તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોમાં થતા પરિવર્તનને પરિવારના વડીલો ઝડપથી પારખી લે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
આ રવિવારે ચેન્નઈમાં એક ભવ્ય લગ્નમાં જવાનું બન્યું. આ લગ્ન આરએસએસની વિચારધારા ધરાવતા એસ.ગુરુમૂર્તિની પુત્રીના હતા. અમિત શાહ, એલ.કે.અડવાણી જેવા ભાજપના પીઢ નેતાઓ લગ્નમાં સામેલ હતા. આ ઉપરાંત મોદી કેબિનેટના ગૃહ પ્રધાન રાજનાથસિંહ, નાણાં અને માહિતી પ્રસારણ પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, રેલવે પ્રધાન સુરેશ પ્રભુ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સંસદીય બાબતોના પ્રધાન વેન્કૈયા નાયડુ અને ભાજપના નેતા અને અભિનેતા કેપ્ટન વિજયકાંત પણ લગ્નમાં આવ્યા હતા. લગ્નમાં મીડિયાના મહારથીઓનો પણ મેળાવડો હતો. ઝીટીવીના ચેરમેન સુભાષચંદ્રા, ઇન્ડિયન એક્સપ્રેસના ગોયન્કા, તંત્રી અને પ્રકાશક ચો રામાસ્વામી તથા ઇન્ડિયન ક્રિકેટના મેનેજર એવા બીસીસીઆઇના પ્રમુખ શ્રીનિવાસન અને કૃષ્ણમાચારી શ્રીકાંત પણ લગ્નમાં સામેલ હતા.
દક્ષિણ ભારતીય ઢબના આ લગ્નમાં દરેક વ્યક્તિઓએ સરેરાશ ત્રણ કલાક ગાળ્યા હતા. આ લગ્નમાં મેં એવી પાંચ વ્યક્તિઓને જોઈ જે નિવૃત્ત થઈ ગયેલા વડીલ હતા અને તેમને અહીંથી જવાની ઉતાવળ હતી. તેઓ વર-વધૂને જલદી મળવા દેવામાં આવે એ માટે સુરક્ષા કર્મચારીઓ સાથે માથાકૂટ કરી રહ્યા હતા. જો કે એ પહેલા જ વીઆઇપી લોકોને નવદંપતિને મળવા જવા દેવામાં આવ્યા. તેઓ રિટાયર્ડ કોર્પોરેટ અને આઇએએસ અધિકારીઓ હતા, તેઓ અત્યારે કાઉન્સિલર્સની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. ચેન્નઈના પોશ વિસ્તારમાં આવેલા મહેન્દ્રા વર્લ્ડ સ્કૂલ ચેંગલપેટે વડીલોનો રિસોર્સ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સ્કૂલ તેમને પસંદગીના વિષય પર લેક્ચર આપવા માટે બોલાવે છે. જે બાળકો એક કે બે વર્ષ પછી સ્કૂલમાંથી પાસ થવાના છે તેમના માટે લેક્ચર યોજાય છે. કોર્પોરેટ વર્લ્ડમાંથી વક્તા બોલાવવાના બદલે આ વડીલોને તેમનો અનુભવ શૅર કરવા માટે બોલાવવામાં આવે છે.
બાળકો માટે તેમના ઘરના વડીલ એક અલગ ભૂમિકા ભજવી શકે છે. વાર્તા સંભળાવવી કે પુસ્તક વાંચી સંભળાવવા જેવી. વીકેન્ડમાં વડીલના મુખે વાર્તા સાંભળવાનું હોમવર્ક આપવામાં આવે છે. તેના કારણે વડીલ અને બાળકો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે. કેટલીક મોટી સ્કૂલો ગ્રેન્ડપેરેન્ટ્સ ડે પણ મનાવે છે. તેનાથી જનરેશન ગેપ ઘટવાની સાથે બાળકોને વડીલોનું નોલેજ પણ મળે છે. આ પ્રયાસોની બાળકોના મન પર હકારાત્મક અસર પડી છે. ખાસ કરીને આત્મવિશ્વાસ અને તર્ક કરવાની ક્ષમતા વધી છે. એક રિસર્ચ મુજબ બાળકોને માતા-પિતા ઉપરાંત વડીલોની પણ જરૂર હોય છે, જે તેમના માનસિક આરોગ્યને વધુ મજબુત કરે છે.
ફંડા એ છે કે પરિવારમાં વડીલ એ કોઈ કંપનીના સેવામુક્ત ચેરમેન સમાન હોય છે, ખાસ કરીને જ્યારે માતા-પિતા બન્ને નોકરી કરતા હોય ત્યારે.ધ્યાન રાખો, બાળકોમાં થતા પરિવર્તનને વડીલો ઝડપથી પારખી લે છે, જે અત્યંત ઉપયોગી પુરવાર થાય છે.