જીવનમાં કશું મફત નથી મળતું તેથી વ્યવહારિક બનવું જરૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટિશ કન્સ્યૂમર ગુડ્સ ફર્મ રેકિટ બેન્કિજરના ચીફ એક્ઝિક્યૂટિવ રાકેશ કપૂરે સોમવારે કહ્યું કે ભારતમાં ઉપભોક્તાઓની ભાવનાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે. એનો અર્થ એ છે કે માર્કેટમાં જલદી સુધારો આવી રહ્યો છે, ઉપભોક્તાઓ ખર્ચ કરી રહ્યા છે અને અર્થવ્યવસ્થા ઝડપી પણ બની રહી છે. પૈસાનો વ્યવહાર વધી રહ્યો છે અને લોકો જરૂરતની વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે. સાથે-સાથે એવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે જેની તેમને જરૂર પણ નથી. સામાન્ય રીતે આવી વાતને આખા માર્કેટ માટે સારા સમચાર ગણવામાં આવે છે. આવી ગતિવિધીઓને કારણે ઔધોગિક ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જેનાથી રોજગારી મળશે, આવાકમાં વધારો થશે અને આ ચક્રને કારણે ફરીથી ખર્ચમાં પણ વધારો થશે. જેના કારણે અર્થવ્યવસ્થા પણ આગળ વધશે.

પણ આ દિવસે જ સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના દરવાજા બિલ્ડર્સ અને કમજોર ક્રેડિટ રેટિંગવાળા કેટલાક પસંદગીદાર કોર્પોરેટ્સ માટે બંધ કરી દીધા. આનું મુખ્ય કારણ બેંકની મૂડી બચાવવી અને તેનું થતું દેવું અટકાવાનું હતું. બેંકના મુખ્ય કાર્યલય દ્વારા આખા દેશમાં પોતાના કાર્યલયોને એક છેલ્લી નોટીસ આપી કે બેંકિંગના નિયમો અનુસાર ખોટા ક્રેડિટ રેટિંગવાળા દેવાદારની લોન સપ્ટેમ્બર 2015ના અંત સુધી અટકાવી દેવી. ફક્ત સારા રેટિંગવાળા દેવાદારોને અમુક નિશ્વિત કરેલ રકમ સુધી મૂડી આપવાનો નિર્ણય કરવો જોઇઅે, જેથી બેંકની આબરુ આરબીઆઇ અને અન્ય સરકારી એજેન્સીઓની સામે સારી બની રહે.

ગયા અઠવાડિયે મુંબઇની મલ્ટિનેશનલ કંપનીની એક 25 વર્ષની મહિલા એક્ઝિક્યૂટિવએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ તે કમનસીબે આમાં અસફળ રહી. તેના ક્રેડિટ કાર્ડ પર કરેલી ખરીદી તેની રકમ ભરવાની ક્ષમતા કરતા સો-ગણી વધારે થઇ ગઇ હતી. સર્વે રિપોર્ટ કહે છે કે દેશમાં રિટેલ સ્ટોર્સ પર ચાલી રહેલ ‘સેલ’ શબ્દ લોકોની શોપિંગની હેબિટમાં સતત વધારો કરી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 65થી 70 ટકા વેચાણ ક્રેડિટ કાર્ડથી થઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ઉધાર લઇ રહ્યા છે અને તેઓની ક્રેડિટ હિસ્ટ્રી સમય પર ક્રેડિટ કાર્ડ બિલ ભરવાની પણ નથી. હાલ ડિફોલ્ટર્સની નિશ્વિત સંખ્યા કહેનારું કોઇ લિસ્ટ અવેલેબલ નથી. શોંપિગ લવર્સ માટે સેલનું સાઇન બેલ લાલ ઝંડી બરાબર હોય છે, જે પોતાના ક્રેડિટ કાર્ડનો વપરાશ મગજનો ઉપયોગ કર્યા વગર કરે છે અને દેવામાં પણ ફસાઇ જાય છે.

આ દિવસો દરમિયાન સેલ અથવા ડિસ્કાઉન્ટ ઓફર્સ ફક્ત માર્કેટિંગ માટે નથી. સ્ટોર્સના સામાન પર પણ કિંમત વધારી દેવામાં આવે છે અને પછી એ વધારીને કહેવામાં આવેલી કિંમત પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. જીવનમાં કંઇપણ ફ્રીમાં મળતું નથી. કોઇપણ ઓફર અથવા ડિસ્કાઉન્ટ ફક્ત તમને અને મને તેઓની દુકાન અને વેબસાઇટ તરફ આકર્ષિત કરવાની એક રીત છે.

ફંડા એ છે કે : પૂરતા કેશ બેલેન્સની સાથે સમજદારીથી કરવામાં આવેલી ખરીદી આપણા જીવનને સૌથી વધારે વ્યવહારિક બનાવે છે.
raghu@bhaskarnet.com
અન્ય સમાચારો પણ છે...