગ ગુફાઓમાની એક છે જેના પર સર્વોચ્ચ આનંદના દેવતાએ પોતાની કૃપા વરસાવી છે અડધા રસ્તા સુધી તેમના સુધી ગયેલા ફોટોગ્રાફરોની તસવીર જોઈને એવું લાગે કે બ્રિટનના શાહી યુગલને તેમના અસાધારણ ટ્રેકિંગ દરમ્યાન આનંદની અનુભૂતિ તો થઈ જ હશે. શું દુનિયા ખરેખર પ્રસન્નતાને સમજી શકે છે? કેટલાક અઠવાડિયા અગાઉ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 186 દેશોમાંથી મેળવવામાં આવેલી માહિતીઓના આધારે સૌથી પ્રસન્ન દેશોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ભૂટાનને અત્યંત નીચુ 86મુ સ્થાન આપવામાં આવ્યું હતું.
તેમાં અલગ અલગ માપદંડોનો આધાર લેવામાં આવ્યો હતો. જેમ કે પ્રતિ વ્યક્તિ વાસ્તવિક જીડીપી, સામાજિક ટેકો, આરોગ્ય, જીવનની આવરદા, જીવનની પસંદગી માટેની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની સ્થિતિ. યાદીમાં યોચના પાંચ દેશોમાં ડેન્માર્ક, સ્વિત્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને ફિનલેન્ડનું સામેલ થવું દર્શાવે છે કે પ્રસન્નતા ચકાસવાના માપદંડો પશ્ચિમી મૂલ્યો પર આધારિત છે. તે અત્યંત દુ:ખની વાત છે. શું તમે વિશ્વાસ કરશો? ચીનને યાદીમાં 83મુ સ્થાન આપવામાં આવ્યું છે. ભૂટાનની બરોબર લગોલગ.
જ્યારે ભારતને યાદીમાં 118મુ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક દેશની સરખામણી ડિસ્ટોપિયા દ્વારા કરવામાં આવી છે. તે એક કાલ્પનિક રાષ્ટ્ર છે. જ્યાં માનવીય સમસ્યાઓ, દમન, બીમારીઓ, જરુરિયાત કરતા વધારે વસ્તી અને વ્યાપક સ્તરે ફેલાયેલો ભય છે. એવી જગ્યા જ્યાં બધું જ ખોટું થઈ રહ્યું છે. ડિસ્ટોપીયા, યૂટોપિયાનો વિરુદ્ધાર્થી છે. જે આદર્શ સમાજનો પર્યાય છે. જેમાં કોઈ અપરાધ કે ગરીબી નથી. પશ્ચિમી પૂર્વગ્રહ (અથવા સમજણનો અભાવ) હોવા છતાં પણ આંકડા તથા માહિતીનો સંગ્રહ અને તેનું વિશ્લેષણ રસપ્રદ છે કે સંયુક્ત રાષ્ટ્રએ પ્રસન્નતાની અવધારણાનો અભ્યાસ શરૂ કર્યો છે. ભારતીય હિમાલયન સંસ્કૃતિના કેન્દ્રમાં તે મોજૂદ છે.

ખુશનુમા વાતાવરણ: ભૂટાનના વડાપ્રધાન ત્શેરિંગ ટોબ્ગેએ કેનેડાના વેનકુવરમાં પ્રેરણાદાયક ટેડ ટૉક એટલે કે પ્રેરણાદાયક વીડિયો વક્તવ્ય આપ્યું હતું. તેઓ લેન્ડ ઑફ ડ્રેગનની વિશેષ સંસ્કૃતિ, કુલ રાષ્ટ્રીય પ્રસન્નતાની તેની અવધારણા, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ અને સૌને વિનામૂલ્યે શિક્ષણ વિશે અસ્ખલિત બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે દુનિયામાં જે 200 કરતા વધારે દેશો છે એવું લાગે છે કે તેમાં માત્ર એક અમે જ છીએ જે કાર્બન ન્યૂટ્રલ એટલે કે વધારાનું કાર્બન પેદા કરતા નથી. ખરેખર તો આ કહેવું તદ્દન યોગ્ય નથી. કારણ કે ભૂટાન કાર્બન ન્યૂટ્રલ જ નહીં પણ કાર્બન નેગેટીવ છે.’
‘હેપ્પી’ વડાપ્રધાને ભારપૂર્વક એવું પણ કહ્યું હતું કે ‘અમારી કાર્બન ન્યૂટ્રલ રણનીતિના કેન્દ્રમાં અમારો સંરક્ષિત વિસ્તાર છે. તે કાર્બનના સિંક જેવા છે જે સતત કાર્બન દૂર કરે છે. તે અમારા ફેફસા છે.’ આજે અમારો અડધા કરતા વધારે દેશ રાષ્ટ્રીય ઉદ્યાનો, રાષ્ટ્રીય સંરક્ષિત વિસ્તાર અને વન્યજીવ અભયારણ્ય તરીકે સંરક્ષિત છે.’ અભયારણ્ય તો જૈવિક ગેલેરીના નેટવર્ક સાથે જોડાયેલો છે. એટલે કે ભૂટાનમાં પ્રાણીઓ પણ ખુશ રહેવા જોઈએ.

પ્રસન્નતાના માપદંડ: ભૂટાનમાં ‘પ્રસન્નતા’ના મુખ્ય ચાર સ્તંભ માનવામાં આવે છે. ટકાઉ વિકાસ. સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને તેને પ્રોત્સાહન, પ્રાકૃતિક પર્યાવરણનું જતન અને સારા વહીવટની સ્થાપના. ડીએનએચ સત્તાવાર રીતે ભૂટાનની પંચવર્ષીય યોજના પ્રક્રિયાનો હિસ્સો છે. જે દેશના આર્થિક વિકાસનું માર્ગદર્શન કરે છે. યોજના બનાવવી સહેલી હોય છે પણ તેનું અમલીકરણ મુશ્કેલ હોય છે. હવે જ્યારે દુનિયા પાછળ ફરીને ભૂતકાળમાં કરેલી ભૂલોને જોઈ રહી છે ત્યારે ઘણા લોકોને લાગી રહ્યું છે કે જીએનએચ કદાચ એટલી નાદાની જેવી વાત નથી.
પેરિસ કોન્ફરન્સના અંતમાં યૂરોપિયન સંઘે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે ભૂટાનની અસામાન્ય મહત્વાકાંક્ષાને માન આપ્યું હતું. ભૂટાને એ જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ચારો તરફથી જમીનથી ઘેરાયેલા અને નાજુક પહાડી પર્યાવરણની સાથે સૌથી ઓછા વિકસિત દેશ તરીકે ભૂટાનની અનોખી સ્થિતિને પારખવામાં આવી છે.’ પ્રસન્નતા હવે યૂટોપિયા નથી. ભૂટાનને અનુકરણીય ઉદાહરણ તરીકે લેવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો